ભારતમાં એક એવું ગામ છે જ્યાં લોકો એક બીજાને નામ થી નહી પણ સીટી મારીને બોલાવે છે. લોકોને બોલવા માટે અલગ અલગ સ્ટાઈલીશ સીટી વગાડવામાં આવે છે. કંગથનન ગામ મેઘાલયના પૂર્વ જિલ્લા ખાસી હિલમાં સ્થિત છે જે વ્હિસલિંગ ગામ તરીકે પણ ઓળખાય છે ગામના લોકો પાસે ખૂબ સારા જનજાતિ ( ટ્રાઇબ્સ ) છે. અહી ગામના દરેક માણસના બે નામ છે …
કાંગથંન ગામ ના દરેક વ્યક્તિના બે નામ છે. પહેલું નામ જે આપણું રાખવામાં આવે છે એ અને બીજું સીટી ટયુન નેમ એટલે કે વ્હીસલિંગ ટયુન નેમ. ગામના લોકો નોર્મલ નામથી બોલવાની જગ્યાએ વ્હીસલિંગ ટયુન થી બોલાવે છે.એટલા માટે દરેક વ્યક્તિનું વ્હીસલિંગ ટયુન અલગ-અલગ હોય છે અને આજ અલગ પ્રકારનું ટયુન તેમના નામ અને ઓળખ નું કામ કરે છે. ગામ માં જયારે કોઈ બાળક પૈદા થાય છે તો તેને આ ટયુન તેની માં આપે છે અને સમય પસાર થતા બાળક ધીરે -ધીરે આ ટયુન ઓળખવા લાગે છે.
કેવી રીતે બને છે આ ધૂન
કાંગથંગ ગામમાં ૧૦૯ પરિવાર સાથે કુલ ૬૨૭ લોકો નિવાસ કરે છે. બધાની એક અલગ ટયુન છે, એટલે કે ગામમાં કુલ ૬૨૭ ટયુન છે. ગામના લોકો આ ટયુન નેચર એટલે કે કુદરતી રીતે બનાવે છે ખાસ કરીને ચકલીઓ ના અવાજથી નવી નવી ધૂન બનાવે છે. આ ગામ ચારેય બાજુથી પહાડોથી ઢંકાયેલું છે. એટલા માટે ગામના લોકો જયારે ટયુન બનાવી જોરથી સીટી મારે છે તો એ ધૂન તરત પહાડોમાં ગુંજતી રહે છે. સમય બદલતા અહીયાના લોકો પણ બદલાઈ ગયા છે. હવે લોકો પોતાના ટયુન નેમ ને મોબાઈલમાં રિકોર્ડ કરી તેને રીંગટોન તરીકે વાપરે છે.
આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર…...
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
AUTHOR : ADITI NANDARGI