ઘરના દરવાજા પર લાલ રીબીનમાં બાંધેલા સિક્કાનું રહસ્ય !! જાણો શા માટે બાંધે છે

વાસ્તુશાસ્ત્ર એક એવું શાસ્ત્ર છે જેના યોગ્ય પ્રયોગથી ગરીબ વ્યક્તિ પણ ધનવાન બની શકે છે. જેમાં વાસ્તુ ફેંગશુઈ અનુસાર ધન અને સુખ-શાંતિ વધારવા માટે ઘણા ઉપાયો બતાવવામાં આવ્યા છે. જે કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનું વાતાવરણ ઉભુ થાય છે. આ ઉપરાંત સ્વાસ્થ્યને પણ ઘણાં લાભ થાય છે તથા ધન સંબંધી સમસ્યાઓનું નિવારણ થાય છે. ફેંગશુઈ અનુસાર ઘરના દરવાજામાં લાલ રિબિનથી બાંધેલા સિક્કા લગાવવાથી ઘરમાં ધન અને સમૃધ્ધિ આવે છે. વાસ્તુશાસ્ત્રમાં આવ સિક્કા બહુ જ શુભ માનવામાં આવે છે.

ચાઇનીઝ વાસ્તુ એટલે ફેંગશુઇમાં લાલ રિબિનમાં બાંધેસા 3 અને 5 સિક્કાઓનું મોટું મહત્વ માનવામાં આવે છે માન્યા છે કે તેને ઘરના મુખ્ય દરવાજા પર લટકાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે. પીતળથી બનેલા આ સિક્કા એક લાલ રીબિનમાં ગૂંથેલા હોય છે . ક્યાંક ત્રણ અને ક્યાંક 5 સિક્કાઓ લગાવવાનું મહત્વ હોય છે. ફેંગશુઇમાં તેને તત્વોનું  પ્રતિનિધિનું રૂપ માનવામાં આવે છે. 3 સિક્કા સ્વર્ગ, ધરતી અને પ્રકૃતિનું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે 5 સિક્કા ચાઇનીઝ માન્યતાઓ અનુસાર પંચ તત્વ એટલે લાકડા, હવા, પાણી, આગ અને ધરતીનું પ્રતીક છે . આ સિક્કાઓ પર ચાઇનીઝ ભાષામાં આ તત્વોનો સંકેત પણ હોય છે.

આ 3 અને 5ના સિક્કા, તમારી આસપાસ સકારાત્મક ઉર્જા અને તેનાથી જોડાયેલા તત્વોથી સંતુલન બનાવવાનું કામ કરે છે. તેનાથી પ્રાકૃતિક તત્વોના અસંતુલનના કારણે થનારા નુકસાન અને પ્રભાવને ઓછા કરી શકાય છે. તેમા કોઇ ચમત્કારી ગુણ હોતા નથી તે બસ પ્રાકૃતિક તત્વોના સંતુલનનું કામ કરે છે . જેનાથઆપણી આસપાસ એક સકારાત્મકતા ઉત્પન્ન થાય છે. જે આપણને સફળતાથી વધારે નજીક લઇ જાય છે.

ઘરમાં કઈ જગ્યાએ લગાવી શકાય છે સિક્કા

  • ઘરના મુખ્ય દરવાજાની ઉપરની તરફ જેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવવાથી રોકાય છે.
  • ઘરના ઉત્તરી ભાગમાં જ્યા આ સકારાત્મક ઉર્જા એકઠી કરે છે.
  • બાળકોના સ્ટડી રૂમમાં.. અહીં બાળકોને અભ્યાસ પર ફોકસ કરવા અને એકાગ્ર રહેવામાં મદદ કરે છે.
  • ઘરના ડ્રોઇંગ રૂમમાં અહી આ પરિવારના સદસ્યોમાં સારા સંબંધ કરી શકાય છે.
  • ઓફિસ કે દુકાનમાં, કાર્યસ્થળની નકારાત્મકતા દૂર કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment