મહિલાઓ કામના સ્થળે પુરુષ સાથી કર્મચારી કરતાં મહિલા કર્મચારી સાથે અથડામણમાં ઊતરવાની શક્યતા વધારે છે તેમ એક સંશોધનમાં જાણવા મળ્યું છે. આમ તો મહિલાઓ અને પુરુષોને કામના સ્થળે સાથીઓ સાથે અથડામણમાં ઊતરવાની શક્યતાઓ સમાન છે પરંતુ મહિલાઓ સાથી મહિલા કર્મચારીને સમસ્યા ગણાવે તેવી શક્યતા વધારે રહે છે.
જો કે જે મહિલાઓને ઓફિસમાં જ સખીઓ હોય તો તેમને અન્ય મહિલાઓ સાથે સમસ્યા થવાની શક્યતા ઘટી જાય છે તેમ ઓર્ગેનાઇઝેશન સાયન્સ જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસમાં જણાયું છે.
વોશિંગ્ટન ડીસીમાં આવેલી જ્યોર્જટાઉન યુનિર્વિસટીની સંશોધક જેનિફર મેરલુઝીએ બે મોટી અમેરિકન કંપનીના મેનેજમેન્ટ લેવલના ૧૪૫ કર્મચારીઓનો સરવે કર્યો હતો. આ કંપનીઓમાં મહિલાઓ કુલ વર્કફોર્સના એક તૃતીયાંશ જેટલી હતી અને સિનિયર મેનેજમેન્ટમાં તેમની ટકાવારી ૧૫ ટકા કરતાં ઓછી હતી.
મહિલાઓએ આપેલા પ્રતિભાવો દર્શાવે છે કે પુરુષો કરતાં મહિલાઓને તેમની મહિલા સહકાર્યકર સાથે વાંધો પડવાની શકયતા વધારે રહે છે. પુરુષો કરતાં મહિલાઓ તેમની મહિલા સહકાર્યકરને મુશ્કુલ સાથી હોવાનો રિપોર્ટ કરવાની શક્યતા વધારે રહે છે.
પ્રોફેસર મેરલુઝીએ જણાવ્યું હતું કે કર્મચારીઓનું સોશિયલ નેટવર્ક તેમના કામના સંબંધો પર કેવી અસર પાડે છે તે જાણી બોસ તેમની કંપનીઓમાં સર્જાનારી સંભવિત મુશ્કેલીઓ વિશે જાણી શકે છે.જેન્ડર એન્ડ નેગેટિવ વર્ક ટાઇઝ: એક્સ્પ્લોરિંગ ડિફિકલ્ટ વર્ક રિલેશનશિપ વિથિન એન્ડ એક્રોસ જેન્ડર એટ ટુ ફર્મસ નામનો આ અભ્યાસ ઇર્ફોર્મસ નામના ઓર્ગેનાઇઝેશન સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયો હતો.
અગાઉ થયેલા એક અભ્યાસમાં જણાયું હતું કે જે મહિલાઓ કામના સ્થળે તેમની છાતીના ઉપલાં બટન ખુલ્લા રાખે તેમને કર્મચારીઓ સારી બોસ ગણે છે અને તે વધારે શક્તિશાળી જણાય છે. આનાથી ઊલટું જે મહિલાઓ તેમના કોટના બટન બંધ રાખે તેમને કર્મચારીઓ ઓછી શક્તિશાળી અને પરિપક્વ માને છે અને તેમની સ્ટાફ પર વગ ઓછી હોય છે. જર્નલ ઓફ સોશિયલ સાયકોલોજીમાં પ્રકાશિત થયેલો આ અભ્યાસ દર્શાવે છે કે જે મહિલાઓ તેમના વસ્ત્રોના ઉપલાં બટન ખુલ્લા રાખે તેમની મહિલા કર્મચારીઓ તેમને વધારે બળક્ટ ગણે છે.
આવા અદભુત આર્ટિકલ્સ વાંચવા માટે અમારું પેજ ફક્ત ગુજરાતી લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર કરો… આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મન્જુરી લેવી જરૂરી છે.