પોષણ ની વાત માં આપણે દુનિભર ના દેશો થી ખૂબ જ નબળા છીએ. કુપોષિત શરીર થી કામ કરવાની ક્ષમતા 10-15 % જેટલી ઓછી થઈ જાય છે. ન્યૂટ્રિશન માટે જરુરી એવા તત્વો ની આજ કોઈ સંભાળ નથી લેતું. જેમ કે પ્રોટીન,વિટામિન,વસા, પાણી, કાર્બોહાયડ્રેટ વગેરે. આહાર વિશેષજ્ઞ ડૉ સવિતા દાવરે કહે છે કે કુપોષણ ને નાબૂદ કરવા માટે શરીર માં આમ ની પૂરતી કેટલી જરુરી છે.
પ્રોટીન વજન ઘટાડવા તેમ જ મસલ્સ બનાવા માટે ખૂબ જ જરુરી
આપણાં દરરોજ ના ભોજન માં 30% જેટલું પ્રોટીન હોવું જોઈએ. તેને પનીર , ફિશ, ઈંડા,ક્વિનોવા, મશરૂમ દાળ, છોલે કે ચણા માંથી ભરપૂર મળી રહે છે. તે ખાસ કરી ને બાળકો તેમ જ મહિલા ઓ માટે જે રજોનીવરુતિ ની નજીક છે તેમની માટે ખૂબ સારું ગણાય છે. પ્રોટીન થી માશપેશીઓ નું નિર્માણ થાય છે. વજન ઘટાડવા માં મદદ કરે છે. ત્વચા, વાળ અને નખ ને સ્વસ્થ્ય રાખે છે.
વિટામિન ઈમ્મુનિટી વધારવા તેમ જ બીમારી ઓ થી રક્ષણ આપે છે.
વિટામિન અને ખનીજ બંને જ શરીર ને મજબૂત કરવા અને બીમારીઓ થી દૂર રાખવા માટે મદદ કરે છે. વિટામિન સી ઈમ્મુનિટી વધારવા માટે અત્યંત આવશ્યક છે.આજ ઈમ્મુનિટી ઘાતક બીમારીઓ સામે લડે છે. કેટલાય પ્રકાર ના વિટામિન e, વિટામિન d ની સાથે કેલ્સિયમ, પ્રોટીન, જસ્થા વગેરે મદદ કરે છે. શાકભાજી અને ફાળો અલગ અલગ રીતે શરીર માટે વિટામિન ના સ્ત્રોત છે.
પાણી શરીર ની સાફ સફાઇ માટે સૌથી જરુરી તત્વ
પર્યાપ્ત પાણી થી ન તો ફક્ત શરીર ને ડિટોક્સ મળે છે પણ વજન પણ સંતુલિત રહે છે. કોઈ પણ વ્યક્તિ એ ઓછા માં ઓછું 5 લિટર પાણી પીવું જોઈએ.
કાર્બોહાયડ્રેટ: 1 gm માં 4 કેલોરી, કોમ્પ્લેક્સ કાર્બ ફાયદાકારક હોય છે.
બીજા બધા પોષક તત્વ ની જેમ જ કાર્બોહાયડ્રેટ પણ ખૂબ જરુરી છે. જો તમે વજન ઓછું કરવા માંગો છો તો સાધારણ કાર્બસ( આખા ઘઉ, ચોખા, પૌંઆ, સૂજી)ને ઓછું વાપરવું. તેની જગ્યા એ કોમ્પ્લેક્સ કાર્બ (બાજરી, રાગી, રાજગરા નો લોટ, સિંઘોડા નો લોટ)નો વપરાશ કરવો. વૈજ્ઞાનિક ના અનુસાર 1 gm માં 4 કેલોરી હોય છે.
ફેટ: ચમકતી ત્વચા માટે જરુરી માત્રા માં વસા લેવું.
શરીર સારી રીતે કામ કરે તે માટે સારા ફેટ ની જરૂર હોય છે. જેમ કે કોશિકાઓ નું નિર્માણ, હોર્મોન્સ, માશપેશીઓ અને હાડકાં ઓ ના ગતિવિધિઓ નું ઉચિત રીતે કાર્ય થવું, કેલોરી અવશોષણ, અને ચમકતી ત્વચા. ઈંડા, જૈતૂન નું તેલ,દેશી ઘી, બદામ અખરોટ, સરસવ નું તેલ વગેરે સારો સ્ત્રોત છે.
ચિંતા: દેશ માં દર બીજું બાળક કુપોષણ નો શિકાર છે.
‘ધ સ્ટેટ ઓફ ધ વર્લ્ડસ ચિલ્ડ્રન’ ના રિપોર્ટ અનુસાર, વિશ્વ માં 5 વર્ષ થી નાની ઉમર ના પ્રતેક બાળક માંથી 3 બાળકો કુપોષણ ના શિકાર છે. આખા વિશ્વ માં 20 કરોડ તથા ભારત માં દર 2 બીજું બાળક કુપોષણ નો શિકાર છે.
રિપોર્ટ કહે છે કે 2018 માં કુપોષણ ને કારણે 5 વર્ષ થી નાના લગભગ 8.8 લાખ બાળકો ની મૃત્યુ થઈ ગઈ. જે પાકિસ્તાન અને આફ્રિકા દેશો કરતાં પણ વધુ છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team