તમારી કિડની ક્યારેય ખરાબ નહીં થાય જો તમારા જીવનમાં સુધારશો આ 5 ભૂલો

Image Source

કિડની આપણા શરીરના સૌથી જરૂરી અંગોમાંથી એક છે. અને આપણા શરીરમાં બે કિડની હોય છે અને બંનેને સ્વસ્થ રાખવી ખૂબ જ જરૂરી હોય છે, અને તેથી જ આપણું શરીર પણ સ્વસ્થ રહે, આમ તો ઘણા બધા લોકોને એક કિડની ખરાબ થઈ જતી હોય છે અને તેઓને ત્યારબાદ એક જ કિડનીથી કામ ચલાવવું પડે છે. પરંતુ શું તમે જાણો છો કે આખરે કિડની કેમ ખરાબ થઈ જાય છે? તેની પાછળ ઘણા બધા કારણો હોઈ શકે છે? અને તેમાંથી અમુક છે આપણી ખોટી આદતો. હા, આપણી ખોટી આદતો ડાયાબિટીસ, હૃદયની બીમારી, હાઈ બ્લડપ્રેશર જેવી બીમારીનો શિકાર બનાવી દે છે. અને તેના જ કારણે કિડનીને ખૂબ જ નુકસાન પહોંચે છે, અને આ બીમારીઓને કારણે કિડની આપણા શરીરના તરલ પદાર્થોને ફિલ્ટર કરી શકતી નથી અને ધીમે ધીમે તે ખરાબ થવા લાગે છે. આવો જાણીએ દરરોજના રૂટીનમાં એવી પાંચ આદતો જેનાથી આપણી કિડનીને નુકસાન પહોંચે છે.

Image Source

1 એક્ટિવ ન રહેવું

સ્વસ્થ રહેવા માટે આપણા શરીરને એક્ટિવ રાખવું ખૂબ જ જરૂરી છે. પરંતુ જ્યારે લોકો શારીરિક રૂપે અસક્રિય થઈ જાય છે ત્યારે તેનો પ્રભાવ આપણા અંગો ઉપર પડવા લાગે છે. એક્ટિવ ન રહેવાથી શરીરમાં ઝેરી પદાર્થો બનવા લાગે છે અને આપણી કિડની તેને બહાર કાઢવાની ક્ષમતા ને ઓછી કરી નાખે છે, અને આ આદત આપણી કિડનીને પણ પ્રભાવિત કરવાનું શરૂ કરી દે છે.

Image Source

2 બીમારીઓથી જોખમ

કોઈપણ વ્યક્તિને પોતાના બ્લડપ્રેશરની સાથે સાથે બ્લડ સુગરને પણ મેન્ટેન રાખવાની ખૂબ જ જરૂર હોય છે. કારણ કે તે બંને સ્થિતિમાં કિડનીનું સ્વાસ્થ્ય બગાડનાર પહેલી સીડી હોય છે. ખરેખર તો ડાયાબિટીસના દર્દીઓએ કિડનીના રૂપનું જોખમ વધુ સહન કરવું પડે છે, તેથી જ તમારું બ્લડ સુગર કંટ્રોલ રાખવાની ખૂબ જ જરૂર હોય છે.

Image Source

3 પોતાના ખાન પાન ઉપર ધ્યાન આપવું

તમારે પોતાના ભોજનમાં હેલ્ધી ડાયટ સામેલ કરવાની જરૂર હોય છે, જે આપણને ઘણા બધા રોગોથી દૂર રાખવામાં મદદ કરે છે. હેલ્ધી ડાયેટ આપણા સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવાનું કામ કરે છે અને તે સિવાય તમારું વોટર ઇન્ટેક એટલે કે પાણીની માત્રા નું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. વધુ ઓછું અથવા તો વધુ પાણી કિડનીને શરીરમાં ઉપસ્થિત તરલ પદાર્થને ફિલ્ટર કરવામાં બાધા ઉત્પન્ન કરે છે, તેથી જ ખાન પાનનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.

Image Source

4 વજનને નિયંત્રણમાં રાખો

તમારી બગડતી જીવન શૈલીને યોગ્ય કરવા માટે એક યોગ્ય ડેલી રૂટીનને જરૂરથી ફોલો કરવું જોઈએ. તે સિવાય તમારે તમારું વજન યોગ્ય રાખવું જોઈએ, અને પોતાની જ મદદ કરવી પડશે કારણ કે વધતું પેટ અને કમરની ચરબી તમારી માટે બીમારીનું જોખમ વધારી શકે છે. તેથી જ યોગ્ય વજન રાખવાની કોશિશ કરો.

Image Source

5 આ વાતોનું રાખો ખાસ ધ્યાન

તાજુ ભોજન કરો કારણ કે વાસી ભોજન ખાવાથી કિડનીને નુકસાન પહોંચી શકે છે. સિગરેટ, બીડી જેવા તમાકુયુક્ત ઉત્પાદકોના સેવનથી દૂર રહો. દવાઓનું સેવન ડોક્ટરની સલાહ લઈને જ કરો કારણકે દવાથી કિડનીને નુકસાન પહોંચે છે. દારૂનું સેવન છોડો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment