સૂર્ય મંદિરો માત્ર કર્કવૃત્ત પર જ હોય છે એ માન્યતા ખોટી જ છે અને કાશ્મીરમાં પણ હિન્દુઓનું રાજ્ય હતું અને સૂર્યમંદિર પણ બનાવ્યું હતું એનો ઉત્તમનમુનો છે ——– માર્તંડ સૂર્યમંદિર

સૂર્ય મંદિરો બધાંજ કંઈ કર્કવૃત્ત પર નથી હોતાં એવું માનવમાં આવે છેકે સૂર્યની ગતિ કર્કવૃત ભણી થતી હોય છે  એટલે જ સૂર્યમંદિરો કર્કવૃત્ત પર બન્યાં છે !!!!

સૂર્યવંશી રાજાઓ અને ભગવાન સૂર્યની ઉપાસના એ આપણી ભારતીય સંસ્કૃતિનું એક ઉજળું પાસું છે સૂર્યની પૂજા અને સૂર્યને મહત્વ આપવાં  માટે જ આ સૂર્ય મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું છે  આવાં સૂર્ય મંદિરો કલાત્મક અને શિલ્પ સ્થાપત્યનાં ઉત્તમ નમૂનાઓ હોય છે  પ્રદેશ રાજ્ય કે દેશ ગમે તે હોય પણ મહત્વ સૂર્યદેવનું છે !!! આવાં અનેક  સૂર્યમંદિરો ભારતમાં છે  એમાં લોકો અનંતનાગનાં સૂર્ય મંદિર વિષે બહુજ ઓછું જાણે છે અને તે જોવાં બહુજ ઓછાં લોકો જોવાં જાય છે

આ મંદિર વિશિષ્ટ અને અનુપમ છે  આ માર્તંડ સૂર્યમંદિર વિષે જાણકારી મેળવવી બહુજ અગત્યની છે લોકોને માર્તંડ સૂર્યમંદિર વિષે માહિતગાર કરવાની જ હેતુ છે !!!!

માર્તંડ સૂર્ય મંદિર – અનંતનાગ

માર્તંડ સૂર્ય મંદિર જમ્મુ અને કાશ્મીર રાજ્યના અન્નાત્નાગ નગરમાં સ્થિત એક પ્રસિદ્ધ મંદિર છે  માર્તંડનું આ મંદિર ભગવાન સૂર્યને સમર્પિત છે. જ્યાં સૂર્યનાં પહેલાં કિરણની સાથે જ મંદિરમાં પૂજા-અર્ચનાનો દોર શરુ થઇ જાય છે. મંદિરની ઉત્તરી દિશામાંથી ખુબસુરત પર્વતોનો અદ્ભુત અને સ્વર્ગીય નજારો જોઈ શકાય છે. આ મંદિર વિશ્વનાં સુંદર મંદિરોની શ્રેણીમાં પણ પોતાનું આગવું સ્થાન બનાવી રાખેલું છે !!!

નિર્માણ

આ મંદિરનું નિર્માણ કર્કોટકવંશથી સંબંધિત રાજા રાજા લલિતાદિત્ય મુક્તાપીદ દ્વારા કરાવવામાં આવ્યું હતું  આ મંદિર સાતમી આઠમી શતાબ્દી પૂર્વેનું છે  આ મંદિર ઇસવીસન ૭૨૫ -૭૫૬ની વચ્ચે બન્યું હતું

