પુલવામાં થયેલા હુમલાની તસવીરો હજુ દિમાગમાં ફરતી રહે છે અને એ સાથે જવાનની શહીદી પર તેના ઘરની જે પરિસ્થિતિ હતી એ હજુ યાદ આવે છે. ત્યારે આંતકવાદી સંગઠન ફરી છબકલા કરવાથી ડરતું ન હોય એવું લાગી રહ્યું છે. કાશ્મીરમાં ફરી મોટરસાયકલ પર આવેલા આંતકીઓએ હુમલો કર્યો હતો. એ દમિયાન ૬ જેટલા પોલીસકર્મી જવાન શહીદ થયા હતા.

બુધવારના દિવસે થયેલા આંતકવાદી હુમલા દરમિયાન ધાયલ થયેલા SHO અરશદ ખાને જિંદગીની અંતિમ પળો માણીને આ દુનિયાથી દૂર થયા હતા. અરશદ ખાને રવિવારના દિવસે શ્વાસ છોડ્યા હતા. તેના પાર્થિવ દેહને અંતિમ સંસ્કારની વિધિ માટે લાવવામાં આવ્યો ત્યારે માહોલ એકદમ ગંભીર બન્યો હતો. અતિમ સંસ્કારમાં આવેલા બધાની આંખો, આંખના પાણીથી ભીની થઇ ગઈ હતી.

અરશદ ખાનની બહાદુરીને લોકોએ હદયથી બિરદાવી હતી. અંતિમ સંસ્કાર સમયે શ્રીનગરના એસએસપી ડો. એમ હસીબ મુગલ તેના દીકરાને ગોદમાં ઉઠાવી પિતા માફક પ્રેમ આપી રહ્યા હતા. હસીબ મુગલનો ભાવુક ચહેરો જોઇને આ સ્થિતિનો અંદાજો લગાવી શકાય એમ છે. અશરદ ખાનના દીકરાને એકદમ ભાવુક થઈને તેને ગળે લગાવી લીધો હતો. આંખમાંથી આંસુ રોકી ન શકાય એવી સ્થિતિ થઇ હતી.

અંતિમ સંસ્કારની વિધિ દરમિયાન પોલીસ કર્મીઓ પણ હાજર રહ્યા હતા અને એ બધાએ અરશદ ખાનને સલામી આપી હતી. બધાએ મનોમન એવી સ્થિતિ મહેસૂસ કરી કે, દુનિયામાંથી જાણે કોઈ સિતારો ખરી પડ્યો હોય. ત્યાં હાજર પોલીસ કર્મીઓની આંખ પણ આંસુથી છલકી ઉઠી હતી.

અરશદ ખાનની શહીદીની માહિતી જણાવીએ તો, ૧૨ જુનના દિવસે મોટરસાઈકલમાં પર આવેલા શખ્સોએ આંતકી હુમલો કરી દીધો હતો; એ હુમલા દરમિયાન અરશદ ખાન શહીદ થયા હતા; તેની સાથે અન્ય ચાર જવાન પણ શહીદ થયા હતા. છેલ્લે હુમલાનો ભોગ બનેલા જવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં શહીદ જવાનની સંખ્યા વધીને કુલ ૬ થઇ ગઈ હતી. અરશદ ખાન કાશ્મીરમાં ડયુટી કરનાર પોલીસ અધિકારી હતા.

આંતકવાદીઓએ કાશ્મીરના અનંતબાગ બસ સ્ટેન્ડ પાસે હુમલો કર્યો હતો. એ હુમલામાં જ સીઆરપીએફના ૫ જવાન શહીદ થયા હતા. શહીદ થયેલા બધા જવાનમાં અરશદ ખાન સૌથી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. હુમલા બાદ તેને એમ્બ્યુલન્સ દ્વારા ઝડપથી AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પણ તેને બચાવી શકાય એવી સ્થિતિ ન રહેતા તેને જિંદગીના પ્રાણ છોડ્યા હતા. છાતીમાં લાગેલ ગોળી એટલી ગંભીર હતી કે તેને બચાવવા મુશ્કેલ બન્યા હતા.

આંતકવાદી સંગઠનો હજુ કાર્યરત છે, જે અવારનવાર ભારતના જવાનો પર હુમલા કરતા રહે છે. પુલવામાં થયેલા હુમલાનો દિવસ હજુ ભૂલ્યા નથી ત્યાં ફીરીથી આ હુમલાએ ભારતવાસીના હદયને ઠોકર આપી છે. આવી ક્ષણો હંમેશા દર્દનાક બને છે કે જેમાં શહીદ થયેલા જવાનના ઘરમાંથી એક સભ્ય કાયમી માટે છીનવાઈ જાય છે. આ દેશની સમસ્યા બનીને રહી ગયેલ સ્થિતિ છે જેમાં હંમેશા સુરક્ષાદળના જવાનો ભોગ બને છે. આજે નહીં તો કાલે અને કાલે નહીં તો આવનારા સમયમાં – આંતકવાદી સંગઠનોને જળમુળથી નાબૂદ કરવા પડશે એ જરૂરી બનશે. ચાલો, આપણે સૌ અરશદ ખાનની શહીદી માટે દિલથી બોલીએ…”જય જવાન – મેરા ભારત મહાન..”
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel