ફક્ત 999 રૂપિયામાં બુક કરાવી શકસો આ આલીશાન બાઇક, ડ્રાઇવીગ લાયસન્સ વગર ચલાવી શકશો.

Image Source

પેટ્રોલની વધતી કિંમતોએ બાઇકર્સના માથે પણ ભાર મૂક્યો છે, તેથી જ હવે નવા ટુ વ્હીલર ખરીદનારાઓ વધુને વધુ ઇલેક્ટ્રિક વાહનો તરફ વળ્યા છે. જો કે ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર સેગમેન્ટમાં બાઇકની સંખ્યા ઓછી છે, પરંતુ એવા ઘણા મોડલ છે જે આર્થિક તો છે જ સાથે સાથે તેમની રનિંગ કોસ્ટ અને ડ્રાઇવિંગ રેન્જ પણ ઘણી સારી છે. આજે આ લેખમાં અમે તમને હૈદરાબાદ સ્થિત એટ્યુમોબાઈલની Atum 1.0 ઈલેક્ટ્રિક બાઇક વિશે જણાવીશું જે તમને ખૂબ ઓછા ખર્ચે સારી ડ્રાઈવિંગ રેન્જ આપે છે.

આ બાઇકને રેટ્રો-મોર્ડન દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે અને આની ખાસ વાત એ છે કે આને સિટી રાઈડ માટે તૈયાર કરવામાં આવી છે. આ બાઇક માટે છેલ્લા ત્રણ વર્ષની મહેનત અને રિસર્ચ છે. આ બાઇકને બજારમાં લાવતા જ સફળ થઈ છે. જો કે લોન્ચ પછી બાઇકની કિમત બહુ ઓછી  રાખવામાં આવે છે. પણ તમને જણાવી દઈએ કે હમણાં આ બાઇકની કિમટ 74999 રિપિયા નક્કી કરવામાં આવે છે. તમે ફક્ત 999 રૂપિયા આપીને કંપનીની આધિકારિક વેબસાઇટથી બુક કરાવી શકશે.

Image Source

કંપનીએ આ બાઇકમાં 48V, 18.6 Ah કેપેસિટીના પોર્ટેબલ લિથિયમ બેટરી પેકનો ઉપયોગ કર્યો છે, જે તમને ફ્યુઅલ ટાંકીની નીચે જોવા મળે છે. કંપનીએ તેની બેટરીને મેટલ બોક્સની અંદર રાખી છે જે સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ બાઇકમાં 250 W પાવરની ઇલેક્ટ્રિક મોટર છે, જેની ટોપ સ્પીડ 25 કિમી પ્રતિ કલાક છે અને કંપનીનો દાવો છે કે આ બાઇક સિંગલ ચાર્જમાં 100 કિમી સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપે છે. આ બાઇકની બેટરીને ફુલ ચાર્જ થવામાં 3.5 કલાકનો સમય લાગશે અને કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, બેટરીને ફુલ ચાર્જ કરવા માટે જેટલી વીજળીનો વપરાશ થાય છે તેની કિંમત લગભગ 7 થી 10 રૂપિયા હશે.

એટમ 1.0ને ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓટોમેટિવ ટેકનોલોજી દ્વારા કહેવામાં આવ્યું છે. આ એક લો-સ્પીડ વાહન છે અને તેની સ્પીડને 25 કિલોમીટર પ્રતિ કલાક સુધી સીમિત કરવામાં આવી છે. એટલે તેને રજિસ્ટર્ડ કરવાની જરૂરત નથી અને જે આ ગાડી ચલાવે છે તે વ્યક્તિને ડ્રાઈવિંગ લાયસન્સ વગર પણ ચલાવી શકશે.

કંપની આ બાઇકના ઇલેક્ટ્રિક મોટર પર બે વર્ષ અને બેટરી પર ત્રણ વર્ષની વૉરંટી આપવામાં આવે છે. કંપનીનું કહેવું છે કે આની રનિંગ કોસ્ટ ખૂબ વધારે છે. તેને સામાન્ય પેટ્રોલ બાઇકની જેમ રેગ્યુલર સર્વિસ કરવાની પણ જરૂરત પડતી નથી. તમે બાઇકમાં 14 લિટરનું સ્ટોરેજ મેળવશો એ આનું ગ્રાઉન્ડ ક્લીયરન્સ પણ ખૂબ સારું છે જેઠીતમે દરેક પ્રકારના રસ્તા પર આ બાઇક ચલાવી શકશો. બાઇકનું વજન ઓછામાં ઓછું રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તેનાથી તેને ખૂબ સારી રેન્જ મળે છે. આ બાઇક લગભગ બધી જ ઉમરના લોકો કરી શકે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment