ઘરમાં સકારાત્મકતા વધારતી વસ્તુઓ રાખવાથી વસ્તુ દોષ ઓછો થાય છે.
ઘર માં નકારાત્મકતા રહે તો તેની ખરાબ અસર આપણા વિચારો માં પણ પડે છે. વાસ્તુ ની રીત અપનાવવાથી ઘરમાં સકારાત્મકતા વધારી શકાય છે. ઉજજૈન ના જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્મા અને વાસ્તુ વિશેષજ્ઞ પંડિત મનીષ શર્મા માં મતે ઘરમાં મનને ખુશ રાખતી છબીઓ રાખવી જોઈએ. આ છબી ની સારી અસર થી આપણા વિચાર મા સકારાત્મક અસર આવે છે.
પરિવાર મા પ્રેમ બનાવી રાખવામાં મદદ કરે છે પરિવાર નો ફોટો
Image source
જો પરિવાર મા વાદ વિવાદ થાય છે તો ઘરમાં આખા પરિવારનો એક સુંદર ફોટો લગાવવો જોઇએ. ફોટો એવી જગ્યા એ લગાવો, જ્યાં બધા ને એ ફોટો સરળતા થી દેખાઈ જાય. જ્યારે પરિવાર ના સભ્યો વારંવાર એ ફોટો જોશે તો તેમના મનમાં પરિવાર પ્રત્યે પ્રેમ અને સમર્પણ ની ભાવના વધશે. આવી સ્થિતિ મા પરિવાર મા વાદ વિવાદ ઓછા થશે.
પતિ પત્ની માટે શુભ હોય છે રાધા કૃષ્ણ નો ફોટો.
વૈવાહિક જીવન માં સુખ – શાંતિ બનાવી રાખવા માટે શયનખંડ મા રાધા કૃષ્ણ નો ફોટો લગાવવો જોઈએ. રાધા કૃષ્ણ નો પ્રેમ દર્શાવતી ફોટો પતિ પત્ની વચ્ચે પણ પ્રેમ બનાવી રાખે છે. શયનખંડમાં હંસો ના જોડા ની પણ ફોટો લગાવી શકાય છે. આ ફોટાઓ અશાંતિ દૂર કરી શકે છે.
ઘરમાં કેવા ફોટા ન લગાવવા જોઈએ.
જે ફોટા નકારાત્મકતા વધારે છે, તેને ઘરમાં ન રાખવા જોઈએ. નકારાત્મક ફોટાઓ જેમ કે કોઈ યુદ્ધ ના ફોટાઓ, હિંસક પ્રાણીઓ ના ફોટાઓ, સમુદ્રી તોફાન, ડૂબતી હોડી જેવા ફોટાઓ લગાવવાથી બચવું જોઈએ. ઘરમાં સુંદર અને સકારાત્મક ફોટાઓ લગાવો. કોઈ ફૂલ ની, સુંદર જગ્યાઓ ના ફોટા પણ લગાવી શકાય છે.
ઘરમાં લગાવી શકાય છે દેવી – દેવતાઓ ના ફોટા પણ.
મુખ્ય દરવાજા પર ગણપતિ નો ફોટો લગાવવો જોઈએ. ઉતર દિશામાં શિવજી અને કુબેર દેવ નો ફોટો લગાવી શકાય છે. પૂર્વ દિશામાં સૂર્ય દેવ નો ફોટો લગાવવો જોઈએ.
આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team