શ્રાવણ મહિનાના સોમવારના વ્રત દરમિયાન તમે પી શકો છો આ 4 ડ્રિંકસ, નહી આવે નબળાઈ

Image Source

શ્રાવણના સોમવારમાં વ્રત રાખી રહ્યા છો તો તમારે તમારા ખાણી-પીણીનું ખાસ ધ્યાન રાખવું પડશે. જો તમે તમારી ખાણી પીણી પર ધ્યાન આપતા નથી તો નબળાઈ આવી શકે છે. અહી જુઓ શ્રાવણના વ્રતમાં ક્યાં પીણા પીવા તેના વિશે.

શ્રાવણનો આજ એટલે 18 જુલાઈએ પહેલો સોમવાર છે. આ દિવસે મહિલાઓ વ્રત રાખે છે. આ વ્રતને દરેક લોકો પોતાની રીતે રાખે છે. ઘણા લોકોને વ્રત રાખવાની ટેવ હોતી નથી ત્યારે તે લોકોને નબળાઈ આવવા લાગે છે. આવી સ્થિતિમાં અહી 4 પીણા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને તમે વ્રત દરમિયાન પી શકો છો. આ પીણાને પીવાથી તમને નબળાઈ આવશે નહિ.

જ્યુસ

વ્રત દરમિયાન તમે ઘરમાં તાજુ જ્યુસ કાઢીને પી શકો છો. તે કોઈ પણ ફળનું બનાવી શકો છો. જેમ કે, સફરજન, એલન , મોસંબી અથવા સંતરાનું. સંતરા નું જ્યુસ પીવાથી તમને રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ મળશે. શ્રાવણ માસના સોમવારે તમે આ જ્યૂસ પી શકો છો.

શાકભાજીનો રસ

તમારે આ રસને બનાવવા માટે દહીં, કાકડી અને ટામેટાની જરૂર પડશે. તેને બનાવવા માટે દહીંમાં પેહલા સરખી રીતે પાણી નાખી મિક્સ કરો અને પછી તેમાં બારીક સમારેલ કાકડી અને ટામેટા નાખો. તેમાં સિંધવ મીઠું અને શેકેલું જીરું નાખીને પીઓ. કાકડીમાં પાણીની સારી માત્રા હોવાની સાથે તે વિટામિન અને પોટેશિયમથી ભરપુર હોય છે.

ફુદીનાનું પીણું

તેને બનાવવા માટે પાણીમાં ખાંડ ઉમેરો અને પછી ફુદીનાના પાન અને લીંબુની સ્લાઈસ નાખો અને તેમાં ઠંડુ પાણી નાખો. તમે જો વ્રતમાં પીણા પીઓ છો તો તેમાં ફુદીનો ઉમેરી શકો છો. ચોમાસામાં ગરમીથી રાહત મેળવવા માટે તમે આ પીણું પી શકો છો. તે તમને હાઈડ્રેટેડ રાખવામાં મદદ કરશે.

નારિયેળ પાણી

શરીર માટે સૌથી સારા પીણામાંથી એક છે નારિયેળ પાણી. તે શરીરમાં પ્રવાહી પદાર્થની ઉણપ થવા દેતું નથી. પોતાને હાઈડ્રેટ કરવા માટે તમે આ પીણાને પી શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

 

1 thought on “શ્રાવણ મહિનાના સોમવારના વ્રત દરમિયાન તમે પી શકો છો આ 4 ડ્રિંકસ, નહી આવે નબળાઈ”

Leave a Comment