નામ – રીચાર્ડ. મેરીટલ સ્ટેટ્સ – મેરીડ. બસ, આજ સ્ટેટ્સમાં રીચાર્ડને તકલીફ પડી. ચાલો, તમને આખી ઘટના વિસ્તારથી જણાવી દઈએ. અમે તમને અમેરિકાની ઘટના જણાવવા જઈ રહ્યા છીએ. અહીં એક સાઈડ પતિ-પત્નીનો કોર્ટમાં છૂટાછેડાનો કેસ ચાલુ હતો અને બીજી સાઈડ રીચાર્ડ કરોડપતિ બની ગયો એ સમાચાર જાણવા મળ્યા. પછી તો જાણે આભ નીચે ઉતરી આવ્યું હોય એવી કહાની બની. વધુ જાણીએ આગળ..,
અમેરિકાના મિશિગનમાં ૨૦૦૪ની સાલમાં રીચાર્ડના, મૈરી બેથ જેલાસકો નામની મહિલા સાથે લગ્ન થયા હતા. આ દંપતીને લગ્નસંબંધના નામ રૂપે ત્રણ બાળકો પણ છે. પણ બંનેના સંબંધોમાં સમય જતા તિરાડ પડી. વર્ષ ૨૦૧૩ની સાલમાં આ કેસ કોર્ટ સુધી પહોંચ્યો અને કોર્ટમાં છૂટાછેડા માટેની અરજી દાખલ કરવામાં આવી. કેસ ચાલતા-ચાલતા ૨૦૧૮ના વર્ષ સુધી પહોંચ્યો.
વોશિંગ્ટનની એક સ્થાનીય કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો હતો એ દરમિયાન પતિ રીચાર્ડને એક એવી અજાણી ખુશી મળી કે એ ખુશીના લહેરમાં ડૂબી ગયા અર્થાત્ આ ખુશીને બધા સાથે વહેંચવાની ચાલુ કરી દીધી. એ ખુશીના સમાચાર કોર્ટના જજ સુધી પણ પહોંચી ગયા. જેને કારણે રીચાર્ડને બહુ મોટું નુકસાન ભોગવવું પડ્યું. આખી ઘટનામાં એવું બન્યું હતું કે જયારે તેનો છૂટાછેડાનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો એ દરમિયાન રીચાર્ડને બે-પાંચ નહીં પણ ૫૫૬ કરોડ રૂપિયાની લોટરી લાગી હતી. આ કારણે તે ખુશીમાં નાચતો ફરતો હતો પણ આ ખુશી પાછળનું કારણ જજને ખબર પડી ગઈ. કોર્ટના જજ સાહેબે માહિતીને કન્ફર્મ કરવા માટે તેને હકીકત પૂછી તો રિચાર્ડે સ્વીકાર્યું કે, “હા, મને ૫૫૫ કરોડની લોટરી લાગી છે.”
જજને આ માહિતી ખબર પડી કે રીચાર્ડની ખુશી દુઃખમાં તબદીલ થઇ ગઈ. જજ સાહેબે લોટરીની અડધી રકમ તેની પત્નીને આપવાનો નિર્ણય જાહેર કરી દીધો. કોર્ટમાં પતિ-પત્નીના છૂટાછેડાનો કેસ ચાલુ હતી ત્યારે જ જજ સાહેબે રીચાર્ડને લોટરીની અડધી રકમ ખુશીથી તેની છૂટાછેડા માંગી રહેલી પત્નીને આપી દેવા માટેનો નિર્ણય જાહેર કરી દીધો. આ કારણે રીચાર્ડની ખુશી પલભરમાં દુઃખનું કારણ બની ગઈ. રીચાર્ડને આ નિર્ણય મંજુર નથી એટલે તેને સામે ફરી બીજી એક અરજી દાખલ કરી છે.
લોટરીની અડધી રકમ પત્નીને દેવા બાબતના નિર્ણય સામે રિચાર્ડે તેના વકીલની મદદથી ફરી રીવ્યુ પીટીશનની અરજી મૂકી છે. અરજીમાં ૫૫૬ કરોડની જબરી મોટી રકમ માટે એવું કહેવામાં આવ્યું છે કે, રીચાર્ડને મોટી રકમની લોટરી લાગી એ તો તેના કિસ્મતની વાત છે, જેમાં તેની પત્નીનો કોઈ હિસ્સો ન હોય. પત્નીને રકમનો અડધો હિસ્સો આપી દેવો એ ખોટો નિર્ણય છે. રીચાર્ડ અને તેના વકીલ હજુ આગળની પ્રક્રિયા કરવા સુધી તૈયાર છે. જો કોર્ટ આ નિર્ણય નહીં બદલે તો રીચાર્ડ સુપ્રીમ કોર્ટ સુધી આ કેસને લઇ જશે.
જુઓ છે ને.. આમ જુઓ તો કિસ્મત અને આમ જુઓ તો કિસ્મતની કઠણાઈ. હવે રીચાર્ડને લોટરી લાગી એ સમય યોગ્ય ગણવો કે પછી કોઈને જાણ કરવાની જરૂર ન હતી? શું યોગ્ય છે કે એ નક્કી ન કરી શકાય પણ એક વાત નિશ્ચત છે કે, ખુશી કેટલી સમય તમારી પાસે રહેવાની છે એ નક્કી કરનાર જજ માત્ર એક ઈશ્વર જ છે.
રોચક માહિતીનો ખજાનો અમે લાવતા રહીશું. એ માટે “ફક્ત ગુજરાતી”ના ફેસબુક પેજને લાઈક કરવાનું ભૂલશો નહીં.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel