એશ્વર્યા હંમેશા કેમ પુત્રીનો હાથ પકડે છે

સુપરસ્ટાર હોવા છતા પણ એશ્વર્યા રાય એક સામાન્ય માં ની જેમ જ પોતાની પુત્રીનો ઉછેર કરે છે. તમે જોયું જ હશે કે જ્યારે પણ તે પુત્રી સાથે બહાર જાય છે ત્યારે તે હંમેશાં તેનો હાથ પકડી રાખે છે.

ImageSource

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ હોય કે મીડિયા ઇવેન્ટ, એશ્વર્યા બધે જ તેની દીકરીનો હાથ પકડી રાખે છે. તો શું છે એશ્વર્યા નુ આવું કરવા પાછળ નું કારણ, જેના વિશે આજે અમે તમને આ લેખ મા જણાવીશું.

એશ્વર્યા આવુ શું કામ કરે છે?

ImageSource

દરેક માતા-પિતા પોતાના બાળકને જોખમમા ન રાખવા માગે છે અને હંમેશાં તેને બચાવવા નો પ્રયત્ન કરે છે. એશ્વર્યા પણ પોતાની પુત્રી માટે વધુ ગંભીર અને લાગણીશીલ હોવા ને લીધે ઘણી વખત તેને ટીકાઓનો સામનો કરવો પડે છે, પરંતુ તેમનું આવું કરવા માટેનું કારણ તદ્દન ભાવનાત્મક છે. એશ્વર્યા રાય બચ્ચન હંમેશાં દીકરીનો હાથ બહાર પકડી રાખવાનું કારણ દરેક માતા-પિતા સમજી શકે છે.

એશ્વર્યા રાય ની પેરેંટિંગ કળા

એક ઇન્ટરવ્યુ દરમિયાન એશ્વર્યાને જયારે પૂછવામાં આવ્યું હતું કે તે પોતાની દીકરી ને લઈને આટલી પ્રોટેક્ટીવ કેમ છે? ત્યારી તેણે કહ્યું કે, “આરાધ્યાએ ખૂબ જ નાનપણથી જ લાઇમલાઇટ ને જોઇ છે. ઘણી વાર તે ખુશ થાય છે અને ફોટોગ્રાફ ખેચે છે, પરંતુ ઘણી વખત તે આ ફોટોગ્રાફરોને જોતા જ જમીન પર રોલ થવા લાગી. હું ફક્ત એ જ ઈચ્છું છું કે દરેક વ્યક્તિ સલામત રહે અને મારું બાળક પણ સલામત રહે. ”

એશ્વર્યા તેની પુત્રી માટે પ્રોટેક્ટીવછે

એશ્વર્યા કહે છે કે ઘણા બધા મીડિયાવાળા, ફોટોગ્રાફરો અને તેની આજુ-બાજુ લોકો ની ભીડ હોય છે અને તેમની પુત્રી હજુ ખૂબ જ નાની છે તેથી તેઓએ તેમને આ ભીડથી બચાવવી પડે છે. તે દરેક માતા-પિતા ની જેમ ફક્ત તેના બાળકને સુરક્ષિત અને તેની નજીક રાખવા માંગે છે. તેની આ વાત સાંભળીને તમારું હૃદય પણ ઓગળી ગયું હશે.

ImageSource

દીકરી ના જન્મ બાદ બદલાઈ ગયુ જીવન

એશ્વર્યા કહે છે કે તે પોતાનો મોટાભાગ નો સમય પોતાની પુત્રી સાથે વિતાવવા માંગે છે. આરાધ્યા ના જન્મ બાદ તે પોતે જ તેના તમામ કામ કરે છે અને ક્યારેક જ તે નૈનીની મદદ લે છે.અભિનેત્રીનુ કહેવુ છે કે આરાધ્યા તેની સૌથી મોટી પ્રાધાન્યતા છે અને બીજી બધું કામ તેના બાદ જ આવે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment