બોલીવૂડ સેલીબ્રીટીઓ એક નહીં પણ અનેકને તમે બ્લેક કપડામાં ઇવેન્ટ કે ફંક્શનમાં જોયા હશે. પણ આ પાછળનું કારણ ખબર છે? શા માટે બોલીવૂડની હસ્તીઓ બ્લેક કલરના કપડામાં વધુ જોવા મળે છે? આજના લેખમાં રસપ્રદ માહિતી જાણવા મળશે, તમે આ લેખને છેલ્લે સુધી વાંચવાનું ભૂલશો નહીં. ચાલો, જાણીએ બ્લેક કપડા પહેરવા પાછળનું કારણ…
ઘણા લોકો લાલ રંગને શુભ માને છે અને બ્લેક કલરને અશુભ માને છે પણ બ્લેક ઇસ નોટ અ કલર, ઈટ ઇસ અ ફીલિંગ. બ્લેક કલરને માણસ સાથે જોડાયેલી ફીલિંગ માનવામાં આવે છે. ગુડ પર્સનાલીટીથી લઈને કોન્ફિડેન્સ લેવલ સુધી બ્લેક કલર પરફેક્ટ છે. કોઇપણ કંપનીનું બ્રાન્ડીંગ હોય કે કોઇપણ સેલીબ્રીટી તેના ફોટોસમાં તમને ક્યાંય ને ક્યાંય બ્લેક કલરમાં જોવા મળે છે.
બોલીવૂડની સેલીબ્રીટીઓ રોજ નવીનતમ ફેશન ડીઝાઇનની કપડાની પેટર્ન કે જ્વેલરી જેવી હાઈ-પ્રોફાઈલ એસેસરીઝ યુઝ કરતી હોય છે. તે બધી એસેસરીઝ માટે બ્લેક કલરના આઉટફિટ હોટ લૂક આપે છે. અહીં તમને બોલીવૂડ સેલીબ્રીટીઓની અમુક તસ્વીરો પોસ્ટ કરી છે. જુઓ, બ્લેક કલરની ડિમાન્ડ કેટલી ઉંચી છે અને બોલીવૂડના સિતારા કેવા જગમગી રહ્યાં છે.
કોકટેલ બ્લેક :
કોકટેલ બ્લેક – એકસાથે એક થી વધુની મજા. એમ, કલરમાં પણ એવું જ છે. બ્લેક કલરને કોકટેલ કલર કહી શકાય. કોઇપણ પ્રકારની પાર્ટીમાં બ્લેક કલર અલગ જ ચમક આપે છે.
ધાર્મિક ઉદારહણ :
આપણે વડીલોના મોઢે ઘણીવાર સાંભળ્યું છે કે બ્લેક કલર નજર લાગવાથી બચાવે છે. આ પાછળનું કારણ બ્લેક કલર છે. ધાર્મક રીતે પણ જોઈએ તો બ્લેક કલર નજર લાગવાથી બચાવે છે.
ખૂબસુરતી દેખાવ :
બ્લેક કલરની પસંદ ઘણા બધા લોકોની હોય છે કારણ કે બ્લેક કલરના કપડામાં કોઇપણ માણસ ખૂબુસુરત દેખાય છે. સ્ટાઇલીશ કપડા હોય કે ટ્રેડીશનલ – પણ બ્લેક કલર શરીરને ગજબની રોશની જેવી ચમક આપે છે.
સ્કીન સાથે મેચિંગ :
બ્લેક કલરના કપડા શ્યામ રંગના લોકોને પણ સારા લાગે છે અને સ્કીન ટોન વ્હાઈટ હોય તેવા લોકોને પણ સારા લાગે છે. આવા અનેક કારણો છે, જેના કારણે સેલિબ્રીટીઓ અન્ય કલર કરતા બ્લેક કલરને વધુ પસંદ કરે છે.
તો આ લેખ વાંચ્યા પછી તમને સમજાયું હશે કે સેલિબ્રીટીઓ શા માટે વધુ બ્લેક કપડામાં જોવા મળે છે. આશા છે કે આ લેખ આપ સૌ ને પસંદ આવ્યો હશે. આવી અન્ય રસપ્રદ માહિતી જાણવા માટે ફેસબુક પેજ ફક્ત ગુજરાતી સાથે જોડાયેલા રહેજો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel