સ્વિટ્જરલૈંડ ની યાસ્મિન ને ગુલાબી કલર એટલો પસંદ છે કે કપડાં, ઘર, જૂતાં બધુ જ આ રંગ માં રંગાવી દીધું. યાસ્મિન એક ટીચર છે. અને સ્ટુડન્ટ તેમને મિસ પિન્ક કહી ને બોલાવે છે. તે પોતાની તસવીર અને લાઇફસ્ટાઇલ ને કારણે સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે.
32 વર્ષીય યાસ્મિન નું કહેવું છે કે દુનિયા માં તે એકલી જ એવી મહીલા નથી જે એક જ રંગ પસંદ કરે છે. કેટલીક મહીલા ઓ તેમના પસંદીદા કલર ને કારણે ફેમસ થઈ છે.
બાળપણ થી જ પસંદ છે પિન્ક કલર
એવું નથી કે બીજા ને જોઈ ને તેણે પોતાને પિન્ક બનાવી છે. જ્યારે તે 12 વર્ષ ની હતી, ત્યારે તેમના મમ્મી એ ગુલાબી કાર્ડન અને પાટલૂન ખરીદી હતી. 13 વર્ષ ની થતાં તેમને ગુલાબી કલર વધુ ગમવા લાગ્યો. ઉમર વધતાં ની સાથે જ પિન્ક કલર પ્રતે ની દિવાનગી પણ વધવા લાગી.
16 વર્ષ ની ઉમર થતાં જ કલેક્શન શરૂ કર્યું.
યાસ્મિન 16 વર્ષ ની થઈ તો તેમણે પિન્ક કલર માં કલેક્શન કરવાનું શરૂ કર્યું. જ્યારે મંગેતર સાથે રહેવા લાગી તો તેમના મંગેતર ને પણ કોઈ પ્રોબ્લેમ ન હતો. લગ્ન પછી તેમની પાસે પિન્ક કલર નું કલેક્શન ખૂબ વધી ગયું.
સજાવ્યું ગુલાબી સ્વર્ગ
2019 માં યાસ્મિન એ પોતાનો એક ફ્લેટ ખરીદ્યો. અને પતિ ની સાથે પોતાનું ગુલાબી સ્વર્ગ બનાવ્યું. ફ્લેટ માં દીવાલો, ફર્નીચર, પડદા, હોમ ડેકોરેશન આઇટમ,બેડરૂમ,થી લઈ ને ક્રોકરી સુધી ની બધી જ વસ્તુ નો રંગ પિન્ક છે. યાસ્મિન ની પાસે 100 કરતાં પણ વધારે અલગ અલગ શેડ ના જૂતાં છે.
પોતાની જાતે જ કપડાં ડિજાઇન કર્યા.
ટીચર બનવા ની પહેલા તેઓ ડ્રેસ મેકર રહી ચૂક્યા છે. કેટલાક કપડાં જાતે ડિજાઇન કર્યા અને મોટાભાગ ના ઓનલાઇન ખરીદ્યા. 20 વર્ષ થી ગુલાબી સિવાય બીજો કોઈ કલર નથી પહેર્યો.
યાસ્મિન ના કહેવા પ્રમાણે, તેમની તિજોરી પિન્ક કલર ના કપડાં થી ભરેલી છે. સ્કૂલ માં પણ પિન્ક કલર પહેરતા મને કોઈ રોકી નથી શક્યું.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team