સામાન્ય રીતે પુરૂષો મહિલાઓ સાથે વધુ ફલર્ટ કરતા હોય એવું માનવામાં આવે છે પણ ફલર્ટીંગના મામલામાં મહિલાઓ પણ કાંઈ પુરૂષ કરતા પાછળ નથી! પુરૂષો શબ્દથી અને વાતચીત દ્વારા ફલર્ટ કરવામાં માસ્ટર હોય છે. એમ, મહિલાઓ પુરૂષોને સેક્સી બોડી સિગ્નલ આપે છે, જે એક પ્રકારનું ફલર્ટીંગ છે. આ રીતે પુરૂષને સિગ્નલ મળે છે કે, મહિલા એ પુરૂષને પસંદ કરે છે.
શોધકર્તા પણ જણાવે છે કે મહિલાઓ ભલે શબ્દોથી ફલર્ટીંગ ન કરે પણ તે બોડીના ઈશારાથી પુરૂષને ફલર્ટ કરે છે. બોડીના આવા સિગ્નલ ઘણું બધું જણાવે છે. મહિલા જે ફલર્ટીંગ લેંગ્વેજ યુઝ કરે છે શું એ તમને ખબર છે? અહીં એ માહિતી ચોક્કસપણે લખી છે, જેથી પુરૂષને પણ આ વિશેની જાણકારી મળી રહે.
મહિલાઓ ફલર્ટીંગના મામલામાં શું વિચારે છે?
- મહિલાઓ માને છે કે કોઈ પુરૂષની સ્ટાઈલ પસંદ છે તો તેને કોમ્પ્લીમેન્ટ આપવામાં શું ખોટું છે!
- ફલર્ટમાં કરવાથી મહિલાના ચરિત્ર પર સવાલ થઇ શકે છે પરંતુ આટલી વિશાળ દુનિયામાં થોડા અંશે એ પણ રહેવાનું જ…
- પુરૂષ સાથે ફલર્ટીંગ કરવાથી થોડું ફ્રેશ રહી શકાય છે અને સ્ત્રી હોવાનો સારો અહેસાસ થાય છે.
- ફલર્ટીંગ – સ્ત્રીના કોન્ફીડન્સ લેવલને હાઈ બનાવે છે.
- જો કોઈ પુરૂષ સારો લાગે છે તો તેની સાથે ફલર્ટીંગ કરવામાં બુરાઈ શું છે?
- ઓપન માઈન્ડેડ પુરૂષ હોય તેની સાથે જ ફલર્ટીંગ કરવું જોઈએ નહીતર કેરેક્ટરની તકલીફ પડે છે.
મહિલાઓનો ફલર્ટીંગ માટેની બોડી લેન્ગવેજની માહિતી જાણીએ…
- કોઇપણ વાતચીત દરમિયાન મહિલા તેની બાજુમાં આવે છે અને બાજુમાં ઉભી રહીને વાતચીત્ત કરે છે તો એનો મતલબ એ છે કે એ પુરૂષને પસંદ કરે છે.
- જો મહિલા વારેવારે તેના વાળને સરખા કરે અથવા વાળની લટને આંગળીથી સરખી કરે તો તે પુરૂષથી આકર્ષિત છે એવો સંકેત છે.
- બની શકે છે કે મહિલા તેના હાથથી ગરદન અથવા હોઠને અડક્યા કરે તો એ સમજવું કે તેને તમે કોફી માટે આમંત્રિત કરશો તો નિરાશ નહીં થવું પડે.
- જો કોઈ મહિલા તમારી સાથે ફલર્ટ કરી રહી છે તો એની આંખો પણ ઘણું કહી જાય છે. એ થોડી વાર માટે તમારા પર નજર રાખશે અને થોડીવાર પછી એ નજરને ઝુકાવી લેશે.
- જો કોઈ મહિલા તમને પસંદ કરે છે તો જેવું તમે તેની સામે જુઓ ત્યારે એ તેના કપડાને સરખા કરવા લાગશે એ પણ એક આકર્ષણ છે એની નિશાની છે.
- સારી રીતે ફલર્ટ કરી શકે એવી મહિલાઓ જાણે છે કે કેવી રીતે તેના દિલની વાત પુરૂષ સુધી પહોંચાડવી.
- અવાજમાં થોડો સેક્સી ટોન આવે તો સમજવું કે, તમે તેને આકર્ષક લાગી રહ્યા છો.
આ મહિલાઓની બોડી લેન્ગવેજના એવા સંકેતો છે કે જે જણાવે છે કે એ પુરૂષ પ્રત્યે વધુ આકર્ષિત છે અથવા તો એ પુરૂષને સારો મિત્ર કે પ્રેમી બનાવવા માંગે છે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel
1 thought on “મહિલાઓ પુરૂષ સાથે બોડીના ઇશારાથી કંઈક આવી રીતે સાંકેતિક ફલર્ટીંગ કરે છે…”