શારિરીક તાકાત વધારવાં માટેની અનેક વસ્તુઓ આપણી સમક્ષ ઉપલબ્ધ છે. જેમાં ખજુર, કોપરેલ, અડદ જેવી વસ્તુઓનાં નામ લઈ શકાય. પરંતુ આજકાલ એનાથી પણ વધુ ગુણકારી વસ્તુ નવી પેઢી ભૂલી રહી છે. એ વસ્તુ હવે ફક્ત મૂખવાસ કે ધાર્મિક વિધિ પુરતી સિમિત રહી છે. આ વસ્તુનું નામ છે તલ.

જે વસ્તુનાં ગુણ જાણીને તમે કહેશો, ‘શું તલનાં આટલાં બધાં ફાયદાઓ છે?’ તલ અને તેનાં તેલનો અગાઉનાં જમાનામાં પુષ્કળ વપરાશ હતો. પરંતુ કાળક્રમે મગફળીનાં આગમન સાથે એનો વપરાશ ઘટતો ગયો.

તલ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કેટલું ઉપયોગી છે તે હવે જોઇએ. નવી પેઢી તો ટીવી ચેનલો કે અખબારોમાં પ્રસિધ્ધ થતી જાહેર ખબર જોઇને પ્રોડક્ટ ખરીદ કરતી થઈ છે. હાલની કંપનીઓને તલ- તેલ વેંચવામાં બિલકુલ રસ નથી કેમકે એમને ખબર છે કે, તલનાં ગુણધર્મો જાણીને નવી પેઢી અન્ય તેલને પસંદ નહીં કરે.

એ જાણીને નવાઈ લાગશે કે, તલનાં તેલમાં એટલી તાકાત છે કે તે પથ્થરને પણ આસાનીથી તોડી શકે છે. તમે પણ આનો પ્રયોગ કરી ખાતરી કરી શકો છો. એક ખડકનો લીસ્સો પથ્થર લઈ આવો. એમાં કટોરી જેવડો ખાડો કોતરી લો. એ ખાડામાં દુધ, પાણી, ઘી કે તેજાબ જેવાં તેજાબ નાખશો તોય પથ્થરને જરાય અસર નહીં થાય. પરંતુ પથ્થરની એ કટોરીનાં ખાડામાં તલનું તેલ રેડીને બે દિવસ બાદ જોશો તો તલનું તેલ પથ્થરની અંદર પ્રવેશ કરીને સોંસરવુ ઉતરી જશે.

આવી છે તલનાં તેલની તાકાત. આ તેલની માલીશ કરવાથી તેલ સોંસરવુ હાડકામાં ઉતરે એ કહેવાની જરૂર ખરી? એ તેલ હાડકાને ચોક્કસ મજબૂતી આપેજ. તલનાં તેલમાં ફોસ્ફરસ હોય છે જે હાડકાને મજબૂતી પ્રદાન કરે છે. તેલ કોઇ બ્રાન્ડનું ખરીદ કરવાનું ટાળો. બજારમાંથી સારાં તેલ ખરીદી ઘાણીમાં પીસાવી લેવું. પરંતુ ખાસ નોંધી લો કે ફક્ત લાકડાની ઘાણીનું તેલ વધું ફાયદો કરે છે. તલનું તેલ રોગ પ્રતિકાર શક્તિ વધારે છે. ગમે તે રોગમાં ફાયદો કરે છે. એનો આ ગુણ બીજા કોઈ ખાદ્ય પદાર્થમાં નથી.

સો ગ્રામ સફેદ તલમાં ૧૦૦૦ મિલિગ્રામ કેલ્શિયમ હોય છે જે બદામની સરખામણીએ છ ગણું વધારે હોય છે. કાળાં અને લાલ તલમાં લોહ તત્વ ભરપૂર હોય છે જે લોહીની ઉણપ દુર કરે છે. ઉપરાંત તેમાં લેસિથિન રસાયણ હોય છે જે કોલેસ્ટ્રોલનાં પ્રમાણને કંટ્રોલમાં રાખે છે. તેમાં પ્રાકૃતિક રૂપે સિસ્મોલ (એન્ટી ઓક્સિડેંટ) મળી આવે છે જે ઉંચા તાપમાને બહું જલ્દી ખરાબ થતું નથી. આ તેલમાં વિટામિન – સી ને બાદ કરતાં તમામ આવશ્યક પૌષ્ટિક પદાર્થો હોય છે.

તલનાં તેલમાં આ સિવાય વિટામિન – બી, મિથોનાઇન, ટ્રાયપ્ટોફન, આર્યન, સૈંચુરેટેડ ફેટ હોય છે. તલનાં તેલનાં સેવનથી રોગ શરીરમાં નહીં ફરકે. ઘાણીમાં નજર સામે કાઢેલું તેલ વારવાનો આગ્રહ રાખો.
ક્યા ક્યા રોગમાં અસરકારક છે?

ફેફસાં, પેટ, પ્રોસ્ટેટ, સ્તન, અગ્નાશય, આ બધામાં થતાં કેન્સર અને તણાવ, હ્રદયની માંસપેશી વગેરે. નાનાં બાળકો માટે તેલનું માલીશ હાડકાને મજબૂતી આપે છે. ઉદાહરણરૂપે, સો ગ્રામ તેલમાં ૧૮ ગ્રામ પ્રોટીન હોય છે જે માસુમ બાળકોનાં વિકાસ માટે જરૂરી છે. તેલનું માલિશ કરવાથી બાળકને ગાઢ ઉંઘ આવી જાય છે.

ગર્ભવતી મહિલા માટે પણ ફોલીક એસિડ ભૃણ અને મહિલા માટે ગુણકારી છે. બન્ને ટાઇપનાં ડાયાબીટીસ, લકવા, શુષ્ક ત્વચા, વાળ, સાંધાની બિમારી વગેરે અનેક રોગોનો સરળ ઈલાજ એટલે તલનાં તેલનું સેવન અને માલીશ.
આવા અદભુત આર્ટિકલ્સ વાંચવા માટે અમારું પેજ ફક્ત ગુજરાતી લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર કરો… આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મન્જુરી લેવી જરૂરી છે.