ભારતમાં હમણાં મોટર વ્હીકલ એક્ટ નિયમમાં ફેરફાર આવ્યો અને કાયદા ભંગ પર આકરો દંડ થાય એવી સીસ્ટમ બનાવવામાં આવી. એમાં એક નિયમ મોબાઈલ ફોનને લઈને પણ છે. જો કોઈ વ્યક્તિ વાહન ચલાવતી વખતે મોબાઈલમાં વાત કરે તો ૫૦૦૦ જેટલો દંડ થઇ શકે છે. પહેલા આ નિયમ માટે દંડની રકમ ૧૦૦૦ રૂપિયા રાખવામાં આવી હતી હવે એ પાંચ ગણી વધીને ૫૦૦૦ જેટલો દંડ કરી દેવામાં આવ્યો છે.
વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોન ઉપયોગ કરવા પર જ પ્રતિબંધ છે એવું નથી. ડ્રાઈવિંગ વખતે હેન્ડ્સ ફ્રી અને બ્લ્યુટુથના વપરાશ પર પણ પ્રતિબંધ આવ્યો છે. સરકારે આ કાયદાનું ભાન કરાવવા માટે આકરા દંડની નીતિ રાખી છે. દર વર્ષે અકસ્માતની સંખ્યામાં વધારો થતો રહે છે, જેને પરિણામે આ કાયદાને કડક રીતે અમલ થવો જરૂરી છે.
મુખ્ય સમસ્યા ભારતમાં જ છે એવું નથી! ચાલતી વખતે અથવા ડ્રાઈવિંગ વખતે મોબાઈલનો ઉપયોગ કરવો એ બધા દેશની સમસ્યા બની ચુકી છે. તો ભારતમાં દંડનો નિયમ છે એમ અન્ય દેશમાં પણ અલગ અલગ નિયમ છે. ચાલો, જોઈએ ક્યાં દેશમાં ક્યાં પ્રકારના નિયમો છે.
- ચીનમાં ખાસ પ્રકારની ફૂટપાથ બનાવવામાં આવે છે. જેમાં એક ફૂટપાથ પર ચાલતા લોકો મોબાઈલ ફોન યુઝ કરતા કરતા જ ચાલતા હોય છે. જ્યારે એક ફૂટપાથ નોન ફોન યુઝર્સ માટે હોય છે.
- દુનિયામાં સૌથી પહેલા મોબાઈલ લેન બેન્કોકમાં બનાવવામાં આવી. આ લેન મોબાઈલ લઈને ચલા લોકો માટે જ સ્પે. બનાવવામાં આવી છે. આ ફૂટપાથ પર કોઈ આડી કોઈ વસ્તુ આવતી નથી અને મોબાઈલને વ્યવસ્થિતપણે કંટ્રોલ કરી શકાય છે.
- સાઉથ કોરિયામાં પણ મોબાઈલ ફોન યુઝર્સ માટે એક ખાસ પ્રકારનો વ્યવસ્થા કરવામાં આવી છે. રસ્તાઓ પર અમુક જગ્યાએ લેસર લાઈટ્સ લગાડવામાં આવી છે, જે જણાવે છે કે આ જગ્યાએ મોબાઈલનો ઉપયોગ કરવાનો નથી. લોકો જાતે જ સાવધાન થઈ જાય છે.
- સિંગાપુરમાં ચાલીને જતા હોય ત્યારે ફોન યુઝ ન કરવા માટે પીળા કલરના સ્ટીકર મારવામાં આવ્યા છે, જે રસ્તા પર ચાલતી વખતે ફોન યુઝ ન કરવા પર સૂચવે છે.
હજુ ઘણા એવા દેશ છે જેને પણ મોબાઈલના ઉપયોગ પર કોઈ નવી સીસ્ટમ બનાવી છે અથવા તો રસ્તામાં ચાલતી વખતે કે પછી ડ્રાઈવિંગ વખતે મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ જાહેર કર્યો છે. આ લેખ વાંચ્યા પછી આપણને આવું થાય કે અતિ મોબાઈલ વપરાશ કરવાની નીતિ ભારતમાં સિવાય અન્ય દેશમાં પણ જોવા મળે છે.
અવનવી માહિતી આંગળીના ટેરવે મોબાઈલમાં જાણવા માટે “ફક્ત ગુજરાતી” ફેસબુક પેજ સાથે જોડાયેલા રહેજો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel