તમે કાયમ લોકોને ફરિયાદ કરતાં સાંભળ્યા હશે કે, અત્યારના સમયમાં પહેલાંના જેટલા તારા આકાશમાં દેખાતા નથી. પહેલાના સમય માં લોકો જ્યારે ગામડાઓમાં રહેતા ત્યારે આકાશમાં ઘણા તારા જોવા મળતા હતાં તો, એનું મુખ્ય કારણ શું છે ! એ અમે આજે જણાવીશું.
તમારા ધ્યાનમાં પણ આવ્યુ જ હશે કે, ઘણા વર્ષોથી આકાશમાં પહેલાના જેટલા દેખાતા નથી. જ્યારે પહેલાના સમયે રાત્રે આકાશ તારાઓ થી ભરેલું નજર આવતું હતું. એવું અત્યારે નથી રહ્યું. આવું થવા પાછળનું મુખ્ય કારણ હંમેશા પ્રદૂષણને જ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આકાશ સાફ નથી હોતું એના કારણે જ તારા દેખાતા નથી પરંતુ, શું તમે જાણો છો કે, તારાઓ ન દેખાવાનું એક કારણ શહેરોની લાઈટ પણ છે. હા આ સાચું છે ઘણા વૈજ્ઞાનિકોનું માનવું છે કે લાઈટ થી ફેલાઈ રહેલા પ્રદૂષણ ના કારણે આવું થઈ રહ્યું છે.
પાછલા ઘણા વર્ષોથી તમારા ધ્યાનમાં આવ્યું હશે કે, આકાશમાં તારા દેખાવાનું બંધ થઈ ગયું છે. જ્યારે પહેલાના સમયમાં રાત્રે આકાશમાં તારાઓથી ભરેલું નજર આવતું હતું. આના પાછળનું મુખ્ય કારણ કાયમ પ્રદૂષણને માનવામાં આવતું હતું.
ડીડબ્લ્યુના એક રિપોર્ટ પ્રમાણે વૈજ્ઞાનિકોનું માનવું છે કે, હવે દુનિયામાં ફક્ત 20 ટકા લોકો જ એવા છે જે આકાશ ને મૂળ સ્વરૂપે જોઈ શકે છે. જ્યારે બાકીના લોકો નરી આંખોથી સાફ આકાશ જોઈ શકતા નથી.
વૈજ્ઞાનિકોનું માનવું છે કે, એના પાછળનું મુખ્ય કારણ શહેરોમાં વધી રહેલી કૃત્રિમ રોશની છે. જેના કારણે આકાશ નું અંધારુ ખતમ થઇ ગયું છે. રિપોર્ટ પ્રમાણે હવે શહેરોમાં અજવાળું રાત ના આકાશ ની સરખામણીમાં 40 ગણું હોય છે.
લાઈટોથી ઘર રસ્તા અને રહેણાંક એરીયા ઝળહળતા રહે છે. ઉપરાંત આ રોશની દર વર્ષે 2.2 ટકા ના હિસાબથી વધી રહી છે. જેનાથી ના ફકત અંધારું જ ઓછું થાય છે પરંતુ, સતત વધી રહેલા અજવાળાથી આપણા ઇકોસિસ્ટમ પર પણ ઘણી વિપરીત અસર પડે છે.
માનવામાં આવે છે કે, એનાથી પક્ષીઓથી લઈને વૃક્ષો -નાના છોડ પર પણ અસર પડે છે. અંતરિક્ષ માં 70, 000 તારા છે. જેમાં અનેક રહસ્યો છુપાયેલા છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “હાલના સમયમાં આકાશમાં તારા દેખાવાનું બંધ થઈ ગયું એનું મુખ્ય કારણ પ્રદુષણ નહિ પરંતુ કંઈક બીજું જ છે”