ગુજરાત માં છે આ મંદિર
ગુજરાત રાજ્ય ના જામનગર માં રણમલ જિલ્લા ના દક્ષિણ પૂર્વ માં હનુમાનજી નું એક ચમત્કારી મંદિર છે. આ મંદિર ની સ્થાપના ઈ.સ. ૧૫૪૦ માં જામનગર ની સ્થાપના સાથે જ થઈ હતી. આ મંદિર ની ખાસિયત ફક્ત અત્યંત પ્રાચીન હોવું જ નથી, પરંતુ આજે લોકો તેને ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના ભાગ રૂપે પણ ઓળખે છે. મંદિર ના સંરક્ષકો ના મતે ૧૯૬૪ માં શ્રી ભિક્ષુ જી મહારાજ એ મંદિર નું નવીનીકરણ કરાવ્યું હતું. તેના ત્રણ વર્ષ પછી તેમણે શ્રી રામ ધૂન નો સતત જાપ કરવાની પરંપરા ચાલુ કરાવી હતી. આ કારણે આ મંદિર ની વિશ્વ રેકોર્ડ મા સમાવેશ કરવામાં આવ્યો છે.
૫૦ વર્ષ થી પણ જૂની પરંપરા
૧ ઑગસ્ટ ૧૯૬૪ માં, એટલે કે લગભગ ૫૪ વર્ષ પહેલાં મહારાજ જી ના કેહવા થી હનુમાન ભક્તો એ ‘ શ્રી રામ જય રામ જય જય રામ ‘ મંત્ર નો જાપ ૭ દિવસ સુધી લગાતાર ૨૪ કલાકો સુધી કરવાનો નિર્ણય લીધો. જે પાછળ થી એક અનંત પરંપરા બની હતી અને આજે પણ ચાલુ છે. આ રામ ધૂન નો જાપ કરવાની એક ખાસ વિશેષતા એ છે કે એને ગાવા વાળા કોઈ વ્યવસાયિક ગાયક નથી. હવે તો તેની ખાસ સૂચિ બનાવીને એક દિવસ પહેલા નોટિસ બોર્ડ પર લગાવાઈ જાય છે. વિશેષ પરિસ્થિતિઓ ના ચાલતા કોઈ સંકટ ના પડે એટલા માટે ચાર ચાર ગાયકો ના નામ વધારાના ગાયકો માટે રાખવામાં આવ્યું છે. આ સાથે જ મંદિર ના કોઈ પણ ભક્ત પોતાની ઈચ્છા થી રામ ધૂન ભજન ના સભા માં શામિલ થઈ શકે છે.
ભૂકંપ માં પણ ભૂકંપ અડગ રહ્યો
ખાસ વાત તો એ છે કે મંદિર મા આવતા ભક્તો ના અથાક પ્રયત્નો થી અડધી સદી વીતી જવા છતાં પણ રામ ધૂન ના મોજા ને તૂટવા ન દીધું. ત્યાં સુધી કે ૨૦૦૧ માં ગુજરાત માં આવેલા વિનાશક ભૂકંપ દરમિયાન પણ લોકો એ રામ ધૂન નો જાપ ચાલુ રાખ્યો હતો.
આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team