શા માટે અહી કરવામાં આવે છે ચામાચીડિયાની પૂજા, કારણ જાણી થઈ જશો હેરાન

ચામાચીડિયું એક જ સસ્તન પ્રાણી છે જે આકાશમાં બીજા પક્ષીઓની જેમ ઊડી શકે છે. ચામાચીડિયાની પ્રજાતિ જગતભરમાં ફેલાયેલી છે. તેઓ રાત્રિના ભોજન અને શિકાર માટે નીકળે છે. તે મુખ્યત્વે બે પ્રકારના છે. એક કે જે ફળો અને મધ પર જીવે છે જ્યારે બીજા પ્રકારના કીટકભક્ષી છે.

આજે અમે તમને એક અજીબો ગરીબ વાત જણાવીશું જે જાણીને તમને હેરાની થશે. બિહારમાં એક એવું ગામ છે, જ્યાં લોકો ચામાચીડિયાની પૂજા કરે છે તેમનું માનવું છે કે આ ચામાચીડિયા તેમને મહામારીથી બચાવે છે.આ ગામનું નામ છે સરસઇ (રામપુર રત્નાકર), જે વૈશાલી જિલ્લાના રાજાપારડ પ્રખંડમાં પજે છે. અહીંના લોકો ચામચીડિયાને ગ્રામ દેવતા તરીકે તેની પૂજા કરે છે. તેને સંપન્નતાનું પ્રતીક માને છે. તેમનું માનવું છે કે જે વિસ્તારમાં ચામાચીડિયા રહે છે. ત્યાં ધનમાં કોઇ ઘટાડો થતો નથી.

સરસઇ ગામના લોકોનું માનવું છે કે અહીં રહેનાર ચામાચીડિયા તેમના ગામના લોકોની રક્ષા કરે છે અને સાથે જ તેમની ઉપર કોઇપણ સંકટ આવવા દેતા નતી. એટલું જ નહીં તે કોઇપણ પ્રકારની મહામારીથી પણ બચાવે છે. તમને જાણીને હેરાની થશે કે ગામમાં કોઇ શુભ કાર્ય કરતા પહેલા લોકો ચામાચીડિયાની પૂજા કરે છે જેથી દરેક કામ શુભ થાય.

આ ગામમાં સેંકડોની સંખ્યામાં આ ચામાચીડિયા એક તળાના કિનારે પીપળાના ઝાડ પર અને આસપાસના અન્ય વૃક્ષ પર નિવાસ કરે છે. આ ચામાચીડિયાના કારણે આ ગામ આખા વિસ્તારમાં પ્રખ્યાત છે અને લોકો દૂર-દૂરથી તેમને જોવા આવે છે. ગામના લોકોનું કહેવું છે કે જો રાતે કોઇ બહારનું વ્યક્તિ ગામમાં આવે છે તો આ ચામાચીડિયા અવાજ કરવા લાગે છે જ્યારે ગામના લોકો આવવા પર તે શાંત રહે છે.

અહીંના લોકો કહે છે કે તે જાણતા નથી કે આ ગામમાં આ ચામાચીડિયા ક્યારથી રહે છે પરંતુ એક કહાની કહે છે જે મુજબ મધ્યકાળમાં એક વખત વૈશાલી જિલ્લામાં મહામારી ફેલાઇ હતી ત્યારે તે ચામાચીડિયા ક્યાંકથી ઉડીને અહીં આવી ગયા અને અહીંના થઇને રહી ગયા તેમનું માનવું છે કે આ ચામાચીડિયાના કારણે અહીં ક્યારેય મહામારી ફેલાઇ નથી.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment