કુદરતની અદ્દભુત કારીગરી, એક એવું ઝરણું જે નીચે નહીં પરંતુ ઉપર વહે છે…

Image Source

ધરતી ઉપર આજે પણ ઘણી બધી એવી રહસ્યમય જગ્યાઓ છે જે વ્યક્તિ માટે એક પહેલી જ છે. અને તે પણ એક રહસ્ય બનેલું છે તેની ઉપર ગમે તેટલી શોધ કરવામાં આવે અથવા તો વિજ્ઞાનને પણ તેમાં નાખવામાં આવે તેમ છતાં તેની માહિતી મળતી નથી આપણા દેશમાં પણ એવી ઘણી બધી જગ્યા છે જે ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમને પણ એક પડકાર આપે છે અને આ જગ્યા છે મહારાષ્ટ્રના નાને ઘાટનું ઊંધું ઝરણું. જેનું પાણી નીચે આવવાની જગ્યાએ ઉપરની તરફ જાય છે.

આ અજીબો ગરીબ જગ્યા નાનેઘાટ પુનામાં જૂન્નારની પાસે મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટમાં આવેલ છે. મુંબઈથી લગભગ ત્રણ કલાક દૂર આવેલ આ ઘાટી ઉંધા ઝરણા માટે એટલે કે રિવર્સ વોટરફોલ માટે સંપૂર્ણ દુનિયામાં ખૂબ જ મશહૂર છે અને આ જગ્યાની સુંદરતા ચોમાસાની ઋતુમાં ખૂબ જ જોવા લાયક હોય છે આ સમયે પાણી વધુ હોય છે અને જ્યારે ઝરણામાંથી પાણી ઉડીને ઉપરની તરફ જતું દેખાય છે ત્યારે એક અલગ જ પ્રકારનો અનુભવ થાય છે.

ખાસ કરીને આપણે વાંચ્યું છે કે ઉપરથી કોઈ પણ વસ્તુ નીચે પડે છે ત્યારે તે નીચે જ આવે છે ઉપર જતી નથી પરંતુ આ ઝરણાના પાણીની વાત જ કંઈક અલગ છે તેનો પોતાનો જ કંઈક અલગ નિયમ છે આ ઘાટ ની ઊંચાઈથી નીચે પડનાર પાણી નીચે પડવાની જગ્યાએ ઉપરની તરફ થાય છે અને તેનાથી જોડાયેલો એક વિડીયો IFS સુશાંત નંદાએ તેમના ટ્વિટર એકાઉન્ટ માંથી શેર કર્યો છે અને આ વીડિયોને સત્તાવન હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ વાયરલ થઈ રહેલા વીડિયોમાં ઝરણાનું પાણી નીચે જવાની જગ્યાએ ઉપરની તરફ ઊડતું જોવા મળે છે.

આખરે કેમ જાય છે આ પાણી ઉપર?

પોતાના ટ્વિટરમાં તેમને જણાવ્યું કે જ્યારે હવાની રફતાર ગુરુત્વાકર્ષણ બળના બરાબર અથવા તો વધુ જોવા મળે છે ત્યારે આવું થાય છે. વૈજ્ઞાનિકો એ આ ઝરણા વિશે કહ્યું છે કે અહીં હવા ખૂબ જ ફાસ્ટ ચાલે છે અને તે જ કારણે હવાઓનો બળ ગુરુત્વાકર્ષણ બળથી વધુ હોય છે અને નીચે પડી રહેલા વોટરફોલનું પાણી ઉપરની તરફ ઉડી જાય છે. અત્યારે તો નાનેઘાટ માં લોકો આ નજારા ને જોવા માટે ચોમાસાની ઋતુમાં પહોંચી જાય છે, અને આ વીડિયોને જોયા પછી લોકો કોમેન્ટ સેક્શનમાં આ જગ્યા વિશેની જાણકારી પણ માંગે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment