કોણ છે શાંતનુ નાયડુ? 86 વર્ષના રતન ટાટા લે છે આ યુવક પાસેથી સલાહ.

Image Source

તમને જણાવી દઈએ કે રતન ટાટાનો જન્મ 28 ડિસેમ્બર 1937ના દિવસે થયો હતી. તેમનું આખું નામ રતન નવલ ટાટા છે. તે નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણ અને પદ્મ ભૂષણ જેવા એવોર્ડ મળ્યા છે. રતન ટાટા વર્ષ 1990 ઠી લઈને 2012 સુધી ટાટા સમૂહના અધ્યક્ષ રહ્યા છે. એ પછી તેમણે વર્ષ 2016થી લઈને 2017 સુધી અંતિમ અધ્યક્ષના રૂપે કામ કર્યું હતું.

Image Source

રતન ટાટા જણાવે છે કે તેમના પિતા નવલ ટાટા અને માતા સોની ટાટા એ સમયે અલગ થઈ ગયા હતા જ્યારે તેમની ઉમર ફક્ત 10 વર્ષના હતા. એવામાં તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જો કે પછી તે પોતાની મહેનતના દમ પર ખૂબ મોટા બિઝનેસમેન બનવામાં સફળ રહે છે. હાલમાં તેઓ કોલંબા મુંબઈમાં રહે છે અને તેમણે હજી સુધી લગ્ન કર્યા નથી. તેઓ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને અવારનવાર તેઓ રસપ્રદ પોસ્ટ શેર કરતાં રહે છે.

Image Source

વાત કરીએ વિડીયોમાં દેખાઈ રહેલ યુવક વિષે તો આ યુવકનું નામ શાંતનુ નાયડુ છે જે રતન ટાટાના આસિસટેન્ટ છે. આમ તો રતન ટાટાને આ યુવક સાથે કોઈ પારિવારિક સંબંધ નથી પણ અવારનવાર શાંતનુનો વિડીયો અને ફોટો રતન ટાટા સાથે સોશિયલ મીડિયા પર જોવા મળે છે. એટલું જ નહીં પણ રતન ટાટા શાંતનુના આઇડિયા ફોલો કરે છે. બીજી બાજુ શાંતનું કહે છે કે તેમની સાથે કામ કરવું એ સમ્માનની વાત છે. આ રીતનો ચાન્સ જીવનમાં વારંવાર મળતો નથી.

Image Source

તમને જણાવી દઈએ કે, શાંતનુ નાયડુની કહાની ખૂબ જ રસપ્રદ છે. એક દિવસ જ્યારે શાંતનુ કામ પરથી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે તેણે રસ્તા પર એક કૂતરાને અકસ્માતમાં મરતો જોયો. આ પછી તેણે નક્કી કર્યું કે તે કૂતરાઓ માટે કંઈક કરશે જે અકસ્માતમાં માર્યા ન જાય. આવી સ્થિતિમાં શાંતનુના મગજમાં કૂતરાના ગળા પર કોલર બનાવવાનો વિચાર આવ્યો જેથી ડ્રાઈવર આ ચમકતો કોલર દૂરથી જોઈ શકે અને કૂતરાઓનો જીવ બચાવી શકે.

Image Source

આ પછી શાંતનુએ ઘણા રખડતા કૂતરાઓના ગળામાં આવા પટ્ટા બાંધ્યા. રતન ટાટા તેમના કામથી પ્રભાવિત થયા અને શાંતનુને મળવા આમંત્રણ આપ્યું.

Image Source

તમને જણાવી દઈએ કે શાંતનુએ વર્ષ 2014માં પૂણે યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશન કર્યું છે. આ પછી વર્ષ 2016માં તેઓ અમેરિકામાં કોર્નલએ યુનિવર્સિટીમાં એમબીએ કરવા માટે ગયા. પછી તે વર્ષ 2018માં તેઓ પોતાની ડિગ્રી કરીને પરત આવે છે તો તેઓ ચેરમેન ઓફિસમાં ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે ટાટા ટ્રસ્ટમાં શામિલ થઈ ગયા. હમણાં તેઓની કંપની મોટો પોઝ કુતરાના કોલર ડિઝાઇન કરવાનું કામ કરે છે અને તેથી અંધારામાં તે પટ્ટા ચમકે અને કુતરાનો જીવ બચાવી શકાય.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “કોણ છે શાંતનુ નાયડુ? 86 વર્ષના રતન ટાટા લે છે આ યુવક પાસેથી સલાહ.”

Leave a Comment