ભારતના દુશ્મન પાકિસ્તાનના F-૧૬ લડાકુ વિમાનને કુરચા બોલાવી દેનાર કમાન્ડર અભિનંદન વર્ધમાનને છોડી દેવામાં આવ્યા. ભારતમાં તેનું સ્વાગત સાથે હર્ષથી આગમન થયું. પાકિસ્તાને બંદી બનાવેલા આ કમાન્ડરને અંતે છોડી દેવામાં આવ્યા હતા. શુક્રવાર રાતે નવ વાગ્યે પાકિસ્તાની રેન્જર્સ અને વિદેશ વિભાગના અધિકારી વાઘા બોર્ડરે અભિનંદનને છોડવા માટે આવ્યા હતા.
એ સમય દરમિયાન અભિનંદન સાથે એક મહિલા પણ હતી. જે અભિનંદનની સાથે-સાથે ફરતી હતી અને તે અભિનંદનને વાઘા બોર્ડર સુધી મુકવા માટે પણ આવી હતી. ત્યારે આ મહિલાને જોઇને બધાને એ પ્રશ્ન થાય કે આ મહિલા કોણ છે? જે અભિનંદનની સાથે જોવા મળી હતી. ફરી આ મહિલા જ અભિનંદનને વાધા બોર્ડર સુધી મુકવા પણ આવી હતી.
આ મહિલા વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની પત્ની પણ ન હતી અને કોઈ રિશ્તેદાર પણ ન હતી. છતાં આ મહિલા અભિનંદનની સાથે જોઇને ઘણા લોકોના મગજ ચકરાવે ચડ્યા હતા. જુઓ, તસવીર જેમાં તમે પણ સાફ જોઈ શકશો કે, એક મહિલા અભિનંદન સાથે આગળ-પાછળ ફરી રહે છે.
તમને આ મહિલા વિશે આખી વિગત જણાવી જ દઈએ તો – એ મહિલા ડૉ. ફરીહા બુગતી છે. ફરીહા બુગતી પાકિસ્તાન વિદેશ સેવાની(FSP)ની અધિકારી છે. આ મહિલા ઉચ્ચે હોદેદાર છે અને સાથે વિશ્વાસુ હોવાથી અભિનંદન સાથે તે ભારત આવી હતી. વધુમાં મીડિયાએ પણ નોંધ લીધી હતી કે અભિનંદન ભારત પરત ફર્યા ત્યારે એક મહિલા તેની સાથે જે મહિલા આવી હતી એ પાકિસ્તાનના વિદેશ સેવા કાર્યની અધિકારી હતી.
પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ અભિનંદનને છોડી મુકવાનું જાહેર કર્યું ત્યારથી આખું હિન્દુસ્તાન અભિનંદનની રાહ જોઈ રહ્યું હતું. ત્યારે એ પલ પલની ઘડી વચ્ચે અભિનંદન શુક્રવારે રાતના ૯:૦૦ વાગ્યે ભારત પરત ફર્યા હતા. પછી તો આખા ભારતમાં ખુસીનો માહોલ છવાય ગયો હતો. ઘણી જગ્યાએ તો દિવાળી જેવો માહોલ બની ગયો હતો.
ભારતના રત્ન સમાન કમાન્ડર અભિનંદન વર્ધમાનને ફરી ભારતમાં સહીસલામત જોઇને રાહત થઇ હતી. પછી તો ભારતની છપ્પનની છાતી ગદગદ ફૂલી હતી. આ જે કઈ એથી પાકિસ્તાનની પણ આંખ ખુલી ગઈ કે ભારત ખોટા નખરા સહન નહિ કરે. અભિનંદન પાકિસ્તાનની બોર્ડર પર તેનું જ પ્લેન ઉડાવી દીધું હતું એટલે જ તો અભિનંદનની શાન રાખી દીધી.
#Author : Ravi Gohel