સલમાન ખાન નું ઘર બીગ બોસ આજકલ ખુબ ચર્ચા માં છે. બીગ બોસ ૧૩ નું ચોથું અઠવાડિયું પતવા આવી રહ્યું છે. આ અઠવાડીએ પણ બીગ બોસ ના ઘરમાં ખુબ બવાલ થયો છે. ઘરમાં આજી વખતે ખુબજ ડ્રામા જોવા મળ્યો. આવતા અઠવાડીએથી સલમાન ના શો બીગ બોસ માં થવા જી રહી છે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રીસ. છેલ્લા કેટલા સમય થી ઘણા લોકોના નામ વાઈલ્ડ કાર્ડ માટે સામે આવી રહ્યા છે.
તો ચાલો અમે તમને એ કન્ટેસ્ટંટ નું નામ બતાવીએ જે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લઇ ઘરમાં કરશે પ્રવેશ. ખબરોની માનીએ તો ઘરમાં વાઈલ્ડ કાર્ડ તરીકે સૌથી પહેલું નામ હિન્દુસ્તાની ભાઉ, તહસીન પુનાવાલા અને કેસરી યાદવ ની એન્ટી જોવા મળશે.
હાલ ઘરમાં હિન્દુસ્તાની ભાઉ ની એન્ટ્રી થઇ ગઈ છે. થોડા સમય પહેલાજ બીગ બોસ ના ઓફિશ્યલ પેજ પર આ એન્ટ્રી નો પ્રોમો શેર કર્યો હતો. જેમાં સાફ દેખાઈ છે કે હિન્દુસ્તાની ભાઉ ની એન્ટ્રી થઇ ચુકી છે.
સલમાન તેમની સાથે ઘરના સદસ્યો વિષે ચર્ચા કરતા નજર આવશે. ભોજપુરી સ્ટાર કેસરી યાદવ ની પણ શો ના સેટ થી એક તસ્વીર લીક થઇ છે, જેમાં દેખાય છે કે તેઓ પણ ઘરમાં એન્ટ્રી કરવાના છે. આના સિવાય તહસહીન પુનાવાલા પણ શો માં એન્ટ્રી લેશે.
ત્રણ લોકો સાથે બીજા બે લોકો ની પણ એન્ટ્રી થવાની છે. ખબરો અનુસાર ઘરમાં આજ શો ની કન્ટેસ્ટંટ કોઈના મિત્રા ફરીથી એન્ટ્રી લેવાની છે. છેલ્લા ઘણા સમય થી ચર્ચા હતી કે કોઈના ફરીથી ઘરમાં એન્ટ્રી લેશે.
ત્યારબાદ ખબર આવી કે કોઈના એ ઘરમાં ફરીથી આવવા માટે નાં પાડી છે, પણ રીપોર્ટસ અનુસાર ખબર આવી કે મેકર્સે કોઈના ને ઘરમાં પછી લાવવા માટે માનવી લીધી છે. કોઈના થોડા સમય પહેલાજ ઘરથી એલીમીનેટ કરી દેવામાં આવી હતી.
કોઈના ને ઘરમાં સૌથી મજબુત કન્ટેસ્ટંટ તરીકે માનવામાં આવી હતી. કોઈના સહીત અરહાન ખાન પણ લેશે બીગ બોસ માં એન્ટ્રી. રીપોર્ટસ અનુસાર જાણવામાં આવ્યું છે કે અરહાન ખાન રશ્મી દેસાઈ નો બોયફ્રેન્ડ છે.
તો હવે જોવાનું એ કે આ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રીસ કેટલી વાઈલ્ડ સાબિત થશે અને તેમના પ્રવેશ બાદ ઘરમાં શું જોવા મળશે.