જાણો કેમ જરૂરી છે માથા ઉપર તિલક લગાવવું? તેના ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ

આપણા હિન્દુધર્મમાં માથા ઉપર તિલક લગાવવાનું એક અલગ જ મહત્વ છે દરેક પૂજનમાં માથે તિલક લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે અને સનાતન ધર્મમાં માથા ઉપર તિલક લગાવવું વધુ સારું હોય છે અને તેનું ધાર્મિક મહત્વ તો છે જ પરંતુ તેના પાછળ વૈજ્ઞાનિક કારણ પણ કામ કરે છે તેની સાથે જ તમે ઈચ્છો તો હળદરનું તિલક લગાવો અથવા ચંદનનું દરેકનું પોતાનું અલગ અલગ મહત્વ છે માથા ઉપર કયા રંગનું તિલક કરવું જોઈએ આવો જાણીએ.

તિલક લગાવવાનું વૈજ્ઞાનિક સત્ય

વૈજ્ઞાનિક આધાર ની વાત કરીએ તો તેને લગાવવાથી મનને શાંતિ મળે છે અને માથા ઉપર તિલક લગાવવાથી માથું ઠંડુ રહે છે તેનાથી વ્યક્તિનું ધ્યાન કેન્દ્રીત કરવામાં પણ મદદ મળે છે તિલક લગાવવાથી વ્યક્તિના આત્મવિશ્વાસમાં પણ વધારો થતો હોય છે એક દાવા અનુસાર તિલક લગાવ્યા બાદ વ્યક્તિ પોતાની આત્મવિશ્વાસથી ભરેલો અનુભવ કરે છે અને તેનાથી જ તે પોતાના નિર્ણયો ખુબ જ મજબૂતીથી લઈ શકે છે તિલક લગાવવાથી માથામાં સેરોટોનિન અને એન્ડોર્ફિન નો સ્ત્રાવ સંતુલિત થાય છે.તે વ્યક્તિને દુઃખ દૂર કરવા માટે અને પ્રસન્નતાનો અનુભવ કરાવે છે.

ઘણા બધા લોકો હળદર યુક્ત તિલક લગાવવાનું ખૂબ જ પસંદ કરે છે અને તેને વૈજ્ઞાનિક આધારે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે હળદરમાં એંટી બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે જે ત્વચા સંબંધિત રોગને દૂર કરવાનું કામ કરે છે તે માથાના દુખાવાની સમસ્યાથી છુટકારો આપવા માટે મદદ કરે છે અને તે સિવાય ઘણા લોકો ચંદનનું તિલક પણ લગાવી છે ચંદનનું તિલક લગાવવાથી ખાસ પ્રકારના ફાયદા થાય છે ચંદનનું તિલક માથાને શીતળતા પ્રદાન કરવાનું કામ કરે છે અને તેનાથી માથાનો દુખાવો થવાની સંભાવના ઓછી થઇ જાય છે તથા દિમાગ એકાગ્ર બને છે.

ધાર્મિક માન્યતા અનુસાર

ધાર્મિક માન્યતા અનુસાર હિન્દુ ધર્મમાં તિલક લગાવો ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેનાથી નકારાત્મકતા ઉત્પન્ન થાય છે તેની સાથે સાથે જ કુંડળીમાં ઉપસ્થિત ઉગ્ર પણ શાંત થાય છે, તેનાથી તમારા રોકાયેલા કામ થવા લાગે છે જો તમે દિવસના હિસાબે તિલક લગાવો છો તો તેનું ફળ વધુ મળે છે.

દિવસના હિસાબે આ રંગનું લગાવો તિલક

  • સોમવારના દિવસે સફેદ ચંદનનું તિલક લગાવવાથી મગજ શાંત રહે છે.
  • મંગળવારના દિવસે ચમેલીના તેલમાં સિંદૂર ઘોળીને લગાવવાથી સકારાત્મક ઊર્જા પ્રાપ્ત થાય છે.
  • બુધવારના દિવસે સુકુ સિંદૂર લગાવવું સારું માનવામાં આવે છે.
  • ગુરુવારના દિવસે પીળું ચંદન અથવા હળદરનું તિલક લગાવો.
  • શુક્રવારના દિવસે લાલ ચંદન અથવા કંકુનું તિલક લગાવવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે.
  • શનિવારના દિવસે ભસ્મ અને લાલ ચંદનનું તિલક લગાવવાથી જીવનમાં આવતી તકલીફ દૂર થઈ જાય છે.
  • રવિવારના દિવસે લાલ ચંદનનું તિલક લગાવવાથી વ્યક્તિને સમાજમાં માન-સન્માન મળે છે અને તેની સાથે જ ધનની પ્રાપ્તિ થાય છે.

નોંધ : આ લેખમાં આપેલ સુચના સામાન્ય જાણકારી ઉપર આધારિત છે. તેને અમલમાં આવતા પહેલા વિશેષજ્ઞની સલાહ જરૂર લો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment