
માધ કૃષ્ણ પક્ષની નવમી તિથી અને શનિવારનો દિવસ છે. આ નવમી તિથી પૂરો દિવસ પાર કરી રવિવારની સવારે 4 વાગીને 1 મિનીટ સુધી રહેશે. સાથે જ ધૃતિ યોગ બપોરે 12 વાગી 25 મિનીટ સુધી રહેશે. તેની સિવાય આજે સ્વાતી નક્ષત્ર રાત્રે 12 વાગી ને 16 મિનીટ સુધી રહેશે. આ નક્ષત્ર દરમ્યાન મુંડન સંસ્કાર, નામકરણ અને વિદ્યા આરંભ કરવી અતિશુભ માનવામાં આવે છે. આ નક્ષત્ર ના સ્વામી રાહુ છે અને તેની રાશી તુલા છે. વધુ જાણો આ રાશીઓ વિષે જે નીચે મુજબ છે.
મેષ રાશિ –
આજનો દિવસ તમારા માટે ખુશીઓ લઈ ને આવશે. જો તમારા મનમાં કોઈ સારો કામ કરવાનો વિચાર ચાલી રહ્યો છે તો આજનો દિવસ એકદમ સારો ગણવામાં આવ્યો છે. ઓફીસ માં આજે ઉત્સાહક સ્થિતિ બની રહેશે. કામકાજમાં મન લાગી રહેશે. ઉધાર આપેલા પૈસા પાછા મળી જશે.સરસોનું તેલ મંદિરમાં દાન કરવું જેનાથી લાભ પ્રાપ્ત થશે.
વૃષ રાશિ –
આજનો દિવસ ફાયદો અપાવશે. અચાનક અમુક નવા સ્ત્રોતોથી ધન પ્રાપ્ત થવાનો યોગ બની રહ્યો છે. ચારે બાજુ ખુશીઓ નો માહોલ જોવા મળશે. મંદિરમાં ગોળનું દાન કરો જેનાથી આર્થિક રૂપથી લાભ મળશે.

મિથુન રાશિ –
આજનો દિવસ તમારા માટે સારો રહેશે. આજે તમારા જીવન સાથીની નાની મોટી ભૂલોને જતી કરવી નહી તો તણાવની પરિસ્થિતિ ઉભી થઈ શકે છે. આ રાશિ ના જાતકો એ પીપળા પાસે સરસો ના તેલનો દીવો કરવો જેથી સંબંધો બની રહેશે.
કર્ક રાશિ –
આજના દિવસે ઉતાર ચડાવ બની રહે. ધંધામાં આવી રહેલી પરેશાનીઓ ના સમાધાન માટે કોઈ ખાસ માણસ ના સહયોગ ની જરૂર પડી શકે છે.જરૂરી કામ પહેલા પૂરું કરી લેવું નહિ તો સમય તમારી આંખો નીચે થી ધીરે ધીરે પસાર થઈ જશે.વિવાહીતો માટે આજનો દિવસ ખુબ જ સારો છે. આ રાશિના જાતકોએ કાળા કુતરા ને રોટી ખવડાવવી, કાર્યક્ષેત્ર માં તરક્કી બની રહેશે.

સિંહ રાશિ –
આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્ર માં વ્યસ્તતા રહે, જેનાથી તણાવ ની સ્થિતિ વધી શકે. આજે તમારી ભાષા પર કંટ્રોલ રાખવો. કોઈ પણ પ્રકારનો વિવાદ કરવો નહી. આ રાશિના જાતકો એ વૃધ્ધ બ્રાહ્મણ ને ભોજન કરાવવું અને તેના આશીર્વાદ લેવા.
કન્યા રાશિ –
આજનો દિવસ તમારા માટે ખુબ જ સારો રહેશે. તમે જેટલી મહેનત કરશો એટલો જ ફાયદો તમને મળશે. ધનલાભ થઈ શકે છે. આ રાશી ના જાતકોએ ચકલી ને બાજરો ખવડાવવો જેથી પરેશાનીઓ દુર થશે.

તુલા રાશી –
તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ તણાવ ભર્યો રહેશે. નાની મોટી વાતો પર સમય વ્યતીત ના કરવો. એકાગ્ર રહો ત્યારે જ તમને ઉર્જાના પ્રવાહનો અનુભવ મળશે. ડરવું નહી, ધ્યાનથી સમજી વિચારી સમયનો લાભ ઉઠાવવો. ધંધામાં મળતો આર્થિક લાભ થંભી શકે છે. ॐ ऐं ह्लीं श्रीशनैश्चराय नम:। આ મંત્ર નો ૧૦૮ વાર જાપ કરો જેથી કામ પ્રત્યે તમારી રૂચી બની રહેશે.
વૃષિક રાશિ –
આજનો દિવસ તમારા માટે સારો રહેશે. આજે તમારા ઘણા ખરા કામ પુરા થઈ શકશે. મિત્રો સાથે બહાર જવાનું થઈ શકે. કોઈ મોટો નિર્યણ પણ લઈ શકો છો. હનુમાન ચાલીસા નો પાઠ કરવો.

ધનુ રાશિ –
આજે તમને તકદીરનો પૂરો સાથ મળી શકશે. ઘણી સારી તકો તમને આજે મળી શકશે. આજે તમારી ઈચ્છાઓ ને પૂરી કરવાનો મોકો મળી શકશે. મંદિરમાં સરસોના તેલનું દાન કરવું, ધંધામાં તરક્કી બની રહેશે.
મકર રાશિ –
આજનો દિવસ તમારા માટે ખુબ ફાયદાકારક રહેશે.લોકો તમારાથી ખુબ જ પ્રભાવિત રહેશે. તમારે માટીના વાસણમાં ચકલીઓ માટે પાણી ભરી રાખવું જેનાથી સંબંધો વધુ સારા બનશે.

કુંભ રાશિ –
આજનો દિવસ તમારા માટે ખુબ જ ખાસ રહેશે. આ રાશિના લોકોએ જે કામ આજ થઈ શકે તેને કાલ પર ના જવા દેવું જોઈએ, થોડી મહેનત કરી લે એ તેના માટે સારું રહેશે. શારીરિક દ્રષ્ટિ થી આજે તમે સ્વસ્થ રહેશો. આજે કોઈ બ્રાહ્મણ ને વસ્ત્ર દાન કરવું જેથી ઘરમાં સુખ શાંતિ બની રહેશે.
મીન રાશિ –
આજનો દિવસ તમારા માટે ખુબ જ સારો રહેશે. પરિવારના બધા સદસ્યો સાથે સારો એવો તાલ મેલ બની રહેશે. કાળા ચણા બનાવી મંદિર ની બહાર ગરીબોમાં દાન કરવું, ધનમાં વૃદ્ધી થશે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team