આ જાણકારીમાં અમે તમારા માટે તેવી વસ્તુ વિશે જાણકારી આપી રહ્યા છીએ, જેનું સેવન બાળકોના માનસિક સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે.
બાળકોને શારીરિક અને માનસિક રૂપે સ્વસ્થ રાખવા માટે સૌથી વધારે જરૂરી હોય છે તેનો આહાર કેવો છે. ડાયેટ નિષ્ણાત ડૉ. રંજના સિંહ જણાવે છે કે બાળકોને માનસિક રૂપે ઝડપી બનાવવા માટે તેના ભોજનમાં તેવી વસ્તુનો સમાવેશ કરવો જોઈએ, જે સીધા મગજને ભરપૂર પોષણ આપે છે.
આ જાણકારીમાં અમે તમારા માટે એવીજ 5 વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ, જે બાળકોના મગજના વિકાસ માટે ખૂબજ જરૂરી માનવામાં આવે છે.
બાળકોના મગજનો વિકાસ વધારવા માટે આ વસ્તુ ખવડાવો
ઈંડાનું સેવન
ઈંડા પણ બાળકોના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તેમાં ઓમેગા -3 ફૈટી એસિડ, લ્યુટીન, કોલિન અને જિંક હોય છે. આ બધા પોષક તત્વ બાળકની ધ્યાન આપવાની ક્ષમતાને વધારે છે. કોલિક એસિટેકોલિન અથવા મેમરી સ્ટેમ સેલ બનાવવામાં મદદ કરે છે. આ પ્રકારના ઈંડા ખાવાથી બાળકોની યાદશકિત સુધારે છે.
ફણગાવેલ અનાજનું સેવન
ફણગાવેલ અનાજ બાળકોના મગજને નિયમત એનર્જી આપતું રહે છે. તે રકત વાહિકાઓમાં ગ્લુકોઝને ધીમે ધીમે મુક્ત કરે છે. તેનાથી બાળકના શરીરમાં દિવસભર ઉર્જા રહે છે. તેમાં મસ્તિષ્કને યોગ્ય કાર્ય માટે જરૂરી ફોલિક એસિડ પણ ધરાવે છે.
ઓટ્સનું સેવન
ઓટ્સમાં વિટામિન ઈ, જિંક અને વિટામિન બી કૉમ્પ્લેક્સ પુષ્કળ માત્રામાં જોવા મળે છે. ઓટમીલમાં ફાઈબર પણ વધારે માત્રામાં હોય છે જેમાંથી બાળકના શરીરને એનર્જી મળે છે. બાળકોને નાસ્તામાં ઓટ્સ ખવડાવવાથી મસ્તિષ્કના કાર્યમાં સુધારો થાય છે.
માછલીનું સેવન
બાળકોનું મજગને તીક્ષ્ણ બનાવવા માટે માછલી જરૂરી છે. ફૈટી માછલી જેમકે સૈલમન, ટ્યુના અને મૈકરેલમાં ઓમેગા -3 ફૈટી એસિડ હોય છે, જે મગજની પેશીઓના બ્લોક બનાવવામાં મદદ કરે છે. ઓમેગા -3 ફૈટી એસિડના ઘણા વધારે ફાયદા હોય છે. તેનાથી બાળકના મસ્તિષ્કના કાર્ય અને વિકાસમાં મદદ મળે છે.
લીલી શાકભાજીનું સેવન
તીક્ષ્ણ મગજ માટે પાલક, કેળા, બ્રોકોલી અને બીજી પાંદડાંવાળી લીલા શાકભાજી મદદરૂપ હોય છે. કેટલીક અન્ય શાકભાજી જેમકે ટામેટા પણ સારા છે, આ ઉપરાંત બ્લુબેરી, રાસબેરી અને બ્લેકબેરી પણ એન્ટી ઓક્સિડન્ટ થી ભરપુર હોય છે, જે મગજના સ્વાસ્થ્યને જાળવી રાખવામાં મદદ કરી શકે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team