શાંતિપૂર્ણ અને મોજ-મસ્તી ભરેલા એક રિફ્રેશિંગ વિકેન્ડ કોણ નથી ઇચ્છતું, જો તમે પણ એક એવા વિકેન્ડની ઈચ્છા રાખો છો, ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા છો તો અમે તમારા માટે લઈને આવ્યા છીએ મજેદાર એડવેન્ચર ડેસ્ટિનેશનની જાણકારી, જ્યાના પહાડોની સુગંધ અને વાતાવરણની મજા તમને સંપૂર્ણ રીતે તાજગી સભર બનાવશે.
ખરેખર, અમે વાત કરી રહ્યા છીએ મહારાષ્ટ્રની. મહારાષ્ટ્રમાં આવેલ મહાબળેશ્વર પ્રવાસીઓ વચ્ચે ઘણું પ્રખ્યાત છે. સમુદ્રતટથી 1353 મીટરની ઊંચાઈ પર હોવાને કારણે આ સ્થળ પણ વધારે આકર્ષણનું કેન્દ્ર બની ચૂક્યું છે. આ સ્થળ સાથે ઘણા બધા ઇતિહાસની સાથે ખૂબ સુંદર દ્રશ્યો પણ જોડાયેલા છે. મહાબળેશ્વરમાં ઘણા એવા સ્થળ છે જેને જોયા વગર આ સ્થળના પ્રવાસને પૂરો માનવામાં આવતો નથી. જેમાં સૌથી પેહલા મૈપ્રો ગાર્ડનનું નામ આવે છે.
મૈપ્રો ગાર્ડન
મૈપ્રો ગાર્ડન મહાબળેશ્વર થી 11 કિલોમીટરના અંતરે આવેલું છે. આ સ્થળ પર તમારે ઓછામાં ઓછી એક વાર તો જરૂર જવું જોઈએ. આ સ્થળ તેના સ્ટ્રોબેરી ઉત્પાદન માટે પ્રખ્યાત છે, પરંતુ તેમાં ઘણા પ્રકારના ચોકલેટ, સ્કવૈશ, ક્રશ પણ ઘણુ બધુ છે. અહીં ચોકલેટની ફેકટરીની સાથેજ, એક નર્સરી પણ છે, જેમાં મોટી સંખ્યામાં ફૂલ છોડ છે.
લિંગમાળા ધોધ
આ ધોધ ખૂબજ સુંદર સ્થળોમાંથી એક છે. મહાબળેશ્વર બસ સ્ટેન્ડથી 6 કિલોમીટરના અંતરે આવેલો આ ધોધ સમુદ્રતટથી 1278 મીટરની ઊંચાઈ પર આવેલ છે. આ સુંદર ધોધ તેની સુંદરતાને કારણે ખૂબ પ્રખ્યાત છે. ચોમાસામાં આ સ્થળ ખૂબ સુંદર લાગે છે.
વેન્ના તળાવ
આ સ્થળ બસ સ્ટેન્ડથી 3 કિલોમીટરના અંતરે આવેલું છે. આ તળાવ લોકો દ્વારા બનાવવમાં આવી છે. જે 28 એકર ક્ષેત્ર માં ફેલાયેલ છે. તેનો સર્કમફ્રેંશ લગભગ 7 થી 8 કિલોમીટર છે. સુંદર લીલાછમ વાતાવરણથી ઘેરાયેલું આ સ્થળ જોવામાં ખૂબ આકર્ષિત લાગે છે. બાળકો માટે કેટલીક સવારી જેમકે મેરી-ગો-રાઉન્ડ, ટોય ટ્રેન પણ છે.
પંચગીની
આ સ્થળ સુંદર પહાડો અને પ્રાકૃતિક સુંદરતાથી ઘેરાયેલ છે. મહાબળેશ્વરથી 18 કિલોમીટર ના અંતરે આવેલા આ સ્થળ પર તમે નદીની યાત્રા કરી શકો છો. અહીંના નાના ગામમાં પણ ફરી શકો છો. તેમ કેહવામાં આવે છે કે આ સ્થળ સંપૂર્ણ રીતે પ્રકૃતિની સુંદરતાથી ઘેરાયેલું છે
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “શું તમે એક શાંતિપૂર્ણ વિકેન્ડ ઈચ્છો છો!!! તો આ ડેસ્ટીનેશન માટે એક ટ્રીપ પ્લાન કરો”