આપણા હિંદુ ધર્મમાં ગાયને એક પવિત્ર પશુ માનવામાં આવ્યું છે. હિન્દુ ધર્મ માં, ગૌ સેવાથી મોટી કોઈ સેવા નથી. ગાય પાળવાથી ઘરમાં શાંતી મળે છે. એવું કહેવાય છે કે તેમાં ૩૩ કરોડ દેવી દેવતાઓ વાસ કરે છે. એવું કહેવાય છે કે ગાયના છાણમાં લક્ષ્મીજીનો વાસ રહેલો છે. આજે પણ ભારતના ઘણા ગ્રામીણ વિસ્તારમાં ગાયના સુકા છાણાનો ઉપયોગ બળતણ તરીકે કરવામાં આવે છે. તમને એ પણ જણાવી દઈએ કે મોટા પ્રમાણમાં છાણ ભેગું કરીને “બાયોગેસ”નું ઉત્પાદન કરી વીજળી માટે ઉપયોગમાં લેવામાં આવે છે. બાયોગેસની અંદર મુખ્યત્વે મિથેન વાયુ રહેલો હોય છે. આમ, તે પુન:પ્રાપ્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બની રહે છે. ગાયના છાણનું ધાર્મિક મહત્વ પણ રહેલું છે. ચાલો જાણીએ ગાયના છાણના મહત્વ વિષે..
ગાય ના છાણ નું મહત્વ :-
પ્રાચીન સમયમાં માટી અને ગાય ના છાણ ને શરીર પર ઘસી સાધુ સંત સ્નાન કરતા હતા તેની પાછળ નું ધાર્મિક કારણ એ છે કે ગાય ના છાણ ની અંદર લક્ષ્મીજી નો વાસ છે એવું માનવામાં આવે છે.
ગાય ના છાણ ની અંદર હેજ ના જીવાણું ને ખતમ કરવાની શક્તિ હોય છે,ક્ષય ના રોગીઓ ને ગાય ના તબેલા ની અંદર રાખવા થી છાણ અને ગૌ મૂત્ર ની ગંધ થી ક્ષય રોગ ના જીવાણું મરી જાય છે.
મરેલ પશુ ને એક સિંગડા ની અંદર છાણ ભરી તેને જમીન ની અંદર દાટી દેવાથી સમાધિ ખાતર મળે છે જે કેટલા બધા એકર જમીન માટે ફાયદાકારક સાબિત થાય છે.
ગાયના છાણ નો ઉપયોગ કરી ને હવાન કુંડ નું પણ નિર્માણ કરવામાં આવે છે અને અગ્નિ પ્રગટવા માટે પણ છાણા નો ઉપયોગ કરવામાં આવે છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team