આંખની નીચેના ડાર્ક સર્કલ દૂર કરવાના ઘરેલુ અને આસન ઉપાય, જાણો સમગ્ર માહિતી

આજની ભાગદોડ વાળી જિંદગીમાં આપણે મોટા ભાગે કામ પ્રત્યે વધારે અને શરીર પ્રત્યે ઓચું ધ્યાન આપીએ છીએ. જેના કારણે આપણા શરીર પર તેની ગંભીર અસરો જોવા મળે છે. ખાસ કરીને આપણા ચેહરા પર આંખોની નીચે ડાર્ક સર્કલ પડી જતા હોય છે.

જેના કારણે ફેસનો ચાર્મ જતો રહે છે. અને પછી મોંધા પાર્લરોમાં જઈને લોકો ખર્ચો કરતા હોય છે. જોકે આજે અમે તમને જણાવીશું કે તમે પાર્લરમાં ગયા વગર પણ ઘરેલું ઉપચાર દ્વારા આંખની નીચેના ડાર્ક સર્કલ કેવી રીતે દૂર કરી શકશો…

માલિશ

જો તમારી આંખો પર ડાર્ક સર્કલ જમા થઈ ગયા છે. તો તમે નારિયેલનું તેલ અને બદામનું તેલ મિકસ કરીને એક કલાક સુધી તેની માલીક કર. આવું કરવાથી તમારા ડાર્ક સર્કલ ધીમે ધીમે ઓછા થતા જશે. જોકે તમારે નીયમીત રીતે માલિશ કરવી પડશે તોજ તમને ડાર્ક સર્કલથી છુટકારો મળશે.

આઈપેક

નારિયેળ પાણી, લુંબીનો રસ 1 ચમચી મલાઈ મિકસ કરીને તામારી આંખ પર લગવોય અને ઓછામાં ઓછું 20 મીનટ સુધી રાખીને તમારી આંખો ધોઈ કાઢજો. આવું નીયમીત રીતે કરવાથી એક ધીમે ધીમે તમારી આખ નીચેના ડાર્ક સર્કલ દૂર થશે. જોકે 20 મીનીટ રાખ્યા બાદ તેને પાણીથી ધોતા પહેલા દૂધથી એક વાર ધોવાની આદત પાડજો. જેથી કરીને તમને વધારે ફરક જોવા મળશે.

ટામેટા અને લીંબુ

ટામેટા અને લીબુંના રસને મીકસ કરીને તમારા ડાર્ક સર્કલ પર લાગાવાનું રાખો. તેના પાછળનું કારણ છે કે તેંમા ભરપૂર પ્રમાણમાં વીટામીન સી રહેલું હોય છે. જેના કારણે ધીમે ધીમે તમારા ડાર્ક સર્કલ ઓછા થતા જશે. કારણકે વીટામીન સીને કારણે આપણી સ્કીન ઉજળી થતી હોય છે. જોકે 20 મીનીટ રાખી મુક્યા બાદ તમે તેને નારીયેળ પાણીથી ધોવાનું રાખજો જેથી તમને વધારે ફરક દેખાશે.

કાચા બટાકા

કાચા બટાકાની એખ સ્લાઈસ તમારી આંખ પર મુકવાથી તમને આંખ પર ઠંડક અનુભવાશે. સાથેજ કાચા બટાકા તમારી સ્કીન માટે પણ ઘણી સારા હોયછે. કારણકે તેમાં ખાસ પ્રકારના પોષક તત્વો રહેલા હોય છે. અને તેના કારણે આપણી સ્કીન ઉજળી થતી હોય છે. જેથી જો તમને પણ આખની નીચે ડાર્ક સર્કલની પ્રોબ્લેમ છે. તો એક વાર જરૂરથી આ ઉપાય કરી જોજો.

હર્બલ ચા

તમે હર્બલ ચા પીધી હશે. પરંતુ આપને ખ્યાલ ન હોય તો જણાવી દઈએ કે હર્બલ ચા પીવાની સાથે સાથે તમારા સ્કીન માટે પણ તમે વાપરી શકો છે. જેમા તમે હર્બલ ચા ની આંખોના ડાર્ક સર્કલ નીચે માલીશ કરો છો. જેના કારણે તમારી સ્કીન ઉજળી થશે. અને તમારા ડાર્ક સર્કલ પણ દૂર થશે. જોકે નીયમીત રીતે માલીશ કરવાની રાખશો તોજ તમને ફરક દેખાશે…

મલાઈ

મલાઈ સૌથી બેસ્ટ ઓપશેન છે. કે જેના દ્વારા તમારા ડાર્ક સર્કલ દૂર થઈ શકે છે. કારણકે મલી ઠંડી હોય છે. અને તેમા એવા તત્વો રહેલા હોય છે  કે જેના કારણે આપણી સ્કીન પહેલા કરતા ઉજળી થાય છે. જેથી જો તમારા આંખ નીચે ડાર્ક સર્કલ છે. તો તમે પણ ખાલી મલાઈ તમારી આંખ નીચે લગાવી શકો છો. જો નીયમીત રીતે તમે મલાઈ લગાવશો તે એકના એક દિવસ તમને ફરક જરૂરથી જોવા મળશે

ઉલ્લેખનીય છે કે જો આપણે આપણી જીવનશૈલીમાં ખાવા પિવા પર વધારે ધ્યાન આપીએ તો આપણે આ બધા ઉપાય કરવાથી બચી શકીએ છીએ. સાથેજ રાત્રે સમયસર સુવાની આદત પાડીએ તો પણ આપણા ડાર્ક સર્કલથી આપણાને રાહત મળી શકે છે. કારણકે નીયમીત ખોરાક અને ઉંઘ ન લેવાને કારણેજ આપણાને આખની નીચે ડાર્ક સર્કલ થતા હોય છે….

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: Ronak Bhavsar

Leave a Comment