યુનિક, કર્લી અને સુંદર હેર સ્ટાઇલ યંગ બ્રાઇડને બીજાથી અલગ દર્શાવે છે. ચાલો જાણીએ તેવા જ કેટલાક હેર સ્ટાઇલ આઈડિયાઓ વિશે.
મોટી બહેન અથવા ભાઈના લગ્નમાં તેની નાની બહેનને પણ તેના લુક વિશે સંપૂર્ણ વિશ્વાસ હોય છે. તેને કેવી હેર સ્ટાઇલ બનાવવી જોઈએ, જે તેના પર સારી લાગશે. આપણે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે હેર સ્ટાઇલ કોઈપણ મહિલાના લુકમાં ગેમ ચેન્જરની જેમ કામ કરે છે. હેર સ્ટાઇલના કારણે તમે તમારી અસલી ઉમરથી પણ મોટા દેખાઈ શકો છો, તેથી હેર સ્ટાઈલ પસંદ કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ.
તમે પ્રી-વેડિંગ ઇવેન્ટમાં કેવી હેર સ્ટાઈલ ઇચ્છો છો તે તમને પેહલાથી જાણ હોવી જોઈએ. પરંતુ આપણી યંગ બ્રાઇડ જો સારી, યુનિક અને કર્લી હેર સ્ટાઈલ વિશે વિચારી શકતી નથી, તો અમારી પાસે તેનો ઉપાય છે. આ લેખમાં અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે હેર સ્ટાઈલ પ્રી-વેડિંગ ઇવેન્ટમા ટ્રાય કરી શકો છો. તો ચાલો જાણીએ હેર સ્ટાઈલના આઈડિયા.
1. ફિશટેલ વેણી
ફિશટેલ વેણી તમને એક સારો લુક આપશે. તેને બનાવવી પણ ખૂબ સરળ છે. તમે તેને જાતે જ અથવા કોઈની મદદથી બનાવી શકો છો અને તમે તેને સાઈડમાં પણ બનાવી શકો છો.
શું જોઈએ?
- બોબી પીન્સ
- કાસકો
- હેર સીરમ
- રબર બેન્ડ
આ રીતે બનાવો
- તમારા ફ્રીજી વાળ સરખા કરવા માટે પેહલા હેર સીરમ લગાવો.
- હવે તમારા વાળને સાઇડમાથી બે ભાગ કરો. બધા વાળને પા મુખ્ય ભાગમાં લઈ જાઓ.
- સાઈડથી શરૂ કરી, તમારા વાળને ફિશટેલ વેણીમાં ગુથો.
- બેન્ડ બનાવતી વખતે વાળને બે ઇંચ ઉપર થોભો અને રબર બેન્ડથી વાળને બાંધી લો.
- આજુ બાજુ નીકળેલા નાના વાળને બોબી પિન્સથી સરખા કરો. તમે વેણીને થોડી ખેંચી અવ્યવસ્થિત ફિશટેલ વેણી લુક બનાવી શકો છો.
2. કર્લી હેર
આ હેર સ્ટાઈલ સૌથી સાધારણ છે અને આજે પણ સ્ત્રીઓ તેને ખૂબ પસંદ કરે છે. તમારા સાધારણ સીધા અથવા કર્લી વાળને તે સારો લુક આપે છે અને દરેક પ્રકારના ચેહરા પર કર્લી હેર સૂટ થાય છે.
શું જોઈએ?
- ફ્લેટ આયર્ન / કર્લર
- કાંસકો
- હિટ પ્રોટેક્ટ સ્પ્રે
આ રીતે બનાવો
- સૌથી પેહલા તમારા વાળને ઓળી લો અને હિટ પ્રોટેક્ટની મદદથી તેને સ્પ્રે કરી લો.
- હવે તમારા વાળને તમે નાના નાના અલગ ભાગમાં વહેંચી લો.
- તેને કર્લરની મદદથી કર્લ કરો. તમે ફ્લેટ આયર્નની મદદથી પણ વાળને કર્લ કરી શકો છો.
