જો તમે તમારા જુના ફ્રીજ થી કંટાળી ગયા હોય અને નવું ફ્રિજ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અભિનંદન…. પરંતુ આ બાબત તે સમયે તમને અભિનંદન ને લાયક નહિ લાગે જ્યારે તમે તમારું નવું ફ્રિજ લીધા પછી વિચારશો કે તમે એક ખોટા ફ્રીજની પસંદગી કરી. તો આવી પરિસ્થિતિ ટાળવા માટે અમે તમારી સાથે છીએ. તમને જણાવી દઈએ કે ફ્રિજ લીધા પછી તમારે તમારા ફ્રીજને લાંબા સમય સુધી નવા જેવું રાખવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ
- યોગ્ય વેન્ટિલેશન માટે ફ્રિજને દિવાલથી બે ઇંચ દૂર રાખો.
- ધ્યાન રાખો કે રેફ્રિજરેટર સૂર્યપ્રકાશ, ગરમીના સ્ત્રોતથી દૂર હોય.એટલું જ નહીં, ઓવન, રેડિયેટર અને ચૂલા વગેરે જેવા ઉપકરણોને ફ્રીજની દૂર રાખો.
- ફ્રીજમા હવાની અવરજવર માટે તેને ખાદ્ય પદાર્થોથી ભરપૂર ન ભરો.
- લાંબા સમય સુધી ફ્રીજ ખોલવું કે વારંવાર ફ્રીજ ખોલવાથી વીજળીનો વધુ વપરાશ થાય છે.
- ગરમ વસ્તુઓને ફ્રીજમાં મૂકતા પહેલા તેને ઠંડુ થવા દો.
- ગરમ વસ્તુઓને માત્ર એરટાઈટ કન્ટેનરમાં રાખો.
- ખાતરી કરો કે ફ્રીજના દરવાજા પરનું રબર સ્વચ્છ અને ચુસ્ત હોય.
- દરવાજાનું સીલ તપાસવા માટે ફ્લેશલાઇટ ફ્રિજમાં મૂકો અને દરવાજો બંધ કરો. જો સીલને નુકસાન થયું હોય તો તેની કિનારીઓમાંથી લાઇટનો પ્રકાશ બહાર આવશે.
- ફ્રીજની કોઇલ પર જ્યારે માટી ચડી હોય છે, ત્યારે કમ્પ્રેસર મુશ્કેલીથી કામ કરે છે. આટલું જ નહીં, તેનાથી વીજળીનો વપરાશ પણ થાય છે, તેથી દરરોજ કોઇલ સાફ કરો.
- ડી-ફ્રોસ્ટ કરતા રેફ્રિજરેટરમાં બરફનો સંગ્રહ ઠંડકની ક્ષમતા ઘટાડે છે, તેથી નિયમિતરૂપે ડી-ફ્રોસ્ટ કરવું જોઈએ.
સંગ્રહ અને જાળવણી ટિપ્સ
- રસદાર ખાદ્ય પદાર્થોને ક્યારેય ફ્રિજના પાછળના શેલ્પમાં ન રાખવો જોઈએ કારણ કે તે ત્યાં જામી જાય છે.
- ફ્રીજમા શાકભાજી રાખતા પહેલા તેને થોડુક ઉકાળીને રાખો, જેથી તે લાંબા સમય સુધી અકબંધ રહી શકે.
- ધ્યાન રાખો કે શાકભાજી ઠંડું થઈ જાય પછી તેને હવાચુસ્ત પાત્રમાં રાખો.
- ડી-ફ્રોસ્ટ પહેલા ફ્રીઝરમાંથી બધી વસ્તુઓ બહાર કાઢો.
- રેફ્રિજરેટર સાફ કરતી વખતે ભીના ડિટર્જન્ટનો ઉપયોગ કરો. ખાવાનો સોડા પણ વાપરી શકાય છે.
- બહારના તાપમાનને જોતા, ફ્રીજની અંદરના તાપમાનને પણ તપાસતા રહો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “વર્ષો સુધી ચાલશે તમારું ફ્રીજ, જો કેટલી ખાસ બાબતો ધ્યાન રાખશો તો”