વજન ઓછું કરવા માટે સ્વાસ્થ્ય સંબંધી સૌથી ઉત્તમ લોટ ક્યો છે??….જાણો આ લેખ દ્વારા

આજના ભાગદોડ ભરેલા જીવનમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું દરેક લોકો માટે એક પડકારરૂપ સાબિત થાય છે. વજન વધવુ આપણા સ્વાસ્થ્ય સાથે જોડાયેલ એવી સામાન્ય સમસ્યા બની ગઈ છે, જે ઘણી બીમારીઓનું કારણ બની શકે છે.

Image Source

એવા ઘણા કારણ છે જેના કારણે શરીરનું વજન વધે છે. તમારી જીવનશૈલી, માનસિક સ્વાસ્થ્ય, ખાણીપીણી વગેરે કારણો તમારા શરીરનું વજન વધારી શકે છે. બાળકોથી લઈને વૃદ્ધો પણ વધતા વજનની સમસ્યાથી પરેશાન છે.

આવી સ્થિતિમાં દરેક લોકોનું સ્વાસ્થ્ય પ્રત્યે પહેલું લક્ષ્ય વજન ઘટાડવાનું હોય છે. વજન ઘટાડવા માટે સૌથી જરૂરી હોય છે ભોજન પર ધ્યાન આપવું. દરરોજ ભોજનમાં આપણે સૌથી વધારે લોટનો ઉપયોગ કરીએ છીએ. આવી સ્થિતિમાં યોગ્ય લોટને પસંદ કરી તમે તમારૂ વજન ઘટાડી શકો છો. ચણા, જુવાર, બદામ વગેરેના લોટનો ઉપયોગ કરી આપણે આપણું વજન ઘટાડી શકીએ છીએ.

Image Source

વજન ઘટાડવા માટે સૌથી ઉત્તમ લોટ ક્યો છે : ઘઉંનો લોટ આપણા દૈનિક જીવનમાં સૌથી વધારે ખાવામાં આવે છે. તેમાં ઘણા પોષક તત્વ હોય છે, જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ફાયદાકારક છે. તેમાં રહેલ ગુણને નજરઅંદાજ કરી શકાતા નથી.

પરંતુ ઘણા અન્ય એવા લોટ છે, જેનો ઉપયોગ તમે ઘઉંના લોટના વિકલ્પ રૂપે કરી શકો છો. જેમકે બ્રાઉન રાઈસ, કિવનોઆ અથવા બદામનો લોટ વગેરે. આ લોટના સેવનથી તમારું શરીર સ્વસ્થ પણ રહે છે, સાથેજ તમે શરીરનું વજન પણ ઝડપથી ઘટાડી શકો છો.

Image Source

• બદામનો લોટ : બદામનો લોટ આપણા રસોઈમાં પારંપરિક ઘઉંના લોટનું એક સુંદર વિકલ્પ છે, કેમકે તેમાં પ્રોટીન, હેલ્ધી ફેટ્સ અને વિટામિન ઈની ઉચ્ચ માત્રા હોય છે. જો તમે ગ્લુટેન ફ્રી આહારને તમારા ડાયેટમાં સમાવેશ કરવા ઇચ્છો છો, તો બદામના લોટનો ઉપયોગ કરી શકો છો. તે સંપૂર્ણ રીતે ગ્લુટેન ફ્રી હોય છે. તેમાં મેગ્નીશિયમ, આયર્ન, કેલ્શિયમની ભારે માત્રા હોય છે, જે વજન ઓછું કરવામાં તમારી મદદ કરી શકે છે.

બદામના લોટને વજન ઘટાડવા માટે સૌથી ઉત્તમ લોટમાંથી એક માનવામાં આવે છે, કેમકે ઘઉંના લોટની વિરૂદ્ધ, તેમાં કાર્બસની માત્રા ઘણી ઓછી હોય છે અને તેનો ગલાઈસેમિક ઇન્ડેક્સ ખૂબ ઓછો હોય છે, જેના કારણે તે લોહીમાં શુગર લેવલને ઓછું કરે છે, જેનાથી તમારું વજન ઓછું થઈ શકે છે.

• બ્રાઉન રાઈસ લોટ : જ્યારે સ્વસ્થ લોટના વિકલ્પની વાત આવે છે, તો બ્રાઉન રાઈસનો લોટ તમારા માટે એક સારૂ ફૂડ બની શકે છે. તેમાં હાઈ ફાઈબર હોય છે, જે મેટાબોલિઝ્મને વધારે છે. બ્રાઉન રાઈસમાં રહેલ ફાઈબર શરીરમાં કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરવામાં તમારી મદદ કરે છે અને લોહીના ગાઠા બનતા પણ અટકાવે છે. બ્રાઉન રાઈસનો લોટ પ્રોટીન, આયર્ન, મેગ્નીશિયમથી ભરપૂર હોય છે અને શુગર લેવલને ઓછું કરવામાં મદદ કરે છે જેનાથી તે વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.

