ભારત ના દરેક ખૂણા માં જલેબી સરળતા થી મળી જશે. વધુ પડતાં લોકો જલેબી ખાવા ના શોખીન હોય છે. આ ખાવા માં પણ બહુ સ્વાદિષ્ટ હોય છે. તમને ઘણા પ્રકાર ની જલેબી ખાવા માટે મળી જશે. જેમ કે પનીર ની જલેબી, મેંદા ની જલેબી, કાજુ ની જલેબી, કેસર જલેબી. જો તમને કઈક ગળ્યું ખાવાની ઈચ્છા હોય તો અમે તમને કેસર જલેબી બનાવવા ની રીત બતાવવા જઈ રહ્યા છીએ.
જ્યારે પણ મીઠાઈ ની વાત આવે, તો સૌથી પહેલા મગજ મા કેસર જલેબી નો જ વિચાર આવે છે. આ તમને ભારત ના દરેક ખૂણા માં સરળતા થી મળી જશે. વધારે પડતાં લોકો જલેબી ખાવાના શોખીન હોય છે. આ ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તમને ઘણા પ્રકાર ની જલેબી ખાવા મળી જશે.જેમ કે પનીર ની જલેબી, મેંદા ની જલેબી, કાજુ ની જલેબી, કેસર જલેબી. જો તમને કઈક ગળ્યું ખાવાની ઈચ્છા હોય તો અમે તમને કેસર જલેબી બનાવવા ની રીત બતાવવા જઈ રહ્યા છીએ.
સામગ્રી.
- મેંદો -૧ કપ
- કેસર – ૧/૨ નાની ચમચી
- દહીં -૧/૪ કપ
- ખાંડ – ૧ કપ
- પાણી – ૧ કપ
- તળવા માટે તેલ કે દેશી ઘી
- એક મોટું કપડું
રીત
- આને બનાવવા માટે સૌથી પહેલા મેંદા માં દહીં ભેળવી ને એક ઘટ્ટ ખીરું તૈયાર કરી લો.
- ત્યાર બાદ હવે તેને ખમીર ઉઠવા માટે રાખી દો. તમે રાત્રે પણ ખીરા ને ખમીર ઉઠવા માટે રાખી શકો છો કે પછી ૭ થી ૮ કલાક પછી ખીરા માં જરૂર પૂરતું ખમીર આવી જાય છે.
- પછી ત્યાર બાદ તમે એક તાર ની ચાસણી તૈયાર કરો.
- ત્યાર બાદ તૈયાર થયેલા ખીરા ને એક મોટા કપડાં માં ભરી અને કોન આકાર નું બનાવી લો.
- પછી કોન ના ખૂણા ને કાતર થી કાપી લો. જુઓ કે ખીરા થી જલેબી બને છે કે નહિ. ધ્યાન રાખો કે જેટલું નાનું કાણું હશે તેટલી પાતળી જલેબી બનશે.
- હવે કડાઈ માં તેલ કે ઘી ગરમ કરો. ત્યાર બાદ તેમાં ખીરા ભરેલા કોન થી ગોળ ગોળ જલેબી તલો. જ્યારે તે આછા ભૂરા રંગ ની થાય પછી તેને ચાસણી માં નાખી દો.
તમારી ગરમા ગરમ જલેબી તૈયાર છે.
આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team