બાળકોને અભ્યાસ કરાવતી વખતે, મોટાભાગના માતા-પિતા બાળકો ના ખરાબ અક્ષર થી ચિંતિત હોય છે. આ જ ગંદા અક્ષર પરીક્ષામાં બાળકોનો ઓછા માર્ક્સ અપાવે છે. આ કારણ છે કે બાળકએ જવાબ સાચો લખ્યો છે, પરંતુ જવાબનું લેખન અને પ્રસ્તુતિ એટલી ખરાબ હોય છે કે શિક્ષક સમજી શકતા નથી. આ કારણોસર, માતાપિતા વારંવાર બાળકોને આદેશ આપે છે કે જેથી બાળક યોગ્ય રીતે લખવાનું શીખી શકે.
જો તમે પણ માતાપિતા તરીકે આ સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છો, તો અમે તમારા માટે કેટલીક ટીપ્સ લાવ્યા છીએ, જેની મદદથી તમે બાળકના અક્ષર અને પરીક્ષામાં લખેલા જવાબો સુધારી શકો છો.
સારા અક્ષર મહત્વપૂર્ણ છે.
બાળકો માટે સ્વચ્છ અને સારા અક્ષર જરૂરી છે જેથી શિક્ષક સમજી શકે કે બાળક એ શું લખ્યું છે . સારા લેખન ની સાથે સાથે બાળકોને પ્રશ્નોની રજૂઆત યોગ્ય રીતે કરતા શીખવવી. જે તેમની શૈક્ષણિક વૃદ્ધિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. બાળકોને સારું લેખન અને તેની કેવી રીતે દર્શવાનું એની સારી પદ્ધતિ નું મહત્વ સમજાવો.
પકડ સારી રાખો
લેખન સુધારવા માટેની પ્રથમ ટીપ્સ એ છે કે બાળકોને પેન્સિલ અથવા પેન યોગ્ય રીતે પકડતા શીખવવું. પેંન્સિલ અથવા પેન હંમેશા અંગૂઠા અને તેની નજીકની આંગળીની વચ્ચે આરામથી રાખવી જોઈએ. આજકાલ બજારમાં આવા ઘણી પેન્સિલો છે, જે ખાસ કરીને બાળકોની યોગ્ય પકડમાં આવે એ રીતે બનાવવામાં આવ્યા છે.
લેખન માટે પ્રવુતિ કરાવવી
બાળકોને એક જ વાક્ય લખવાનું વારંવાર કંટાળાજનક લાગે છે. બાળકો ખૂબ ઝડપથી લખીને વિચલિત થવા લાગે છે. આવી સ્થિતિમાં, હોમવર્ક કરતી વખતે, લેખન સુધારવા માટે તેમને વારંવાર પ્રોત્સાહિત કરતા રહો. આની સાથે, જો તમે ઈચ્છો તો, તમે બાળકો સાથે હેંગમેન, ક્રોસવર્ડ અથવા ફ્રી હેન્ડ લખવા માટે પ્રેરિત કરો. લેખનમાં આનંદ ઉમેરવા માટે તમે બાળકોને સ્કેચ પેન અથવા ગિલ્ટર્સ પેન પણ આપી શકો છો. એકંદરે, કોઈપણ પ્રવૃત્તિ જે બાળકોની કુશળતામાં વધારો કરે એવું પ્રવૃતિ કરો.
ધૈર્ય રાખો
માતાપિતાએ બાળકો સાથે ધૈર્ય રાખવું અને તેમના પર વધુ દબાણ ન મૂકવું એ ખૂબ મહત્વપૂર્ણ બાબત છે. જો બાળકો હોમવર્ક કરતી વખતે વધુ ભૂલો કરે છે, તો પછી તેમને થોડોક આરામ આપો. નાના પગલાઓ સાથે ધીમે ધીમે આગળ વધો અને ધ્યાનમાં રાખો કે લેખનમાં ઝડપી સુધારો થશે નહીં. તેથી બાળકને સંપૂર્ણ સમય આપો જેથી તે તેના લેખનમાં સુધારો કરી શકે.
પ્રેક્ટિસ મહત્વપૂર્ણ છે
કંઈપણ શીખવા માટે પ્રેક્ટિસ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. લેખનના કિસ્સામાં, વધુ પ્રેક્ટિસ, વધુ સારું જો તમે ઇચ્છતા હો, તો બાળકોને રંગ માર્ગદર્શિકા દ્વારા પણ પ્રેક્ટિસ કરી શકાય છે જેમાં રંગને હાઇલાઇટરથી રંગવામાં આવે છે. જેથી બાળકને યોગ્ય કદ, જગ્યા અને રચના સારી રીતે જાણી શકાય.
સરખામણી કરશો નહીં
જ્યારે હસ્તાક્ષરની વાત આવે છે, ત્યારે પ્રેક્ટિસ અને ધૈર્ય બંને જરૂરી છે. માતાપિતાએ એ સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે દરેક બાળક પોતામાં જુદું હોય છે તેથી તમારા બાળકને વધુ સારું થવા માટે ક્યારેય દબાણ ન કરો. તેને બીજા બાળક સાથે સરખાવવાને બદલે, તેને સ્વચ્છ લેખનનું મહત્વ સમજાવો અને પ્રોત્સાહિત કરો.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team