Image Source

• ક્વીનોઆ લોટ : ક્વીનોઆ લોટમાં પણ ખૂબ ઓછી કેલેરી હોય છે. ફિટનેસ ફીટ લોકોની આ પેહલી પસંદ બની ગઈ છે. ક્વીનોઆમાં રહેલ ઉચ્ચ પ્રોટીનની માત્રા તેને શાકાહારીઓની વચ્ચે મનપસંદ બનાવે છે. ક્વીનોઆ લોટ બનાવવો પણ ઘણો સરળ છે, તમારે માત્ર ક્વીનોઆના બીજ લઈને અને જીણા પીસી લેવાના છે જેનાથી તમે તેનો લોટ સરળતાથી તૈયાર કરી શકો છો. વજન ઘટાડવા માટે તમે ક્વીનોઆ લોટને એક વિકલ્પ તરીકે તમારા ભોજનમાં સમાવેશ કરી શકો છો. તેના સેવનથી તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. જેનાથી તમને વારંવાર ખાવાની ઈચ્છા થતી નથી. તેનાથી તમારું વજન ઘટી શકે છે.

Image Source

•નારિયેળનો લોટ : સૂકા નારિયેળથી બનેલ નારિયેળનો લોટ કાર્બોહાઈડ્રેટથી ભરપૂર હોય છે. વજન ઓછું કરવા માટે તમે એક સારા વિકલ્પ તરીકે સમાવેશ કરી શકો છો. તેમાં રહેલ હાઈ ફાઈબર લોહીમાં ગ્લુકોઝના સ્તરને સ્થિર કરે છે અને કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરે છે. તે ગ્લુટેન ફ્રી પણ છે. જે સિલીએક રોગ અથવા ઘઉંની એલર્જીથી પીડાતા લોકો માટે ફાયદાકારક થઈ શકે છે, સાથેજ તે મધ્યમ- શૃંખલા ટ્રાઇગ્લીસરાઇડસ પણ પ્રદાન કરે છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.

Image Source

• ચણાનો લોટ : ચણાનો લોટ જેને બેસનના રૂપે પણ ઓળખવામાં આવે છે, ચણાના લોટમાં ખૂબ ઓછી કેલેરી હોય છે. આ ઉપરાંત તે પ્રોટીન, ફાઈબર અને સેલેનિયમથી ભરપુર હોય છે. ચણાના લોટમાં પ્રાકૃતિક રૂપે પોલીફેનોલસ નામનું એન્ટી ઓક્સિડન્ટ રહેલ હોય છે, જે શરીરની ચરબીને વધવાથી અટકાવે છે. તેનાથી તમારા શરીરનું વજન ઘણું ઝડપથી ઘટે છે. જે લોકો ઓછા સમયમાં વધારે વજન ઘટાડવા ઈચ્છે છે, તેને તેમના ભોજનમાં ચણાના લોટનો સમાવેશ કરવો જોઈએ.

• જુવારનો લોટ : જુવારનો લોટ તમારા માટે એક સસ્તું અને સારું વિકલ્પ છે. તેમાં ઘણા એવા જરૂરી પોષક તત્વ હોય છે, જે ઓછી કિંમતમાં તમને સારું પોષણ પ્રદાન કરે છે. તેમાં કાર્બોહાઈડ્રેટની ઉચ્ચ માત્રા હોય છે. તે કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરે છે અને હદય સ્વાસ્થ્ય માટે સારું હોય છે. તેના સેવનથી તમારા શરીરનુ વજન ઘણું ઝડપથી ઘટી શકે છે.

ઓટસમાં ઘણી માત્રામાં બીટા ગ્લુકન હોય છે, જે એક ધૂલનશીલ ફાઈબર છે. તે પાચન માટે ઘણું સારું હોય છે. તેના સેવનથી તમને ભૂખ ઓછી લાગે છે. સાથેજ લાંબા સમય સુધી તમારું પેટ ભરેલું રહે છે. વજન ઘટાડવામાં તે એક ફાયદાકારક લોટ સાબિત થઈ શકે છે.

સારાંશ : વજન ઓછું કરવા માટે તમે તમારા ભોજનમાં જુવારનો લોટ, બદામનો લોટ, સતુના લોટનો સમાવેશ કરી શકો છો. તેના સેવનથી તમારા શરીરનું વજન ઘણું ઝડપથી ઘટી શકે છે. પરંતુ ધ્યાન રહે કે ફક્ત લોટમાં ફેરફાર કરવાથી તમારા શરીરનું વજન ઓછું થતું નથી. વજન ઓછું કરવા માટે સારા ભોજનની સાથે કસરતની પણ જરૂર હોય છે. તેમજ, જો તમને કોઈ ગંભીર સમસ્યા છે, જેના કારણે વજન વધી રહ્યું છે, તો તમારું નિયમિત રૂપે ચેકઅપ કરાવો. જેથી વધતા વજનને કંટ્રોલ કરી શકાય.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment