જ્યોતિષશાસ્ત્રમાં કુલ 9 ગ્રહોની વાત કરવામાં આવી છે અને તેનું અધ્યયન કરવામાં આવે છે. જો કોઈ પણ જાતકની કુંડળીમાં કોઈ પણ ગ્રહ કમજોર સ્થિતિમાં જોવા મળે છે તો જ્યોતિષાચાર્ય તે વ્યક્તિને તેમની રાશિ અને ગ્રહ અનુસાર રત્ન ધારણ કરવાની સલાહ આપે છે. જ્યોતિષશાસ્ત્રમાં જોડાયેલી તમામ સમસ્યાઓને લઇને અલગ-અલગ રત્નો જણાવવામાં આવ્યા છે. જેને ધારણ કરવાથી વ્યક્તિ પોતાના કેરિયરના ક્ષેત્રમાં ખૂબ જ સફળતા પ્રાપ્ત કરી શકે છે.
જાણકાર જણાવે છે કે તમે જે પણ ક્ષેત્રમાં છે તે ક્ષેત્ર સાથે સંબંધિત લગ્ન કરવાથી તમને કામયાબી હાસિલ થાય છે. પરંતુ આ વસ્તુ એ વાત ઉપર નિર્ભર કરે છે કે તમે કયા ફીલ્ડમાં તમારું કરિયર બનાવી રહ્યા છો. તમે તમારા પ્રોફેશન અનુસાર અલગ-અલગ રત્નો ની પસંદગી કરી શકો છો.
નોકરીમાં પ્રમોશન મેળવવા માટે
નોકરીમાં પ્રમોશન મેળવવા માટે અને તેમાં વૃદ્ધિ કરવા માટે માણેક રત્ન ધારણ કરી શકો છો. તે સૂર્યનું રત્ન છે જેને ધારણ કરવાથી વ્યક્તિના સાહસમાં વૃદ્ધિ થાય છે અને માણેક રત્ન ધારણ કરવાથી તમારા સરકારી વિભાગમાં પણ લાભ મળી શકે છે.
રાજનીતિમાં સફળતા પ્રાપ્ત કરવા માટે
જો તમે રાજનીતિમાં સફળતા પ્રાપ્ત કરવા માંગો છો તો જ્યોતિષાચાર્ય ની સલાહ અનુસાર પોખરાજ રત્ન ધારણ કરવો જોઈએ. આ રત્નને ધારણ કરવાથી કુંડળીમાં ગુરુના ગ્રહની સ્થિતિ ખૂબ જ મજબૂત થાય છે અને તેની સાથે જ તમારા માન સન્માનમાં પણ વધારો થાય છે.
આ ક્ષેત્રમાં કરિયર બનાવવા માટે હીરા ધારણ કરો
જ્યોતિષશાસ્ત્રના અનુસાર જો તમે ફિલ્મ લાઈન, મીડિયા અથવા મોડેલિંગ જેવા ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવા માંગો છો તો હિરાનો રત્ન ધારણ કરી શકો છો. હીરો ધારણ કરવાથી વ્યક્તિના ઐશ્વર્યમાં વૃદ્ધિ થતી જોવા મળે છે.
પ્રશાસનિક ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે
પ્રશાસન ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવા માટે મૂંગા રત્ન ધારણ કરવો જોઈએ. મૂંગા રત્ન મંગળ ગ્રહનું રત્ન છે. તેથી આ રત્નને મંગળવારના દિવસે ધારણ કરવામાં આવે છે. આર્મીમાં જવાની તૈયારી કરી રહ્યા છે તેમની માટે મૂંગા ધારણ કરવું ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team