અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે શિયાળાની સરખામણીમાં ઉનાળામાં વજન ઘટાડવું સરળ હોય છે, પરંતુ તાજેતરમાં સામે આવેલો નવો અભ્યાસ કઈક બીજું જ કહે છે.
આજકાલની ખાણીપીણી અને જીવનશૈલીના કારણે મેદસ્વીતા લોકોની સમસ્યા બનતી જઈ રહી છે. લોકો હંમેશા તેના વધતા વજનને લઈને પરેશાન રહે છે અને મેદસ્વીતા ઓછી કરવા માટે શક્ય તમામ પ્રયત્ન કરે છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે શિયાળાની સરખામણીમાં ઉનાળામાં વધારે સરળતાથી વજન ઓછું થાય છે કેમકે ઉનાળામાં વધારે કેલેરી બર્ન થાય છે. પરંતુ નવા અભ્યાસનું કઈક બીજું જ કહેવું છે.
અભ્યાસ શું કહે છે?
તાજેતરમાં સેલ રીપોર્ટસ મેડીસીનમાં પ્રકાશિત થયેલા નવા અભ્યાસ મુજબ ઠંડા વાતાવરણમાં વર્કઆઉટ કરવાથી શરીરની વિવિધ તાપમાને અનુકૂળ થવાની ક્ષમતા વધી શકે છે અને શરીરમાં ફૈટ બર્ન કરવાની ક્ષમતાને પણ વધારે છે.
વાતાવરણ અને વજન ઘટાડવા વચ્ચેનો સંબંધ?
એક અભ્યાસ મુજબ, કોપનહેગન યુનિવર્સિટીના નિષ્ણાત એ 8 પુરુષોનો અભ્યાસ કર્યો જેમણે બે વર્ષ સુધી શિયાળાની ઋતુમાં સ્વિમિંગ કરી અને પછી સૌના સેશન માટે ગયા, તેમજ સ્વિમર ના અન્ય ગ્રૂપે તાપમાન વિશિષ્ટ દ્રશ્યનો વિકલ્પ પસંદ કર્યો.
ત્યારબાદ શોધકર્તા એ તે જણાવ્યું કે ઠંડા વાતાવરણમાં સ્વિમિંગ કરનાર તરવૈયાઓમાં સારી બ્રાઉન ફૈટ સક્રિયતા હતી. જાણ થઈ કે બ્રાઉન ફૈટ એક વિશેષ પ્રકારની શરીરની ચરબી છે, જે શરીર ઠંડું થવા પર સક્રિય થાય છે. જે ઠંડુ થવા પર શરીરના તાપમાનને જાળવી રાખવામાં મદદ કરે છે. તેના કારણે વધારે શરીરમાં ગરમી બનવાને કારણે શિયાળાની ઋતુમાં સ્વિમિંગ કરતા પુરુષોની વધારે કેલેરી બર્ન કરી. જાણકારી અનુસાર, વધારે બ્રાઉન ફૈટ સ્ટોરેજ વાળા લોકોમાં હદયની બીમારી, ટાઇપ-2 ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર( હાઈ બીપી ) જેવી સમસ્યાઓનું જોખમ ઓછું થાય છે.
આ પણ જરૂરી છે
આ અભ્યાસ મુજબ ઉનાળાની સરખામણીમાં શિયાળામાં વધારે વજન ઘટાડવું શક્ય છે, પરંતુ યાદ રહે કે તેના માટે ડાયેટ, વર્કઆઉટ શેડયુલ અને લાઇફ સ્ટાઈલ જેવી વસ્તુઓ પણ મહત્વની છે.
વજન ઘટાડવામાં આ વસ્તુઓ મદદ કરી શકે છે
શિયાળામા ગાજર ખાઈ શકાય છે, જે ફાઈબરથી ભરપૂર હોય છે જેને ખાધા પછી લાંબા સમય સુધી તમને ભૂખ લાગશે નહીં. સાથે જ તેમાં કેલરીની માત્રા પણ ઘણી ઓછી હોય છે. આ ઉપરાંત શિયાળામા તમે બીટ અને જમરૂખ જેવી વસ્તુઓ પણ ખાઈ શકો છો જે ફાઈબરથી ભરપૂર હોય છે અને મેટાબોલિઝમને વધારવામાં પણ મદદ કરે છે.
હૂફાળું પાણી
હુફાળું પાણી શરીરની ચરબી ઓછી કરવામાં મદદ કરે છે અને ઉનાળાની સરખામણીમાં શિયાળામાં તમે સરળતાથી તેને પી પણ શકો છો જે તમને ચરબી ઓછી કરવામાં મદદ કરશે.
અહી જણાવેલ લેખમાં આપવામાં આવેલ ટિપ્સ અને સલાહ તમારી જાણકારી માટે છે. આ ટિપ્સને ફોલોવ કરતા પેહલા નિષ્ણાતની સલાહ ચોક્કસ લો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team