ભરપેટ ખાધા પછી પણ વજન ઓછું કરવું છે, જાણી લો આ ચમત્કાર

આજકાલ દરેક લોકો પોતાના વધતા વજનના કારણે ખૂબ જ પરેશાન થઈ જાય છે અને વધુ ઓછું કરવા માટે આપણે ઘણા બધા અલગ અલગ ઉપાયો પણ અપનાવીએ છીએ જે આપણાથી થઈ શકે અને તેની માટે આપણે સ્ટ્રીક ડાયટથી લઈને હેવી વર્કઆઉટ પણ સામેલ કરી દઈએ છીએ. તેમ છતાં વજન ઓછું કરવું કોઈ બાળકના રમતની વાત નથી.

આપણે ઘણી બધી કોશિશ કરીએ છીએ પરંતુ આપણને જેવું રિઝલ્ટ જોઈએ છીએ તેવું મળતું નથી ભારતના ખૂબ જ મશહૂર ન્યુટ્રિશિયન એક્સપર્ટ નિખિલ વત્સ જણાવે છે કે અમુક મસાલા નું સેવન કરવાથી પણ આપણા પેટની ચરબીને ઓછી કરી શકાય છે. આ મસાલાનો ઉપયોગ આપણે લગભગ ટેસ્ટ વધારવા માટે કરતા હોઈએ છીએ, પરંતુ તેમાં ઘણા બધા આયુર્વેદિક ગુણ પણ જોવા મળે છે જે આપણા સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ફાયદાકારક છે.

જીરુ

જીરા નો ઉપયોગ આપણે શાકભાજી બનાવવા માટે તથા સ્વાદ વધારવા માટે કરતા હોઈએ છીએ, આ મસાલાનું સેવન કરવાથી ઇન્સ્યુલિન સેન્સિટીવીટી માં બદલાવ આવવા લાગે છે, અને તેમાં ઉપસ્થિત ફાઈટોસ્ટેરોલ્સની મદદથી ખરાબ કોલેસ્ટ્રોલ ને ઓછું કરી શકાય છે. જો તમે વજન ઓછું કરવા માંગો છો તો તમે જીરાના પાણીનો સેવન કરી શકો છો, અથવા તો દહીં કે છાશમાં જીરું પાવડર ઉમેરીને તેનું સેવન કરવાથી પણ ફાયદો થાય છે.

હળદર

હળદર વગરના કોઈ વાનગીમાં સ્વાદ આવે છે અને ન કોઈ કલર આવે છે તેનું સેવન કરવાથી શરીરમાં થયેલી બળતરા ઓછી થઈ જાય છે, અને તેની સાથે સાથે જ ઘણા બધા ઝેરી પદાર્થ પણ બહાર નીકળે છે, આ મસાલાની મદદથી મેટાબોલિઝમને આપણે રેગ્યુલર કરી શકીએ છીએ, અને તે વજન ઓછું કરવા માટે ખૂબ જ જરૂરી છે તેની માટે તમે હળદરવાળા દૂધનું સેવન પણ કરી શકો છો.

કાળા મરી

કાળા મરી ખાવાથી વધતી ચરબીની પ્રોસેસ ઘણા હદ સુધી ઓછી થઈ જાય છે અને તેના જ કારણે પેટ તથા કમળમાં ચરબી જમા થતી નથી, તેથી જ તમારે કાળા મરીની ચા જરૂરથી પીવી જોઈએ તેની સાથે જ સલાડ અથવા તો બાફેલા ઈંડામાં પણ તમે તેનો પાવડર છાંટીને ખાઈ શકો છો.

તજ

તજ પેટ અને કમરની ચરબી ને ઓછી કરવા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે તે સુગરને ફ્લેટમાં બદલવાથી રોકે છે, અને તેના જ કારણે બેલીફેટ જમા થતી નથી, તેની માટે તમે તજને દૂધમાં ઉમેરીને તેનું સેવન કરી શકો છો.

અહીં આપેલ જાણકારી સામાન્ય જાણકારી ઉપર આધારિત છે તેને અપનાવતા પહેલા જરૂરથી ડોક્ટરની સલાહ લેવી.

1 thought on “ભરપેટ ખાધા પછી પણ વજન ઓછું કરવું છે, જાણી લો આ ચમત્કાર”

Leave a Comment