તમે હંમેશા તમારા ભોજનમાં સલાડ રૂપે કાંદાનું સેવન જરૂર કર્યું હશે. આપણે બધાએ કાંદાના ઘણા બધા ફાયદા સાંભળ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે ઉનાળાની ઋતુમાં તમારે સાધારણ કાંદાને બદલે સફેદ કાંદાનું સેવન કરવું જોઈએ. તો ચાલો જાણીએ સફેદ કાંદાનું સેવન ઉનાળામાં કેમ જરૂરી છે.
કહેવાય છે કે બદલાતી ઋતુની સાથે તમારે તમારા ભોજનમાં પણ ફેરફાર કરવો જોઈએ. જેથી તમે આ ઋતુ માટે સંપૂર્ણ રીતે તૈયાર રહો. તેથી ઘણાબધા ફળ અને શાકભાજી છે જે આપણી થાળીમાં હંમેશા હાજર હોય છે. પરંતુ તેમાંથી એક એવી શાકભાજી છે જેના વગર શાક પણ બનતું નથી અને સલાડ પણ અધૂરું રહે છે. અમે વાત કરી રહ્યા છીએ, કાંદાની. કેહવામાં આવે છે કે કાંદાનું સેવન કરવાથી હાર્ટ એટેક થવાનું જોખમ ખૂબ ઓછું થાય છે. પરંતુ ઉનાળામાં તમારે સાધારણ કાંદાને બદલે સફેદ કાંદાનું સેવન જ કરવું જોઈએ.
તાજેતરમાં સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ રુજૂતા દિવેકરે તેના સોશિયલ મીડિયા પેજના માધ્યમથી સફેદ કાંદાના ફાયદા વિશે વિસ્તારમાં વાત કરી હતી. ન્યુટ્રિશનિસ્ટએ ન ફક્ત સફેદ કાંદાના ફાયદા જણાવ્યા હતા પરંતુ તેનું સેવન તમે કેવી રીતે કરી શકો છો તેના વિશે પણ જણાવ્યું છે. જો તમે પણ ગરમીમાં જાતે ઠંડક પહોચાડવા ઈચ્છો છો તો તમારે પણ સફેદ કાંદાનું સેવન કરવું જોઈએ. તો ચાલો જાણીએ સફેદ કાંદાના ફાયદા અને સેવનની રીત.
સફેદ કાંદાના ફાયદા -:
ઉનાળાની ઋતુમાં ઘણાબધા લોકોને જુદી જુદી સમસ્યા થવા લાગે છે. આવી સ્થિતિમાં આ બધી સમસ્યાઓમાંથી મોટાભાગને દુર કરવા માટે તમે સફેદ કાંદાનું સેવન કરી શકો છો. સફેદ કાંદા દ્વારા પેટના સોજા, ફૂલવું અને આંતરડા સંબંધિત સમસ્યાઓથી તમને રાહત મળે છે.
આ ઉપરાંત તેવા લોકો જેને રાતના સમયે વધારે પરસેવો થાય છે તેના માટે સફેદ કાંદા ખૂબ વધારે ફાયદાકારક છે. સાથેજ સફેદ કાંદા પ્રી બાયોટિક ગુણો માટે પણ જાણીતું છે. ઉનાળાની ઋતુમાં તે તમારા પેટ અને તમારા આંતરડા માટે સૌથી વધારે ફાયદાકારક હોય છે.
આવી રીતે ભોજનમાં સમાવેશ કરો -:
જો તમે સફેદ કાંદાનું સેવન કરવા ઈચ્છો છો તો તમે તેને સલાડ રૂપે પણ ખાઈ શકો છો. સાથેજ તમે સફેદ કાંદાને મગદાળની ખીચડી સાથે પણ લઈ શકો છો. તેમજ જો તમે મહારાષ્ટ્રથી છો તો તમારા માટે સૌથી શ્રેષ્ઠ રેહશે કે તમે તેનું સેવન મહારાષ્ટ્રીયન ડીશ સાથે કરો.
એકંદરે, તમે તેને તમારી અન્ય દાળ, શાકભાજી અને સલાડમાં કોઈપણ રીતે ખાઈ શકો છો. બસ માત્ર તે ધ્યાન રાખો કે તેનું વધારે માત્રામાં સેવન કરવું નહિ.
કેમ કરવું સફેદ કાંદાનું સેવન -:
લગભગ તમે જાણીને હેરાન થશો કે સફેદ કાંદાનું સેવન છેલ્લા ૫૦૦૦ વર્ષોથી કરવામાં આવી રહ્યું છે. તેના ઉપયોગના કારણે તેના સ્વાસ્થ્યના ફાયદા તો છે જ, સાથેજ તમે તેના સેવનથી તમારા ભોજનમાં વેરાયટી ઉમેરી શકો છો. તે ભોજનમાં વેરાયટી ઉમેરવાનો એક સસ્તો અને શ્રેષ્ઠ વિકલ્પ છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team