પ્રાચીનકાળથી જ બીજા દેશો માટે ભારત એક રહસ્યમયી દેશ બનેલો છે. ભારતને ઘણા લોકો સ્વર્ગભૂમિ અથવા દેવભૂમિ કહે છે. આખરે એવું શા માટે ? આવો જાણીએ.
સૌથી સુંદર વાતાવરણ
એક બાજુ સમુદ્ર તો બીજી બાજુ બર્ફીલા હિમાલય છે. એક બાજુ રણ તો બીજી બાજુ ઘનઘોર જંગલ છે. એક બાજુ ઊંચા ઊંચા પહાડ તો બીજી બાજુ મૈદાની વિસ્તાર. પ્રકૃતિના આટલા બધા રંગ કોઈ બીજા દેશમાં નથી. ભારતીય મોસમ દુનિયાના બીજા દેશો કરતા સારી છે. ફક્ત ભારતમાં જ પ્રમુખ રૂપથી ચાર ઋતુઓ હોઈ છે.
પહેલો મનુષ્ય
આમ તો મનુષ્ય વિકાસક્રમથી મનુષ્ય બન્યો છે પરંતુ કહેવાય છે કે મનુષ્ય પ્રારંભ ભારતમાં જ થયેલો. શોધનુસાર સપ્તચરુતીર્થ પાસે વિતસ્તા નદીની શાખા દેવિકા નદીના તટ પર મનુષ્ય જાતિ ઉતપન્ન થઈ હતી. પ્રથમ સૃષ્ટિકર્તા માનવને સ્વાયમ્ભુ મનુ કહેવામાં આવ્યો છે.
ભારત ભૂમિ છે સ્વર્ગ
જ્યારે આપણે પશ્વિમી ગ્રંથો વાંચીએ છીએ, ત્યારે તેમાં એક વાત સ્પષ્ટ થઈ જાય છે કે સ્વર્ગમાં સેવફળ, ફળ અને ફૂલોવાળા ઝાડ છે. સુંદર સુંદર સ્ત્રીઓ છે, જંગલ છે અને ખાસ કરી એ કે ત્યાં દેવતાઓ રહે છે. એવામાં બધા જ અહી આવવા ઈચ્છે છે. ભારતના હિમાલયના રાજ્યો, કાશ્મીર, લદ્દાખ, હિમાચલ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલની પણ આવી જ સ્થિતિ છે.
દેવ આત્મા ભૂમિ
મુન્ડકોપનિષદ મુજબ સૂક્ષ્મ-શરીરધારી આત્માઓનો એક સંઘ છે. તેનું કેન્દ્ર હિમાલયની વાદીઓમાં ઉત્તરાખંડમાં સ્થિત છે. તેને દેવાત્મા હિમાલય કહેવામાં આવે છે. આ દુર્ગમ વિસ્તારોમાં, સ્થૂળ શરીરવાળા વ્યક્તિ સામાન્યતયા પહોંચવામાં અસમર્થ હોય છે. તેમના શ્રેષ્ઠ કાર્યો અનુસાર સૂક્ષ્મ શરીરવાળા આત્માઓ અહીં પ્રવેશ કરે છે. જયારે પણ પૃથ્વી પર સંકટ આવે છે ત્યારે નેક અને શ્રેષ્ઠ વ્યક્તિઓની મદદ માટે તે પૃથ્વી પર આવે છે.
વિશ્વનો મહાન ‘પ્રથમ ધર્મ’
ઋગ્વેદને સંસારનો પ્રથમ ધર્મગ્રંથ માનવામાં આવે છે. ઋગ્વેદને ભારતીયોએ જ સરસ્વતી નદીના તટ પર બેસીને લખ્યો છે. ચાર ઋષીઓ અગ્નિ, વાયુ, અંગિરા અને આદિત્યએ મળીને ઋગ્વેદના જ્ઞાનને વાચિક પરંપરામાં ફેરવી હતી જે હજી પણ ચાલુ છે. વેદો પર આધારિત ધર્મને સનાતન વૈદિક અથવા હિન્દુ ધર્મ કહેવામાં આવે છે.
ભારતીય ધર્મ અને દર્શન દુનિયાના અન્ય ધર્મો અને દર્શનથી સંપૂર્ણપણે અલગ છે. તે લીલા ફળોથી ભરેલા સુવ્યવસ્થિત જંગલ જેવું છે. આત્માની શોધ ત્યારે જ થઈ શકે છે જ્યારે આપણે તેના સ્વતંત્ર અસ્તિત્વ, પુનર્જન્મ પર વિશ્વાસ કરીએ છીએ, અને જ્યારે આપણે ભગવાન હોવાનો કે નહી હોવાનો પ્રત્યે સંદેશથી ભરેલા હોઈ.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team