તમે વીમો તો લઈ લીધો પણ એક્સીડેન્ટ થાય ત્યારે શું કરવાનું એ જાણો છો? સેવ કરી લો આ માહિતીને…

નવા મોટર વ્હીકલ એક્ટમાં ગાડીનો વીમો હોવો ફરજીયાત છે. વીમાનો કાગળ સાથે રાખવો પણ જરૂરી છે. હાલ ત્યારે મોટાભાગના લોકોએ વીમા પ્લાન ખરીદી લીધો છે પણ રોડ એક્સીડેન્ટ વખતે વીમો ક્યારે અને કેવી રીતે કામ આવે એ ખબર હોતી નથી. તો આ લેખને ધ્યાનથી વાંચી લેજો એટલે આ માહિતીની જાણકારી તમને મળી જાય.

ગાડી સાથે કોઈ દુર્ઘટના થાય ત્યારે શું કરવું?

  • જો ગાડીનો વીમો લીધેલ હોય તો રોડ એક્સીડેન્ટ થાય ત્યારે સામેવાળા વ્યક્તિ સાથે કોઈ ઝઘડો કે લાંબી ચર્ચા કરવી એ કરતા વીમા કંપનીમાં ક્લેમ કરી દેવો જોઈએ. સામેવાળા વ્યક્તિ સાથે કોઈ પ્રકારનો પૈસાનો વ્યવહાર કરવો નહીં. કદાચ એવું કરવાથી નુકસાન પણ થઈ શકે છે.
  • ગાડીને લગતા કાગળો સાથે હોય તો વધુ સારું રહે અને પોલીસને આ બધા કાગળો રજુ કરી દો.
  • એક્સીડેન્ટ થાય ત્યારે બધી વિગતો તરત જ વીમા કંપનીને જણાવી દો એટલે તમારા પર કોઈ પ્રકારની જવાબદારી નહીં આવે.
  • હંમેશા ડ્રાયવીંગ લાયસન્સ સાથે રાખવું જરૂરી છે. નહીંતર વીમો પાસ થવાની કોઈ ગેરેંટી હોતી નથી.
  • ખુદની લાપરવાહીથી થયેલા એક્સીડેન્ટમાં વીમો ક્લેમ મળે એવી ઓછી આશા હોય છે પણ વીમા કંપનીને જાણ કરવી જરૂરી છે.
  • કોઈ માણસ ઘાયલ થયું હોય તો પહેલા એની મદદ કરો અથવા કોઈનું મૃત્યુ થયું હોય તો તેના પરિવારના લોકોને જાણ કરો.
  • કોઈ વ્યક્તિની સાથે હોસ્પિટલ સુધી જવામાં પણ કોઈ તકલીફ પડતી નથી એટલે એક્સીડેન્ટ સમયે મદદ કરવી જોઈએ.

વીમો લેતી વખતે ખાસ પૂછી લેવું

  • ગાડી માટે જે કંપનીનો વીમો લો એ પહેલા ક્લેમ વખતની શરતો કેવી રીતે છે એ પૂછી જેવું જરૂરી છે અને એથી વિશેષ કેટલા ટકા વળતર મળે છે એ પણ જાણી લેવું જરૂરી છે.
  • વીમા કંપની કેટલું વળતર ચૂકવશે એ ગાડીના પ્રકાર પર આધાર રાખે છે એટલે એ જાણી લેવું પણ એટલું જ અગત્યનું છે.
  • ગાડીમાં પ્લાસ્ટિક કે ધાતુના નુકસાન થાય ત્યારે કેટલું વળતર મળે છે એ ટકાવારી અને છૂપી શરતો વિશે જાણકારી મેળવી લેવી.

આશા છે આ લેખ તમને પસંદ આવ્યો હશે. આપણા મિત્રો સાથે આ માહિતીને શેયર કરો જેથી મહત્વની માહિતી મળી રહે. એ સાથે “ફક્ત ગુજરાતી” ફેસબુક પેજને લાઈક કરવાનું ભૂલશો નહીં.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Comment