- તમે તેને ખુલ્લા રાખવા ઇચ્છો છો, તો તેમ પણ રાખી શકો છો, નહિતર સુંદર હેર એસેસરીઝની મદદથી પાછળની બાજુ ક્લિપ કરી શકો છો.
3. પેયર ક્રાઉન હેર સ્ટાઈલ
આ હેર સ્ટાઈલ યંગ બ્રાઇડ ઉપર ખૂબ સુંદર લાગશે. તમે ઇચ્છો તો આ હેર સ્ટાઈલમાં તમારી પસંદ પણ ઉમેરી શકો છો. તેને બનાવવી પણ સરળ છે.
શું જોઈએ?
- કર્લર
- કાંસકો
- રબર બેન્ડ
- હેર પિન
આ રીતે બનાવો
- સૌથી પેહલા તમારા વાળને સરખી રીતે ઓળી લો. હવે તમારા બધા વાળને કર્લ કરી અને પછી તેને બે ભાગમાં વહેંચી લો.
- તમારા કાનની પાસે બંને તરફ, વાળને નાના સેક્શન કાઢી લો. હવે પેહલા એક તરફના વાળને ગુથી લો. આ રીતે બીજી બાજુના પણ કરવાના છે.
- ડાબી બાજુવાળા સેક્શન ને જમણી બાજુની તરફ કાનની પાછલ પિન અપ કરી લો. આ રીતે જમણી બાજુ વાળા સેક્શન ને પણ ડાબી બાજુ પિન અપ કરો.
- તમારા વાળમાં બટરફ્લાય એસેસરીઝ લગાવો અને તમે પાર્ટી માટે એકદમ તૈયાર છો.
4. ફ્લીપ ટવીસ્ટ પોનીટેલ
જરૂરી નથી કે તમે તમારા વાળને ખુલ્લા જ રાખો. તમે એક ટ્રેન્ડી પોનીટેલ હેર સ્ટાઈલ પણ બનાવી શકો છો. મહેંદી, ડાન્સ પાર્ટી, પીઠી ની વિધિઓ માટે આ હેર સ્ટાઈલ સારો વિકલ્પ છે. તમે વાળની ચિંતા કર્યા વગર તમારા ડાન્સ પર ફોકસ કરી શકો છો.
શું જોઈએ?
- રબર બેન્ડ
- કલરફૂલ સ્ક્રંચી
- કાંસકો
આ રીતે બનાવો
- તમારા વાળને કાંસકાથી ઓળી લો અને પછી તેને સાઈડ પાટેશન મા વહેંચી લો.
- હવે પેહલા એક એક સાઇડથી કાનની પાસે બે નાના વિભાગો લો અને તેને ટવીસ્ટ કરો. આમ કરીને તેમાં વાળના વિભાગો જોડતા જાઓ.
- માથાની પાછળ સુધી ટવીસ્ટ કરી લીધા પછી તેને રબર બેન્ડથી બાંધી લો. હવે આ રીતે તમારે બીજી બાજુથી પણ કરવાનું છે.
- હવે બંને વિભાગો સાથે બાકીના વાળને પકડીને સ્ક્રંચીથી સિક્યોર કરી લો. બંને વિભાગને ટવીસ્ટ કરતી વખતે જે રબર બેન્ડ લગાવ્યા હતા, તેને કાઢી નાખો.
- હવે પોનીટેલથી થોડું ઉપર એક આંગળીથી થોડો ગેપ બતાવો અને તેમાં પોનીટેલને નાખો.
તો બહેનો હવે તમે લગ્ન પહેલા કોઈપણ પ્રસંગ માટે આ હેર સ્ટાઇલ પસંદ કરી શકો છો તેમાં થોડો પ્રયોગ કરીને, લગ્નના દિવસ માટે પણ હેર સ્ટાઈલ બનાવી શકો છો.
જો તમને આલેખ સારો લાગ્યો હોય તો તેને લાઈક અને શેર કરો. આ પ્રકારના હેર સ્ટાઈલ આઈડિયા જાણવા માટે ફક્ત ગુજરાતી વેબસાઈટ સાથે જોડાયેલ રહો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team