લગ્ન – પાર્ટી માટે તૈયાર થતી વખતે કપડાની ડીઝાઈન, કલર અને કે કોઈ નવા કાપડમાં લોકો કોઇપણ પ્રકારનું સમાધાન કરતા નથી. સ્ત્રીઓ તો તેને લઈને વધુ ચિંતિત રહે છે.
લગ્ન કે લગ્ન પ્રસંગમાં પોતાના ડ્રેસિંગ સ્ટાઇલને લઈને હંમેશા લોકો મૂંઝવણમાં રહે છે. ખુશીના આ પ્રસંગે કપડાની ડીઝાઈન, કલર અને કે કોઈ નવા કપડામાં લોકો કોઇપણ પ્રકારના સમાધાન કરતા નથી. સ્ત્રીઓ તો તેને લઈને વધુ ચિંતિત રહે છે. ચાલો આ લગ્ન સીઝન વચ્ચે નિષ્ણાતો પાસેથી જાણીએ. પાર્ટી કે પ્રસંગમાં પોતાને સ્ટાઇલિશ લુક દેવાની ટિપ્સ.
Gracini Studios from Pixabay
લગ્ન કે લગ્ન પ્રસંગમાં દરેક લોકો સારી રીતે તૈયાર થવા માંગે છે. મેજેસ્ટિક ની ફાઉનડર અને ડિઝાઈનર જપના ગંભીરે આવા અવસર પર સ્ત્રીઓને સારી રીતે તૈયાર થવાની કેટલીક ખાસ ટિપ્સ આપી છે. જપના કહે છે કે, ‘ જો તમને ગાઉન પહેરવું ગમતું હોય તો તમે પાર્ટીમાં ગાઉન પહેરીને જઈ શકો છો. ગ્લિટરી કે સિકિવન વર્ક વાળુ ગાઉન આ માટે શ્રેષ્ઠ રહેશે.
કલરની વાત કરીએ તો તમે લાલ, લીલો, કાળો, સોનેરી જેવા કલર પહેરી શકો છો. ક્રિસ ક્રોસ ફ્રન્ટ, બેકલેસ, સ્લિટ કટ જેવા ડીઝાઈન વાળા ગાઉન આ વર્ષે આમપણ વધુ ટ્રેન્ડ બનેલા છે. ફ્લોર લેનથ ગ્લિટરી ગાઈનની સાથે તમે તમારો મેકઅપ પણ ગ્લિટરી રાખી શકો છો. હેર સ્ટાઈલ માં તમે નીચી પોની ટેલ અને ખુલ્લા વાળ રાખીને પાર્ટીમાં ચાર ચાંદ લગાવી શકો છો.
જેકેટ અને સાડી
જેકેટ અને સાડી પહેરવાની સ્ટાઈલ ખુબ સરળ છે. તમે એમ્બ્રોડરી જેકેટ ની સાથે સાદી પ્રિન્ટ વાળી સાડી પહેરી ને પોતાના મિત્રની રિસેપ્શન પાર્ટીમાં જઈ શકો છો. સિકવન્સ વર્ક જેકેટ અને સાદી સાડી નું આ કોમ્બો ખુબજ સારું લાગશે. તમે ઇચ્છો તો ટેગી ટવીસ્ટ માટે જેકેટ ની ઉપર બેલેટ પણ લગાવી શકો છો. તમે ઇચ્છો તો જેકેટ ની સાથે પ્લેન ટોપ કે પછી સેંડો પણ પહેરી શકો છો. આ લુક સૌથી વધારે આરામદાયક અને કુલ છે.
બૈચલર પાર્ટી
લગ્ન પહેલાની મિત્રોની બૈચલર પાર્ટીમાં તમે ટૂકા ડ્રેસ પહેરી શકો છો. તમે ફૂલ સ્લીવ અને સલિવલેસ બંને પ્રકારના ડ્રેસ પહેરી શકો છો. તમે મલ્ટી કલર, કાળો અને રાખોડી જેવા કલરની ટૂંકી ડ્રેસ પહેરીને પાર્ટીમાં જઈ શકો છો. આ ઉપરાંત તમે મેસ્સી બનની સાથે મિનિમલ મેકઅપ કરો. ડાર્ક શેડ કે ચેરી લાલ જેવા કલરની લિપસ્ટિક નો ઉપયોગ કરી શકો છો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team