દુનિયાના પ્રખ્યાત મ્યુઝીશિયન એ. આર. રહેમાનની જિંદગીમાં એક ચમત્કાર થયો એટલે તેને ધર્મપરિવર્તન કરી લીધું…

એક એવા મ્યુઝીશિયન જેના ગીતોને આજે પણ લોકો પસંદ કરે છે. તેના ગીત જેટલી વખત સાંભળો એટલી વખત સાંભળતા જ રહીએ તેવો ભાવ જાગે એવા મહાન-મશહૂર મ્યુઝીશિયન એ. આર. રહેમાન બહુ ચર્ચામાં છે. ફિલ્મી જગતમાં સુપરહિટ સંગીત આપીને રહેમાને દુનિયામાં નામ બનાવ્યું છે.

એવી રીતે હમણાં સ્લમડોગ મીલીનેયરના ૧૦ વર્ષ પૂરા થયા ત્યારે એક ઇવેન્ટ રાખવામાં આવી હતી. તેમાં રહેમાનની દીકરી “ખાતીજા” પણ આવી હતી. ત્યારે ઇવેન્ટ દરમિયાન ખાતીજા બુર્ખો પહેરીને દેખાઈ હતી. તે ઇવેન્ટમાં સ્ટેજ પર તેના પિતાના કરિયર વિશે વાત કરતા તે ભાવુક થઇ ગઈ હતી. ખાતીજાના બુર્ખો પહેરવાના કારણે લોકોના ઘણા સવાલો મનમાં ઉઠ્યા હતા.

એ દરમિયાન રહેમાને સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર પોસ્ટ કરી હતી. જે ફોટામાં તેની પત્ની(સાયરા), બંને દીકરીઓ(ખાતીજા, રહીમા) સાથે દેખાઈ હતી. આ ફોટો નીતા અંબાણી સાથે હતો. એ દરમિયાન પણ ખાતીજાએ બુર્ખો પહેરેલો હતો. આ ફોટાથી રહેમાન જણાવવા માંગતા હતા કે, બુર્ખો પહેરવો કે નહીં? તે તેની મનસુબીની વાત છે. પણ લોકોએ રહેમાનને આ મામલે ઘણો ટ્રોલ કર્યો હતો. બીજી બાજુ ખુદ ખાતીજાએ પણ આ મામલે કહ્યું કે, “બુર્ખો પહેરવાની બાબતે તેને મજબુર કરવામાં આવી નથી. હું મારી મરજીથી બુર્ખો પહેરૂં છું.”

પણ બધામાં મુખ્ય વાત કરીએ તો રહેમાને તેમના કરિયર દરમિયાન બહુ જ સંઘર્ષમાંથી પસાર થવું પડ્યું હતું. તે દરમિયાન તેને ધર્મ પરિવર્તન પણ કરવું પડ્યું હતું. એ પણ લોકો જાણે છે. પહેલા રહેમાનનું નામ દિલીપ કુમાર હતું. રહેમાનની જિંદગીમાં થયેલા એક ચમત્કારને લઈને તેને ધર્મ બદલવો પડ્યો હતો. એક ઈન્ટરવ્યુમાં તેને આ બાબતનો સ્વીકાર પણ કર્યો હતો.

ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું, “મારી ‘માં’ હિન્દુ ધર્મને માનતી હતી પણ તેને સુફી સંત કરીમુલ્લાહ શાહ કાદરી પણ બહુ વિશ્વાસ હતો. જયારે ૨૩ વર્ષની ઉંમરમાં તેના બહેનની તબિયત ખરાબ થઇ ગઈ ત્યારે એક એવો ચમત્કાર થયો કે તેની તબિયત સુધરી ગઈ. એ સમયે રહેમાનનો પરિવાર એક ઇસ્લામિક ધર્મની જગ્યામાં ગયો હતો. તેને કારણે પરિવારને રાહત થઇ હતી. રહેમાને વધુ એ પણ કહ્યું, “આ વાતની અસર મારા પર એવી થઇ કે મેં ધર્મપરિવર્તન કરી લીધું અને ઇસ્લામ ધર્મ સ્વીકાર કરી લીધો.” પછી તો તેને ખુદનું નામ બદલાવીને અલ્લાહરખા રહેમાન રાખી લીધું. અત્યારે તે સિંગર કો એ. આર. રહેમાન તરીકે જાણીતા છે.

રહેમાનને એક હિંદુ જ્યોતિષે મુસ્લિમ નામ આપેલું છે. ત્યારથી રહેમાન નામને લોકો જાણતા થઇ ગયા. આ આખી વાસ્તવિક ઘટના છે જે રહેમાનની જિંદગી સાથે બની હતી.

ધર્મ કોઇપણ હોય, ઈશ્વર-અલ્લાહ કોઇપણ નામ કહો, છે તો બધા એક જ. જેને કોઈ “રામ” કહો છો એ જ અન્ય ધર્મમાં “રહીમ” છે. મતલબ કે રામ-રહીમ કંઈપણ કહો, ઈશ્વર તો એક જ છે. માણસોના ટોળા ભેગા થતા ગયા અને ધર્મના ફાટા થતા ગયા. બાકી માણસમાં એક જ ધર્મ આવે છે, જે છે માનવતાનો ધર્મ, કર્મનો ધર્મ. કર્મ જેનું ઉચ્ચું એ જ દુનિયામાં મહાન હોય છે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohil

Leave a Comment