વર્ષો વર્ષોથી શ્રાવણ મહિનાનો મહિમા અપરંપાર છે. વેદમાં પણ આ માસને ‘પવિત્ર’ ગણવામાં આવ્યો છે. ભક્તો દ્વારા શિવને પ્રસન્ન કરવા માટેનો આ મહિનો વિશેષ મહત્વ ધરાવે છે. ત્યારે જાણીએ રાશિ મુજબ શિવની પૂજા કઈ વસ્તુ દ્વારા કરવી જોઈએ…
(૧) મેષ

મેષ રાશિના જાતકોએ મધ અને દૂધથી અભિષેક કરવો જોઈએ. તેમજ લાલ ચંદન અને લાલ રંગના ફૂલ ચડાવવા જોઈએ.
(૨) વૃષભ

વૃષભ રાશિના જાતકોએ દહીંથી શિવજીનો અભિષેક કરવો જોઈએ. શિવની સ્તુતિ દરરોજ ગાવી તેમજ શિવના નામની ત્રણ માળા કરવી.
(૩) મિથુન

શેરડીના રસનો અભિષેક કરવાથી આ રાશિના જાતકોને લાભ થાય છે. ‘ઓમ નમ: શિવાય’ ના જાપ કરવા.
(૪) કર્ક

આ રાશિના જાતકોએ ભાંગ, સાકાર મિશ્ર કરેલ દૂધ શિવલિંગ પર ચડાવવું. આંકડાના ફૂલ શિવના ચરણોમાં અર્પણ કરવા.
(૫) સિંહ

કરેણ અને કેવડાના દૂલથી શિવજી ખુશ થઇ જશે. ચંદનનો લેપ શિવલિંગ પર કરવો તેમજ દૂધ સાથે કાળા તલ ચડાવવા.
(૬) કન્યા

આ રાશિના જાતકોએ પાણીનો અભિષેક કરવો તેમજ ઓમ નમ: શિવાયના ૧૦૧ વખત જાપ કરવા.
(૭) તુલા

અતર, ગાયનું ઘી, સાકરવાળું દૂધ શિવને ચડાવવું. મીઠાઈનો ભોગ ધરવો. સાથે ગરીબ લોકોને શક્તિ મુજબનું દાન કરવું.
(૮) વૃશ્વિક

મધ અને પાણીનું મિશ્રણ કરીને જળાભિષેક કરવો. સુખડનો લેપ શિવલિંગને કરવો. કોઈ મીઠી આઇટેમ બાળકોને વહેંચવી.
(૯) ધન

પંચામૃતજથી શિવલિંગને નવડાવવી પછી શુદ્ધ જળધારથી શિવલિંગને અભિષેક કરવો. આસન ઉપર બેસીને પૂજા કરવી. મહાદેવને લીલું નાળીયેર ધરવું.
(૧૦) મકર

તેલનો દીવો કરવો. ઘી, સાકાર, મધ દૂધમાં ઉમેરી દૂધ અને પાણીનો અભિષેક કરવો. પેંડાની પ્રસાદી પણ કરી શકાય.
(૧૧) કુંભ

સરસવના તેલથી શિવજીને અભિષેક કરવો. પાણીમાં સહેજ ગુલાબજળ ઉમેરી શિવને ચડાવવું.
(૧૨) મીન

કેસરનું પાણી ચડાવવું અથવા કેસરનું દૂધ ચડાવવું. સુગંધીદાર અગરબતી કરવી અને મહાદેવને અતર ચડાવવું.
રાશિ અનુસાર પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવની પૂજા કરવામાં આવે તો દેવોના દેવ મહાદેવ ભક્તોને સુખ-સમૃદ્ધિ-પ્રતિષ્ઠા-સાહસ આપે છે. ભગવાન દયાળુ છે, પણ આપણી ભક્તિમાં શુદ્ધ ભાવ હોવો જોઈએ.
એ સાથે “ફક્ત ગુજરાતી”ના ફેસબુક પેજ સાથે તમે જોડાયેલા રહેજો. અહીં તમને રોચક માહિતી જાણવા મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel