
કોઇપણ વ્યક્તિનો સ્વભાવ, તેની પસંદગી અને તેના અમુક ગુણ એ રાશી ઉપર આધાર રાખે છે. રાશીના આધારે વ્યક્તિને જાણી શકાય છે, એ વ્યક્તિની પસંદગી પણ કેવી હશે તેનો આધાર મળે છે. એમ, આજના લેખમાં એવી જ રસપ્રદ માહિતી છે જેના ઉપરથી જાણી શકાય છે કે મહિલાઓને કેવા પુરૂષ વધુ પસંદ આવે છે અને તે કેવા પુરૂષના પ્રેમને જલ્દીથી સ્વીકારી શકે છે અથવા એ મહિલા ખુદ જ કોઈ પુરૂષના પ્રેમમાં ગળાડૂબ થઇ જાય છે.
અર્થાત્ આજના લેખમાં એ જાણીશું કે રાશિ મુજબ મહિલાઓને કેવા પુરૂષ વધુ પસંદ આવે છે :

(૧૨) મીન (દ, ચ, ઝ, થ)
આ રાશિની મહિલાઓ હેલ્પીંગ અને કલેવર પુરૂષને વધારે પસંદ કરે છે. ગ્લેમરસ લાઈફ જીવવાની શોખીન મહિલાઓ વધુ રોમેન્ટિક પુરૂષને વધુ પસંદ કરે છે.

(૧૧) કુંભ (ગ, શ, સ, ષ)
સ્ટ્રોંગ રીલેશન રાખી શકે તેવા પુરૂષ આ રાશિની મહિલાઓને વધુ પસંદ આવે છે સાથે રીલેશનમાં સીરીયસ હોય અને કોઈ એક જ સ્ત્રીની ચાહતમાં હોય એ પુરૂષ આ મહિલા માટે ખરા પ્રેમી સાબિત થઇ શકે છે.

(૧૦) મકર (ખ,જ)
સંવેદનાથી ભરપૂર અને જીવનની દરેક ક્ષણમાં સાથે રહે તેવા પુરૂષ પ્રત્યે આ રાશિની મહિલાઓને વધારે ચાહત હોય છે. દરેક જગ્યાએ સપોર્ટ કરે તેવા પુરૂષ પ્રત્યે આ રાશિની મહિલા અગ્રેસીવ થઈને રહે છે.

(૯) ઘન (ભ,ફ,ધ,ઢ)
ગર્ભશ્રીમંત પુરૂષનો પરિવાર આ રાશિની મહિલાને વધુ પસંદ હોય છે. સાથે સેક્સમાં પણ આ રાશિની મહિલા વધુ ધ્યાન આપે છે. અલગ હુનર અને આવડતથી પૈસા કમાતા પુરૂષ માટે ધન રાશિવાળી મહિલાને સ્ટ્રોંગલી રીલેશન બને છે.

(૮) વૃશ્ચિક (ન,ય)
આ રાશિની મહિલા સૌથી મુંઢ સ્વભાવવાળી હોય છે એટલે બોલ્યા વગર સમજી શકે એવા પુરૂષ આકર્ષણનું કેન્દ્ર બને છે. ઊંડાણની લાગણીને સમજી શકે તેવા પુરૂષની તલાશમાં આ રાશિની મહિલાઓ હોય છે અને સાથે દરેક કાર્યમાં વિશ્વાસુ બની શકે તેવા પુરૂષ આ રાશિની મહિલા માટે પ્રથમ પસંદગી બને છે.

(૭) તુલા (ર,ત)
આ રાશિની મહિલા આત્મવિશ્વાસુ પુરૂષને વધુ પસંદ કરે છે. જિંદગીની બધી જ પળમાં પત્ની અથવા પ્રેમીને સાંભળી શકે તેવા પુરૂષ પ્રત્યે આ રાશિની મહિલાઓને વધુ પ્રેમ આવે છે.

(૬) કન્યા (પ,ઠ,ણ)
આ રાશિની મહિલાઓ કલાની શોખીન હોય છે એટલે સર્જનાત્મક પુરૂષને વધુ પસંદ કરે છે. સાથે રોમાન્સની બધી હદ સુધી પ્રેમ કરે શકે તેવા પુરૂષને આ રાશિની મહિલાનો શક્ય તેટલો વધુ પ્રેમ મળી શકે છે.

(૫) સિંહ (મ, ટ)
આ રાશિનો ગુણ લીડર હોવાનો છે એટલે તેને પ્રેમમાં પણ સાહસિક વૃતિ પસંદ હોય છે. બધા કરતા અલગ પ્રકારનો પ્રેમ કરી શકે તેવા પુરૂષને આ રાશિની મહિલા પસંદગી બનાવીને ઉતમ પ્રેમી બનાવે છે.

(૪) કર્ક (ડ,હ)
આ રાશિની મોટાભાગની સ્ત્રી ભાવનાઓનો દરિયો હોય છે એટલે તેની ભાવનાને હદયથી સમજી શકે તેવા પુરૂષોને મહિલા તરફથી વધુ પ્રેમ મળે છે. આ રાશિની મહિલાને જલ્દીથી પ્રેમી બનાવતા નથી અને બનાવ્યા પછી તેને છોડતા નથી.

(૩) મિથુન (ક,છ,ઘ)
આ રાશિની મહિલા નાની અમથી વાતને મોટું રૂપ આપવામાં માહિર હોય છે એટલે તેને બોલવામાં હોશિયાર હોય તેવા પુરૂષ વધુ ગમે છે. લાઈફમાં દરેક ક્ષણને જીવવાની વધુ પસંદ હોય છે તેથી પ્રેમી કે પતિ સાથે આ રાશિની મહિલાઓ સારૂ બોન્ડીંગ બનાવી શકે એવા પુરૂષને પહેલા પસંદ કરે છે.

(૨) વૃષભ (બ,વ,ઉ)
ઈજ્જત અને ઘનવાન પુરૂષ આ રાશિની મહિલાઓને વધુ પસંદ આવે છે. આ રાશિની મહિલાઓ એક કરતા વધુ પુરૂષને પ્રેમ કરી શકે છે એટલે કોઈ યોગ્ય પુરૂષ ન મળે ત્યાં સુધી પ્રેમની સફર ચાલુ રાખે છે. ન્યાયપ્રિય પુરૂષ અને સાથે મોભો બનાવે એવા પુરૂષ વધુ પસંદ કરે છે.

(૧) મેષ (અ,લ,ઈ)
આ રાશિની મહિલા પ્રેમીની બહુ ખાતીરદારી કરે છે. મહિલાઓ આંખોમાંથી પ્રેમ છલકાવીને કોઇપણ પુરૂષને આકર્ષિત કરી શકે છે. એવા પુરૂષને પ્રેમી બનવાનું વધુ પસંદ કરશે જે લાગણી માટે અને કેરીંગ માટે બધું ન્યોછાવર કરવા તૈયાર હોય.
રસપ્રદ માહિતી જાણવા માટે “ફક્ત ગુજરાતી” ફેસબુક પેજને લાઈક કરવાનું ભૂલશો નહીં અને મિત્રો સાથે પણ આ પેજને શેયર કરજો કારણ કે અમે અહીં નવી-નવી માહિતીનો ખજાનો લાવતા રહીએ છીએ..
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel