પનીર થી બનતા શાકભાજી અને વાનગીઓ તમે ઘણી ખાધી જ હશે , પરંતુ આજે અમે જણાવશું પનીર ની ખીર બનાવવા ની રીત . એ જેટલી પૌષ્ટિક છે એટલી જ સ્વાદિષ્ટ પણ છે .અને ઘર માં ઉપલબ્ધ સામગ્રી થી બની જાય છે તો આવો જોઈએ કઈ રીતે બને છે પનીર ની ખીર .
◇ ખીર બનાવવા ની સામગ્રી .-
દુધ = દોઢ લીટર .
લીંબુ નો રસ = એક ચમચી .
બદામ = ૮ થી ૧૦ .
કાજુ = ૮ થી ૧૦ .
પિસ્તા =૮ થી ૧૦ .
એલચી = ૨ .
સાકર = દોઢ કપ .
ચાંદી નો વરખ .
◇ બનાવવા ની રીત –
(૧) સૌ પ્રથમ એક પેન માં અડધો લીટર દુધ ગરમ કરો તે ઉકળી જાય એટલે તેમાં લીંબુનો રસ નાખી ને દુધ ને ફાડો .
(૨) ઠંડુ થયા બાદ તેને ગાળી લો અને ગરણી માં પાણી નાખીને તેને ધોઈ લ્યો જેથી લીંબુ ની અસર જતી રહે અને તેને દુધ માં નાખવા થી બીજુ દુધ ફાટી નો જાય એટલે ,અને સ્વાદિષ્ટ ખીર બને .
(૩) હવે એક પેન માં એકલીટર દુધ લઇ ને તેને ઉકાળો એટલે ગેસ ધીમો કરીને તેમાં એલચી નાખી ને હજી ઉકળવા દયો અને દુધ જ્યારે અડધુ થઈ જાય ત્યારે તેમાં તૈયાર કરેલુ પનીર ઉમેરી ને ઉકાળો અને ૧૦ થી ૧૫ મીનીટ પછી તેના સાકર ,કાપેલી બદામ ,કાજુ ,પિસ્તા નાખીને ચાંદીના વરખ થી સજાવો ને ઠંડુ કરી ને પીરસો .
તૈયાર છે સ્વાદિષ્ટ પનીર ખીર.
આવા અદભુત આર્ટિકલ્સ વાંચવા માટે અમારું પેજ ફક્ત ગુજરાતી લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર કરો… આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મન્જુરી લેવી જરૂરી છે.
Author : Aditi Nandargi.