વાસ્તુકલા

માર્તંડ સૂર્ય મંદિરનું પ્રાંગણ ૨૨૦ ફૂટ x ૧૪૨ ફૂટ છે  આ મંદિર ૬૦ ફૂટ લાંબુ અને ૩૮ ફૂટ પહોળું છે …… એનાં ચતુર્દિક લગભગ ૮૦ પ્રકોષ્ઠોનાં અવશેષ વર્તમાનમાં છે  આ મંદિરનાં પૂર્વ કિનારા પર મુખ્ય પ્રવેશ દ્વારનો મંડપ છે  એનાં દ્વારો પર ત્રિપાર્શ્વિત ચાપ (મહેરાબ) હતાં  જે  આ મંદિરની વાસ્તુકલાની વિશેષતા છે  દ્વાર મંડપ તથા મંદિરનાં સ્તંભોની વાસ્તુ-શૈલી રોમની ડોરિક શૈલીથી કેટલાક અંશે મળતી આવે છે !!! માર્તંડ મંદિર પોતાની વાસ્તુકલાને કારણે આખાં દેશમાં પ્રસિદ્ધ છે  આ મંદિર કાશ્મીરી હિંદુ રાજા ની સ્થાપત્ય કલાનો બહેતરીન નમુનો છે   કાશ્મીરનું આ મંદિર અહીંની નિર્માણ શૈલીને વ્યકત કરે છે  એનાં સ્તંભોમાં ગ્રીક સંરચનાનો પણ ઇસ્તેમાલ થયો છે
માર્તંડ સૂર્ય મંદિરનું નિર્માણ મધ્યકાલીનયુગમાં ૭મી આઠમી શતાબ્દીની વચ્ચે થયું હતું  જે હિંદુ ભગવાન સૂર્યને સમર્પિત છે !!! સૂર્ય રાજવંશના રાજા લલિતાદિત્યએ આ મંદિરનું નિર્માણ એક નાનકડા શહેર અનંતનાગ પાસે એક પઠાર ઉપર કર્યું હતું  એની ગણના લલિતાદિત્યનાં પ્રમુખ કાર્યોમાં કરવામાં આવે છે

એમાં ૮૪ સ્તંભો છે જે નિયમિત અંતરાલ પર રાખવામાં આવેલાં છે  આ મંદિર બનાવવા માટે ચૂનાના પત્રોની ચારે કોર ઈંટોનોઉપયોગ કરવમાં આવ્યો છે  જે  એ સમયના કલાકરોની કુશળતાને દર્શાવે છે  આ મંદિરની રાજસી વાસ્તુકલા એને અલગ જ બનાવે છે !!! બરફથી ઢંકાયેલા આ પહાડોની પૃષ્ઠભૂમિની સાથે કેન્દ્રમાં આ મંદિર આ સ્થાનનો કરિશ્મા જ કહેવાય છે !!! આ મંદિરમાંથી કાશ્મીર ઘાટીનું મનોરમ દ્રશ્ય પણ જોઈ શકાય છે !!!!

એવી કિવદંતી છે કે સૂર્યનાં પહેલાં કિરણ નીકળવા પર રાજા પોતાની દિનચર્યાની શરૂઆત સૂર્યમંદિરમાં પૂજા કરીને ચારો દિશાઓમાં દેવતાઓનું આવાહન કર્યા પછી જ કરતાં હતાં !!! વર્તમાનમાં  ખંડેરની શકલ ધારણ કરી ચુકેલાં આ મંદિરની ઊંચાઈ પણ હવે ૨૦ ફૂટ જ રહી ગઈ છે  મંદિરમાં તત્કાલીન વાસણો આદિ આજે પણ મોજુદ છે !!!

ઇલાકામાં જેવું સૂર્યનું પહેલું કિરણ પડે છે એવી જ મંદિરમાં પૂજા શરુ થઇ જાય છે  મંદિરનું સ્થાનીય મહત્વ તો છે જ પણ સાથે સાથે આ મદિર વિશ્વનાં સુંદર મંદિરોમાં ખાસ મહત્વ રાખે છે માર્તંડ મંદિર કાશ્મીરનાં દક્ષિણ ભાગમાં અનંતનાગથી પહેલગામ જવાનાં રસ્તામાં માર્તંડ ( વર્તમાન બગડીને બનેલાં મટન)નામક સ્થાન પર છે  આ મંદિરમાં એક મોટું સરોવર પણ છે …… જેમાં માછલીઓ પણ છે !!! એની સંભવિત નિર્માણ તિથિ સન ૪૯૦ -૫૫૫ રહી હશે !!!

ઊગતાં સૂર્યને તો સૌ કોઈ પૂજે છે …… તમેય પૂજો !!!  અહિયાં આપણા ઘરે નહીં તો ત્યાં જઈને પણ પૂજો….. આને જ કહેવાય છે  ——— આસ્થા અને શ્રદ્ધા !!!

ઓમ સૂર્યાય નમ :

———- જનમેજય અધ્વર્યુ

Leave a Comment