લગ્નબાદ સ્ત્રીના જીવનમાં ઘણા બદલાવ આવતા હોય છે. તેની રહેણી કરણીથી માંડીને તેનો શ્રુંગાર પણ બદલાઈ જતો હોય છે. ખાસ કરીને મહિલાઓ માંથામાં સિંદૂર લગાવે છે જેથી લોકોને ખ્યાલ આવી જાય છે કે મહિલા પરિણીત છે. સિંદૂરને સ્ત્રીના 16 શ્રુંગોરોમાં એક માનવામાં આવે છે. આ મામલે દરેક લોકોનુ અલગ અલગ અનુમાન પણ છે. જોકે મહિલાઓને તે વાતનો ખ્યાલ છે કે તેમના જીવનમાં સિદૂંરનું કેટલું મહત્વ રહેલું છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે મહિલાઓના જીવનમાં સિદૂંરનું કેટલું મહત્વ છે અને ક્યારે તેઓ માથામાં સિંદૂર લગાવતી હોય છે.
સૌભાગ્યનું પ્રતીક
ઉત્તર ભારતમાં પરણિતી સ્ત્રીઓ તેમના માથે સિંદૂર લગાવું જરૂરી માને છે. એવું માનવામાં આવે છે કે મેષ રાશિ સ્થિર હોય છે. મંગળ મેશ રાશિનો સ્વામી છે જે લાલ રંગોને છે. જેથી તેઓ સિંદૂરને સૌભાગ્યનું પ્રતીક માનતી હોય છે.
સિંદૂર છુપાવું
આજકાલની યુવતીઓ ફેશનને કારણે માત્ર દેખડવા પુરતુ થોડુકજ સિંદૂર ભરતી હોય છે. જે ખોટી વસ્તુ છે. આપણા શાસ્ત્રમાં લખેલું છે કે સિંદુર પરિણીત મહિલાઓના માથે દેખાવું જોઈએ. પરંતુ જો તમે સિંદુરને છુપાવાનો પ્રયાસ કરશો તો તમારા પતિને માન સન્માન નહી મળી શકે.
16 શ્રુંગાર
દરેક હિંન્દુ મહિલા માટે એક ચપટી સિંદૂર ઘણું કિમંતી હોય છે. સિંદૂરનું મહત્વ તમારે જાણવું હોય તો અમે જણાવી દઈએ કે તેના વગર લગ્ન પણ નથી થઈ શકતા અને આજ કારણે તેને 16 શ્રુંગારમાં શામેલ કરવામાં આવ્યું છે. માટે સિંદૂરથી તમે સ્વસ્થ પણ રહી શકશો અને સુંદર પણ દેખાશો.
લાંબો સિંદૂર લગાવાનું રાખો
શાસ્ત્ર અનુસાર જે મહિલાઓ તેમના માથે સિંદૂર લાંબુ લગાવે છે તેમના પતિને માનસન્માન મળી રહેતું હોય છે. એટલુંજ નહી પરંતુ તેના પતિને દરેક જગ્યાએ સન્માન મળે છે. જેથી ક્યારેય પણ મહિલાઓએ માથામાં ઓછું સિંદૂર ન લગાવું જોઈએ.
માથાની વચ્ચે સિંદૂર લગાવું
પરિણીત મહિલાઓએ હંમેશા માથાની વચ્ચેજ સિંદૂર લગાવું જોઈએ. ક્યારેય પણ મહિલાઓએ માથાની જમણી કે ડાબી સાઈડ સિંદૂર ન લગાવું જોઈએ એવું કરવાને કારણે પતિના ભાગ્ય પર તેની ખરાબ અસર પડે છે.
સારા ભાગ્ય માટે
લાલ રંગને ઘણો સારો માનવામાં આવે છે. પરિણીતાઓ જ્યારે તેમના માથે સિંદૂર લગાવે છે ત્યારે તેને ભાગ્ય માટે ઘણું સારુ માનવામાં આ છે. તેના કારણે વૈવાહિક જીવન ઘણું સુખી રહેતું હોય છે. સાથેજ પતિ ઉપર પણ તેની સકારાત્મક ઉર્જા રહેતી હોય છે. ઉપરાંત પતિનું સ્વાસ્થ્ય પણ સારુ રહેતું હોય છે.
પુરાણશાસ્ત્ર અનુસાર
મહિલા ત્યા સુધી સિંદૂર લગાવી શકે છે જ્યા સુધી તેનો પતિ જીવત હોય છે. પૌરાણીક કથાઓ પ્રમાણે માતા પાર્વતી પણ એજ મહિલાઓના પતિની રક્ષા કરે છે કે જે મહિલાઓ માથે સિંદૂર લગાવતી હોય છે. સાથેજ નકારાત્મક શક્તિને પણ તેઓ દૂર કરતા હોય છે.
લક્ષ્મીમાતાના સન્માનનું પ્રતીક
એવું કહેવામાં આવે છે કે લક્ષ્મી માતા પૃથ્વી પર પાંચ સ્થાનો પર રહેતા હોય છે. જેમા માથે સિંદૂર લગાવાથી પણ લક્ષ્મી માતાનો ઘરમાં વાસ રહેતો હોય છે. જેના કારણે આપણા ભાગ્યમાં વૃદ્ધિ થાય છે.
એકાગ્રતામાં વધારો
હળદરથી જે સિંદૂર બને છે તે ઘણા દોષોને દૂર કરે છે. ખાસ કરીને એકગ્રતા વધતી હોય છે. જેના કારણે દરેક કામને સારી રીતે કરી શકાય છે. બીજી તરફ વૈજ્ઞાનિકોનું તો એવું કહેવું છે કે માથા પર સિંદૂર લગાવાથી આપણું બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. જેના કારણે ઘણો ફાયદો થતો હોય છે.
એકલતામાં સિંદૂર લગાવો
સિંદૂરને ક્યારેય પણ કોઈની સામે ન લગાવું જોઈએ. એવું કહેવાય છે કે જ્યારે તમે કોઈની સામે સિંદુર લગાવો તો તમારા પતિને નજર લાગી શકે છે. સાથેજ તમારા સંબધો પર પણ તેની ગંભીર અસર પડી શકે છે.
પૌરાણીક કથા
રામાયણમાં પણ સીતા માતાએ હનુમાનજીને સિંદૂરનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે સિંદૂરને માથામાં લગાવાથી રામ ભગવાનનું આયુષ્ય વધે છે. જેથી બીજી દિવસે હનુમાનજી તેમના શરીરે સિંદૂર લાગાવીને આવ્યા જેના કારણે બધાજે હેરાન રહી ગયા. બધાએ કારણ પુછ્યું તો તેમણે કીધું કે તેના કારણે ભગવાન શ્રીરામનું આયુષ્ય વધે છે. જેથી હનુમાનજીનું ભોળપણ જોઈને બધાના મોઢે સ્મીત આવી ગયું હતું.
ઘરે પણ તમે સિંદૂર બનાવી શકો છો
જો કોઈ મહિલા ઘરેજ સિંદૂર બનાવા માગે તો તે હળદર, ફટકડીને મિક્સ કરીને તેમા લીબુંનો રસ નાખે. અને આ મિશ્રણને એક ડબ્બીમાં ભરીને મુકી રાખજો. બાદમાં તમે તેનો વપરાશ કરી શકશો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team