આપણી જીવન શૈલી હાલમાં એવી થઈ ગઈ છે કે કામ પ્રત્યે વધારે ધ્યાન આપીએ છે. અને સ્વાસ્થ્ય પ્રત્યે 5 ટકા જેટલું પણ ધ્યાન આપણે નથી આપતા અને આજ કારણે અમુક સમયે આપણા વાળ પર તેની અસર જોવા મળતી હોય છે. ખાસ કરીને આપણા વાળ જુવની માંજ સફેદ થવા લાગે છે. તેના પાછળનું કારણ કે આપણા શરીરને યોગ્ય પ્રોટીન નથી મળી રહ્યા. વાળમાં મેલેનિન નામનું તત્વ રહેલું હોય છે. જે આપણા વાળને કાળા અને સુંદર રાખે છે. પરંતુ જ્યારે મેલેનિનનું પ્રમાણ આપણા શરીરમાંથી ઓછું થઈ જાય ત્યારે આપણા વાળને તેની અસર થાય છે.
ત્યારે આજે અમે તમને જણાવીશું કે તમે કે ઘરેલું ઉપચાર દ્વારા પણ તમારા વાળને સુંદર રાખી શકો છો. ત્યારે કયા ઉપાયો અજમાવીને તમે તામારા વાળ કાળા રાખી શકશો. આવો જોઈએ..
બ્લેક ટી
બ્લેક ટી ઉપયોગ આપણે મોટા ભાગે પીવામાં કરીએ છીએ. પરંતુ આપને જણાવી દઈએ કે બ્લેક ટીની મદદથી આપણે વાળ પણ સારા રાખી શકીએ છીએ. ચાને પાણીમાં ઉકાળીને તેને ઠંડી દવા દો. બાદમાં ચા પત્તી કાઢીને તમારા વાળામાં લગાવો…જો તમારા વાળ લાબાં છે તો ચાનું પ્રમાણ થોડું વધારે રાખજો. અને 2 કલાક બાદ તેને લગાવી રાખીને શેમ્પૂ કરજો.
ઋષિ જળ ઉપચાર
ઋષિ પત્તા દ્વારા પણ તમે તમારા વાળને પહેલા કરતા વધારે સારી રીતે સાચવી શકો છો. ઋષિ પત્તાને ગરમ પાણીમાં ઉકાળવાનું રાખજો. અને બાદમાં તે જ્યારે ઠંડુ થઈ જાય ત્યારે વાળમાં લગાવજો અને 2 કલાક સુધી તેને વાળમાં રહેવા દેજો. બાદમાં તેને શેમ્પૂ વડે ધોઈ કાઢજો..જો સપ્તાહમાં દરરોજ તમે આં કરશો તો તમારો વાળનો રંગ જરૂરથી પહેલા જેવો થશે.
નારીયેળ તેલ
નારીયેળ તેલને તમે લીંબુ સાથે લગાવીને રાખી શકો છો. અને ધીમે ધીમે તેની માલિશ તમે કરો. સાથેજ વાળના દરેક ભાગે નારીયેલ તેલ લગાવજો. અને બાદમાં એક કલાક સુધી વાળમાં તેલને રાખી મુકજો. અને પછી શેમ્પૂ દ્વારા વાળને ધોવાનું રાખજો. જો નીયમીત રીતે તમે તેલ લગાવાનું રાખશો તોજ તમને ફાયદો મળી રહેશે.
દૂધી પણ ફાયદાકારક
સુકાયેલી દૂઘીમાં નારીયેળ તેલ નાખજો. અને બાદમા તેને ત્રણ દિવસ સુધી તેલમાંજ રાખજો. ત્યારબાદ તેને તેલમાં ત્યા સુધી ઉકાળજો જ્યા સુધી તે કાળું ન થઈ જાય. અને ત્યારબાદ તેની માલિશ કરવાનું રાખજો. એક કલાક સુધી માલિશ કરવાનું રાખજો. અને બાદમા તેને શેન્પૂ વડે ધોઈ કાઢજો. આ ઉપચાર થોડોક કઠણ જરૂર છે, પરંતુ વાળ માટે ખુબજ ફાયદાકારક પણ છે.
દહી
દહીને આપણા વાળ માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે. દહીને તમારા વાળમાં લગાવ્યા બાદ તેની માલિશ કરજો. માલીશ કર્યા બાદ તેને રાખી મુકજો. જ્યારે વાળ સુકાઈ જાય ત્યારે તમે તેને શેમ્પૂ કરજો. અને શેમ્પૂ કર્યા પછી વાળ તમને પહેલા કરતા વધારે સારા અને સુંદર દેખાઈ આવશે. સાથેજ તમારા વાળ પહેલા કરતા પણ વધારે સ્મૂથ અને સિલ્કી રહેશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team