ચાર એરપોર્ટ જે એકદમ ડેન્જરસ છે – અહીંથી પ્લેનમાં બેશો તો ભગવાનને યાદ કરીને જ બેસવું

દુનિયાની સૌથી ક્રાંતિકારી શોધ એટલે – “વિમાન”. એક સમય ચાલીને કે ઘોડાગાડીમાં બેસીને સફર કરવાનો હતો, એ તો ચાલ્યો ગયો. હવે ઝડપી વિકસતા શહેરની પહેચાન એરપોર્ટ હોય છે. મોટા શહેરમાં ખૂબ જ વિશાળ જગ્યામાં પથરાયેલ હવાઈ અડ્ડા બનાવવામાં આવે છે.

તો આ જ માહિતીની સફર પણ વિમાની સફરની જેમ જાણવા જેવી જ છે. આજના આર્ટીકલમાં દુનિયાના સૌથી ભયાનક એરપોર્ટ વિશે વાત કરીશું. જે ખતરનાક અને મોતને ચકમો આપે તેમ છે. જે તમારા ધબકારાને વધારી શકે છે. તો જાણીએ દુનિયાના સૌથી ડેન્જરસ એરપોર્ટ ક્યાં – ક્યાં છે?

વિમાનને જમીન પરથી હવામાં ઉડાવવા અને હવામાંથી જમીન પર આવતી વખતે સૌથી વધુ ભય લાગે છે. એ બધી જવાબદારી વિમાનચાલક પાયલોટની હોય છે. ટેક ઓફ અને લેન્ડિંગ આ બંને કામમાં તેનો પરસેવો છુટી જતો હોય છે. વિમાનમાં સવાર યાત્રિકોની જાન અંતે તેમના હાથમાં હોય છે.

આખી દુનિયામાં એવી જગ્યાએ પણ એરપોર્ટ બનેલ છે, જ્યાં વિમાનને ઉડાવવું એટલે જીવને જોખમમાં મુકવા જેવું છે. માત્ર કારણ એ જ છે કે, પહાડી વિસ્તાર, બરફથી છવાયેલ રહેતા રોડ અને પાણીવાળી જગ્યા. આવી જગ્યાઓને કારણે પ્લેનને ટેક ઓફ અને લેન્ડીગમાં વધુ મુશ્કેલી આવે છે.

અમુક જગ્યાએ રન-વે એકદમ ટૂંકા છે. તો અમુક જગ્યાએ રન-વે બરફથી છવાયેલા રહે છે અને ઉપરથી ખરાબ વાતાવરણ વિમાનને ખતરામાં મુકે છે. તો આજે તમને એરપોર્ટની દિલ હચમચાવનારી માહિતી જણાવીએ.  

૧. લૂકા એરપોર્ટ (નેપાળ)

           ખાસ કરીને આ એરપોર્ટ માઉન્ટ એવરેસ્ટ પર ચડવાવાળા લોકો માટે જ બનેલ છે. અહીં એરપોર્ટનો ટૂંકો રન-વે હોવાથી પ્લેનને તરત જ ઉડાન ભરવી પડે છે. જેવો રન-વે પૂરો થાય કે તરત જ ૬૦૦મી. ઊંડી ખાઈ આવેલી છે. જેથી પરિસ્થિતિ ગંભીર બની જાય છે. તેથી જ તો આ એરપોર્ટ પર વિમાનને ચડવા કે ઉતરવા માટેની પાયલોટને ખાસ ટ્રેનીંગ આપવામાં આવે છે. નવા પાયલોટને બિલકુલ આ જગ્યાએ પ્લેનને ઉડાડવાની મનાઇ છે.

૨. અગાટી એરપોર્ટ ( લક્ષદ્વીપ, ઇન્ડિયા)

આ એરપોર્ટ સમુદ્રની બરોબર વચ્ચે બનેલ છે. માત્ર ૩૦મી. નાનો અને ૧૨૦૪મી. લાંબો રન-વે છે. નાના રન-વે પર લેન્ડિંગ કરવાનું બહું જોખમકારક કામ છે. જો સમય પર પ્લેન ઉભું ન રહે તો તે સીધું જ પાણીમાં જતું રહે છે. જે એક ભયંકર સમસ્યા છે.

૩. કોર્શવેલ એરપોર્ટ (ફ્રાન્સ)

આ એરપોર્ટનો રન-વે પણ દુનિયાનો સૌથી ટૂંકા રન-વે માંથી એક છે. જેની લંબાઈ માત્ર ૫૩૭મી. છે. સામાન્ય રીતે રન-વે સીધા હોય છે અને આ રન-વે ઢાળવાળા વિસ્તારમાં છે. બરફથી છવાયેલ રહેતું આ એરપોર્ટ – જે સામાન્ય પાયલોટ માટે પ્લેન ઉતારવું અસંભવ છે .

૪. પ્રિન્સેસ જુલીયાના ( ઇનટરનેશનલ એરપોર્ટ )

ક્વીન જુલીયાનાના નામ પરથી આ એરપોર્ટનું નામ રાખવામાં આવ્યું છે. આ એરપોર્ટ સમુદ્રની એકદમ નજીક છે. એક વાત આ એરપોર્ટને વધુ ખતરનાક બનાવે છે, કે આ એરપોર્ટ પર પ્લેનને વધુ પાણીની નજીક લાવવું પડે છે. આ અદ્દભૂત નજારો ત્યાં સર્જાય છે તેથી આ સમુદ્ર કિનારો સૌથી વધુ પ્રખ્યાત બની ચુક્યો છે. જાણે એવું લાગે છે કે, પ્લેનને સમુદ્રમાં ઉભું રહવાનું હોય!!


આ ચાર એરપોર્ટને દુનિયાના સૌથી ખતરનાક જગ્યાઓથી ભરેલ માનવામાં આવે છે. તેને સૌથી વધુ ભયાનક એરપોર્ટની શ્રેણીમાં સામેલ કરવામાં છે.

   “ફક્ત ગુજરાતી” ની આવી અવનવી પોસ્ટને લાઇક કરતાં રહો અને સાથે આ પેઇઝને અત્યારે જ લાઇક કરી દો.

#Author : Ravi Gohel

Leave a Comment