ઠંડીમાં કેમ પીવો જોઈએ સ્વીટ કોર્ન સૂપ, જાણો તેના 6 કમાલના ફાયદા 

Image Source

સ્વીટ કોર્નમાં કેલેરીની માત્રા ખૂબ જ ઓછી જોવા મળે છે, જે હૃદયને સ્વસ્થ રાખવામાં ખૂબ જ મદદ રૂપ થાય છે સ્વીટ કોર્નમાં વિટામિન અને એન્ટિઓક્સિડન્ટ જોવા મળે છે.સ્વીટ કોર્ન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે કોઈપણ નું નામ લેતા જ આપણા મોંમાં પાણી આવી જાય છે, તેનો મીઠો સ્વાદ બીજી બધી વસ્તુઓથી એકદમ અલગ હોય છે. ઠંડીમાં સુપના સેવનથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને વજન પણ કંટ્રોલમાં કરી શકાય છે. સ્વીટ કોર્ન નો ઉપયોગ મુખ્યરૂપે તેનો લોટ, સૂપ માં નાસ્તાના રૂપે અને ટોપિંગ માટે કરવામાં આવે છે.

પરંતુ શું તમે શિયાળાની ઋતુમાં સ્વીટ કોર્ન સૂપ પીવાના ફાયદા જાણો છો? હા, સ્વીટ કોર્ન માં વિટામીન એ, બી, ઈ, ખનીજ અને એન્ટી ઓક્સિડેન્ટ જોવા મળે છે, તે સિવાય તેમાં ઉપસ્થિત ફાઇબર પાચન ક્રિયાને  સારી બનાવે છે. અને ફાઈટોકેમિકલ્સ ઘણા બધા પ્રકારની બીમારીઓથી બચાવવા માટે કામ કરે છે. ઠંડીમાં સ્વીટ કોર્ન સૂપ ના સેવનથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને વજન પણ કંટ્રોલ કરી શકાય છે તો આવો જાણીએ તેનો સૂપ પીવા ના ફાયદા.

સ્વીટ કોર્ન સૂપ પીવાના ફાયદા

1 ડાયાબિટીસ

સ્વીટ કોર્નમાં વિટામિન બી હોય છે, જે શરીરમાં પ્રોટીન લિપિડ અને કાર્બોહાઇડ્રેટ મેટાબોલિઝમને રેગ્યુલેટ કરવામાં મદદ કરી શકે છે. આ સૂપનું સેવન કરવાથી ડાયાબિટીસને કંટ્રોલ માં કરી શકાય છે.

2 મેદસ્વિતા

સ્વીટ કોર્નમાં કેલેરીની માત્રા ખૂબ જ ઓછી જોવા મળે છે. જો તમે વજન ઓછું કરવા માંગો છો તો તમારા ડાયટમાં સ્વીટ કોર્ન સૂપને સામેલ કરી શકો છો.

3 હૃદયને સ્વસ્થ રાખે

હૃદયને સ્વસ્થ રાખવા માટે સ્વીટ કોર્ન શું ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. ખરેખર તેમાં ઓમેગા-૩ ફેટી એસિડ હોય છે જે હૃદયથી જોડાયેલી સમસ્યાઓ ના જોખમને ઓછું કરવામાં ખૂબ જ મદદ કરે છે.

4 પાચન

સ્વીટ કોર્ન નું સેવન કરવાથી પાચન ખૂબ જ સારું રાખી શકાય છે, તેમાં ફાઇબર નો ખૂબ જ સારો સોર્સ હોય છે. સ્વીટ કોર્ન ના સેવનથી કબજિયાત ગેસ એસિડિટી જેવી સમસ્યાઓને પણ દૂર કરી શકાય છે.

5 આંખો માટે ફાયદાકારક

સ્વીટ કોર્નમાં વિપુલ પ્રમાણમાં વિટામિન અને એન્ટિઓક્સિડન્ટ જોવા મળે છે, જે આંખોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા માનવામાં આવે છે. આ સૂપને ડાયટમાં સામેલ કરવાથી આંખોની રોશની વધારી શકાય છે.

6 ત્વચા માટે ફાયદાકારક

આ સૂપનું સેવન કરવાથી ત્વચાને હેલ્ધી રાખી શકાય છે. આ સૂપમાં એવા ઘણા બધા તત્વો જોવા મળે છે જે આપણી ત્વચાને હેલ્ધી અને ગ્લોઇંગ બનાવવામાં મદદ કરી શકે છે.

નોંધ

આ સામગ્રી માત્ર સામાન્ય જાણકારી પ્રદાન કરે છે તે કોઇપણ રીતે યોગ્ય ચિકિત્સા નો વિકલ્પ નથી વધુ જાણકારી માટે હંમેશાં કોઈ વિશેષજ્ઞનો સંપર્ક કરો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment